Banana With Milk Benefits : શરીરને સ્વસ્થ રાખવા માટે દૂધ અને કેળા ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને પુરુષો માટે તેનું સેવન કરવું સારું છે. ઘણા લોકો રાત્રે નહીં પણ વહેલી સવારે દૂધ અને કેળા ખાવાનું પસંદ કરે છે. જોકે રાત્રે પણ તેને ખાવા હેલ્ધી રહે છે. આનાથી રાત્રે ભૂખ નથી લાગતી અને સારી ઉંઘ આવે છે.
રાત્રે દૂધ અને કેળા ખાવાના ફાયદા
સૂતા પહેલા કેળા ખાવા શાનદાર અને પૌષ્ટિકથી ભરપૂર કોમ્બિનેશન છે. કેળામાં એમિનો એસિડ મળી આવે છે, જે ઊંઘને નિયંત્રિત કરતા હાર્મોન મેલાટોનિન અને સેરોટોનિનને વધારે છે, જેના કારણે રાત્રે સારી ઊંઘ આવે છે.
સ્નાયુઓને આરામ મળે છે
કેળા અને દૂધ ખાવાથી માંસપેશીઓને પણ આરામ મળે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્નાયુઓની ખેંચને ઘટાડે છે. દૂધ અને કેળા સૂતા પહેલા સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે, જેનાથી આરામ મળે છે.
આ પણ વાંચો – ગાજર મીઠા છે કે કડવા, આ રીતે કરો ખાતરી, ખરીદતા પહેલા જરૂર કરો ટ્રાય
કેળા અને દૂધ તણાવ ઘટાડે છે
રાત્રે કેળા અને દૂધ ખાવાથી શરીરમાં સેરોટોનિન હોર્મોનનું સ્તર વધે છે, જે મૂડને વધુ સારો રાખે છે. તેનાથી તણાવ પણ ઓછો થાય છે. શરીરમાં સેરોટોનિન હોર્મોન વધવાથી મન શાંત રહે છે.
ઊંઘતા પહેલા કેવી રીતે લેશો કેળા અને દૂધ
જો તમે પણ રાત્રે સૂતા પહેલા કેળાનું દૂધ ખાવ છો, તો તમે તેને શેક તરીકે લઈ શકો છો. રાત્રે શેકમાં ખાંડ અથવા કોઈપણ પ્રકારની કેફીન ઉમેરવાથી બચવું જોઈએ. સાથે જ રાત્રે ઠંડા દૂધને બદલે નવશેકું દૂધ પીઓ. તે પાચનમાં સુધારો કરવામાં ઘણી મદદ કરે છે.
ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.