ન્યૂ યર સેલિબ્રેશનને ખાસ બનાવશે અનોખી ક્રુઝ યાત્રા, ભારતનો એકમાત્ર સક્રિય જ્વાલામુખી જોઇ શકશો

Barren Island Cruise Trip : નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તમે પણ ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી જોઈ શકશો. આ માટે એક ક્રુઝ ટ્રિપનું આયોજન કર્યું છે. અહીં જાણો ક્યાંથી ટિકિટ મળશે અને કેટલા રુપિયા ખર્ચ થશે

Barren Island Cruise Trip : નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તમે પણ ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી જોઈ શકશો. આ માટે એક ક્રુઝ ટ્રિપનું આયોજન કર્યું છે. અહીં જાણો ક્યાંથી ટિકિટ મળશે અને કેટલા રુપિયા ખર્ચ થશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
cruise trip

આંદામાન અને નિકોબાર વહીવટીતંત્ર બેરેન આઇલેન્ડની ક્રુઝ ટ્રિપની યોજના બનાવી રહ્યું છે (પ્રતિકાત્મક ફોટો)

Barren Island Cruise Trip : નવા વર્ષની પૂર્વ સંધ્યાએ લોકો ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી જોઈ શકશે. આંદામાન અને નિકોબાર વહીવટીતંત્ર બેરેન આઇલેન્ડની ક્રુઝ ટ્રિપની યોજના બનાવી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ક્રૂઝ 31 ડિસેમ્બરે રાત્રે 9 વાગ્યે શ્રી વિજયપુરમના હદ્દો ઘાટથી ઉપડશે અને 1 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યા સુધીમાં પરત ફરશે, જે મુસાફરોને રોમાંચ, ઉત્સવ અને કુદરતી વૈભવ સાથે ટાપુનું નજારો બતાવશે.

Advertisment

અધિકારીએ જણાવ્યું હતું કે નવા વર્ષની ઉજવણી માટે એમવી સ્વરાજ ટાપુ પર સ્વાદિષ્ટ ભોજન ઉપરાંત સંગીત અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે મુસાફરો તેમની અનુકૂળતા અને બજેટ અનુસાર બહુવિધ મુસાફરી કેટેગરી પસંદ કરી શકે છે, જ્યારે સમગ્ર મુસાફરી દરમિયાન ક્રુઝ પર કેટરિંગ સેવાઓ ઉપલબ્ધ રહેશે.

ટિકિટ ક્યાંથી બુક કરી શકાશે?

તેમણે કહ્યું કે આ ક્રૂઝ ડિરેક્ટોરેટ ઓફ શિપિંગ સર્વિસીસ (DSS)દ્વારા ચલાવવામાં આવશે અને ડીએસએસની વેબસાઇટ પર ટિકિટ બુક કરાવી શકાય છે. ટિકિટની કિંમત વ્યક્તિ દીઠ 3,180 રૂપિયાથી શરૂ થાય છે અને 8,310 રૂપિયા સુધી જાય છે. શ્રી વિજયપુરમ (અગાઉ પોર્ટ બ્લેયર) થી દરિયાઇ માર્ગે લગભગ 140 કિલોમીટર દૂર આવેલ બૈરન દ્વીપ, ભારતીય અને બર્મીઝ ટેક્ટોનિક પ્લેટના સંગમ પર સ્થિત છે.

આ પણ વાંચો - ગોવા, રાજસ્થાન અને દક્ષિણ ભારત માટે IRCTC લાવ્યું શાનદાન ઓફર, નવા વર્ષની ઉજવણી બની જશે યાદગાર

Advertisment

બૈરન દ્વીપ પર પ્રથમ જ્વાળામુખી વિસ્ફોટ 1787 માં થયો હતો

બૈરન દ્વીપનું કુલ ક્ષેત્રફળ 8.34 વર્ગ કિલોમીટર છે અને નજીકની વસાહત સ્વરાજ ટાપુ (હેવલોક ટાપુ) અને નારકોંડમ લુકઆઉટ પોસ્ટ છે. સરકારી ડેટા અનુસાર બૈરન આઇલેન્ડ પર પ્રથમ જ્વાળામુખી વિસ્ફોટ 1787 માં નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ 1991, 2005, 2017, 2022 અને આ વર્ષે સપ્ટેમ્બર અને નવેમ્બરમાં હળવા વિસ્ફોટ થયા હતા.

ન્યૂ યર જીવનશૈલી પ્રવાસ