વધેલી રોટલીમાંથી બનાવો ટેસ્ટી ડીશ, માસ્ટરશેફ પાસેથી જાણો રેસીપી

Leftover Roti Recipe : વાસી રોટલી ફેંકવાને બદલે તમે નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી વાનગી બનાવી શકો છો. તેને ખાધા પછી કોઈ નહીં કહી શકે કે રાતની વધેલી રોટલીમાંથી તમે તૈયાર કર્યો છે. માસ્ટર શેફ પંકજ ભદોરિયા રેસીપી શેર કરી છે

Leftover Roti Recipe : વાસી રોટલી ફેંકવાને બદલે તમે નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી વાનગી બનાવી શકો છો. તેને ખાધા પછી કોઈ નહીં કહી શકે કે રાતની વધેલી રોટલીમાંથી તમે તૈયાર કર્યો છે. માસ્ટર શેફ પંકજ ભદોરિયા રેસીપી શેર કરી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Leftover Roti Recipe, Leftover Roti

વાસી રોટલી ફેંકવાને બદલે તમે નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી વાનગી બનાવી શકો છો (તસવીર - ફ્રીપિક)

Leftover Roti Recipe : રોટલી વગર થાળી અધૂરી ગણાય છે. ક્યારેક કોઈને ભૂખ વધારે લાગે છે તો ક્યારેક બહુ ઓછી. આવી સ્થિતિમાં ઘણી વખત રાત્રે રોટલીઓ બચી જાય છે. મોટાભાગવા લોકો વધેલી રોટલીઓ ફેંકી દે છે. કારણ કે જ્યારે તેને ફરીથી ગરમ કરવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ યોગ્ય રહેતો નથી. આવી સ્થિતિમાં અમે અહીં તમારા માટે એક એવી રેસીપી લાવ્યા છીએ. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

Advertisment

માસ્ટરશેફ પંકજ ભદોરિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેને શેર કર્યો છે. તે સ્વાદમાં એટલી અદ્ભુત છે કે તમે રેસ્ટોરન્ટનો સ્વાદ ભૂલી જશો. એટલું જ નહીં જો બાળકો તેને ખાય છે, તો તેઓ તેને વારંવાર ખાવાની માંગ કરશે. આવો જાણીએ તેના વિશે.

વાસી રોટલીમાંથી બનાવો પકોડા

  • 2-3 મધ્યમ કદના બટાકા
  • 1 ચમચી લીલા ધાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી ચિલી ફ્લેક્સ
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ઝીણું સમારેલું લીલું મરચું
  • 2 ચમચી ચણાનો લોટ
  • 1/4 ચમચી અજમો
  • 1 ચમચી જીરું
  • ચપટી હળદર
  • તેલ
  • 1 કપ પાણી

વાસી રોટલીના પકોડા કેવી રીતે બનાવવા

વાસી રોટલીમાંથી પકોડા બનાવવા માટે, પહેલા થોડા બટાટા બાફી લો. તેને છોલીને મેશ કરી લો. તેમાં 1 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. તે પછી તેમાં મીઠું, ચિલી ફ્લેક્સ, લાલ મરચાં પાવડર અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરો. બધી જ સામગ્રીને મિક્સ કરી લો.

Advertisment

આ પણ વાંચો - કેળાને લાંબા સમય સુધી ફ્રેશ કેવી રીતે રાખવા? અહીં જાણો ઘરેલું ઉપાય

આ પછી બાઉલમાં 2 મોટી ચમચી ચણાનો લોટ ઉમેરો. તે પછી તેમાં 1/4 ચમચી અજમો, થોડું જીરું ઉમેરો. સ્વાદ વધારવા માટે ચિલી ફ્લેક્સ અને મીઠું ઉમેરો. પછી તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં, હળદર પાવડર ઉમેરો. તેમાં પાણી ઉમેરીને ખીરું બનાવો. ઉપર એક ચપટી બેકિંગ સોડા નાખો. રાતની વધેલી રોટલી પર મેશ કરેલા બટાકા મૂકો. હવે રોટલીમા 6 ટુકડા કરી લો. એક કઢાઇમાં તેલ ગરમ કરો. રોટલી અને બટાકાના ટુકડાને ચણાના લોટના ખીરામાં ડૂબાડો. પછી તળવા માટે પેનમાં મૂકો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો. આ પછી ગરમ ગરમ પીરસો.

ભોજન રેસીપી જીવનશૈલી