બટાકાની ક્રિસ્પી વેફર ઘરે જ બનાવો, બજારમાંથી ખરીદવાની જરુર પડશે નહીં

Bataka Wafers Recipe : બટાકાની વેફર તમે ઘરે જ સરળતાથી બનાવી શકો છો. ઘરે બનાવેલી વેફરનો પણ એકદમી ક્રન્ચી અને ટેસ્ટી સ્વાદ આવશે. અહીં રેસીપી જણાવી રહ્યા છીએ

Bataka Wafers Recipe : બટાકાની વેફર તમે ઘરે જ સરળતાથી બનાવી શકો છો. ઘરે બનાવેલી વેફરનો પણ એકદમી ક્રન્ચી અને ટેસ્ટી સ્વાદ આવશે. અહીં રેસીપી જણાવી રહ્યા છીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
potato chips, Bataka Wafers Recipe

Bataka Wafers Recipe : બટાકાની વેફર તમે ઘરે બનાવી શકો છો (ફાઇલ ફોટો)

Bataka Wafers Recipe in Gujarati : ઘણા લોકોને બટાકાની ચિપ્સ પસંદ હોય છે. આવી સ્થિતિમાં લોકો બજારમાંથી બટાકાની ક્રિસ્પી ચિપ્સ ખરીદે છે અને ખાય છે. જોકે બજારમાં મળતી ચિપ્સ ઘણી વખત અનહેલ્ધી પણ હોય છે. તમે તેને થોડા જ સમયમાં સરળતાથી ઘરે જ તૈયાર કરી શકો છો. આ ચિપ્સ સ્વાદમાં તેમજ કોઈપણ ભેળસેળ વિના શાનદાર બનશે.

Advertisment

બટાકાની ચિપ્સ બનાવવા માટેની સામગ્રી

  • 5 મોટા કદના બટાકા
  • 1 કપ પાણી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચાટ મસાલો
  • તેલ

ઘરે બટાકાની ચિપ્સ કેવી રીતે બનાવશો?

  • બટાકાની ચિપ્સ ઘરે તૈયાર કરવા માટે પહેલા બટાકાને ધોઈ લો અને તેને સારી રીતે છોલી લો. હવે સ્લાઇસરની મદદથી બટાકાને પાતળી સ્લાઇસમાં કાપી લો.
  • કાપેલા બટાકાની સ્લાઇસને ઠંડા પાણીમાં ઓછામાં ઓછા 30 મિનિટ સુધી પલાળી રાખો. આ વધારાનો સ્ટાર્ચને દૂર કરશે અને ચિપ્સને વધુ ક્રન્ચી બનાવશે. હવે બટાકાની સ્લાઈસને પાણીમાંથી કાઢીને સાફ કપડા પર પાથરીને સૂકવી લો.
  • હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં બટાટાની સ્લાઇસને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. તળેલી ચિપ્સને ટીશ્યુ પેપર પર કાઢી લો. આનાથી વધારાનું તેલ દૂર થઈ જશે. હવે તેની ઉપર સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો છાંટી સારી રીતે મિક્સ કરી લો.
Advertisment

આ પણ વાંચો - સોજી અપ્પમ રેસીપી, વરસાદની સિઝનમાં કરો ટ્રાય

ચિપ્સ બનાવતી વખતે ધ્યાનમાં રાખો આ વાતો

ચિપ્સ બનાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બટાકાની સ્લાઈસને જેટલી પાતળી રાખશો ચિપ્સ પણ તેટલી જ ક્રિસ્પી બનશે. તમે ચિપ્સને ઓવન કે એર ફ્રાયરમાં પણ બનાવી શકો છો. તમે ચિપ્સને થોડા સમય માટે એરટાઇટ કન્ટેનરમાં પણ સ્ટોર કરી શકો છો. ઘણા દિવસો સુધી ક્રિસ્પી બન્યા રહેશે.

ભોજન રેસીપી જીવનશૈલી