કેમિકલ વાળું બ્લીચ લગાવવાથી ચહેરા પર થાય છે બળતરા, ઘરે કુદરતી વસ્તુઓથી ફેસ બ્લીચ

Natural Bleachs For Face : કેમિકલવાળા બ્લીચ કેટલીકવાર ત્વચામાં બળતરા અથવા સમસ્યાઓનું કારણ બને છે. આવી સ્થિતિમાં તમે ઘરની કુદરતી વસ્તુઓમાંથી ફેસ બ્લીચ બનાવી શકો છો

Natural Bleachs For Face : કેમિકલવાળા બ્લીચ કેટલીકવાર ત્વચામાં બળતરા અથવા સમસ્યાઓનું કારણ બને છે. આવી સ્થિતિમાં તમે ઘરની કુદરતી વસ્તુઓમાંથી ફેસ બ્લીચ બનાવી શકો છો

author-image
Ashish Goyal
New Update
Homemade natural face bleach cream recipes | Chemical-free skin whitening home remedies | ઘરે નેચરલ ફેસ બ્લીચ બનાવવાની રીત | ડાઘ-ધબ્બા દૂર કરવાના કુદરતી ઉપાયો

તમે કુદરતી વસ્તુઓમાંથી ફેસ બ્લીચ બનાવી શકો છો Photograph: (ફ્રીપિક)

Natural Bleachs For Face : મહિલાઓ ઘણીવાર પાર્લરમાં જાય છે અને ફેસ બ્લીચ કરાવે છે. આ ચહેરા પરના અનિચ્છનીય વાળનો રંગ હળવો કરવામાં, ટેનિંગ ઘટાડવામાં,  ફોલ્લીઓ, ફ્રીકલ્સ અને ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. ઘણી સ્ત્રીઓ તે કરાવવામાં ડરતી હોય છે કારણ કે આ કેમિકલવાળા બ્લીચ કેટલીકવાર ત્વચામાં બળતરા અથવા સમસ્યાઓનું કારણ બને છે. આવી સ્થિતિમાં તમે ઘરની કુદરતી વસ્તુઓમાંથી ફેસ બ્લીચ બનાવી શકો છો.

Advertisment

ઘરે નેચરલ ફેસ બ્લીચ કેવી રીતે બનાવવું?

લીંબુ અને મધ બ્લીચ

ઘરે તમે લીંબુ અને મધથી બ્લીચ બનાવી શકો છો. લીંબુના રસમાં વિટામિન સી હોય છે. તેમાં એસ્કોર્બિક એસિડ હોય છે. તે નેચરલ સ્કિન બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે. તેમાં હાજર ઘટકો મેલેનિન ઓછું કરવામાં અને ત્વચાને હળવી બનાવવામાં મદદ કરે છે. મધ ચહેરા પર ચમક લાવવામાં મદદ કરે છે. બ્લીચ બનાવવા માટે આખું લીંબુ નિચોવી તેમાં મધ ઉમેરો. 10 થી 15 મિનિટ સુધી લગાવો અને ધોઈ લો.

બટાકા બ્લીચ

બટાકાના રસમાં હળવા બ્લીચિંગ ક્ષમતા હોય છે. તે હાયપરપિગમેન્ટેશન અને સ્કિન ટોનને હળવી કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેને બનાવવા માટે કાચા બટાકાની છાલ કાઢો અને છીણી લો. તે પછી તેનો રસ કાઢો. તેને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. તમે બટાકાની છાલ કાઢી તેને નાના-નાના ટુકડાઓમાં કાપી શકો છો અને તેને તમારા ચહેરા પર ઘસી શકો છો.

આ પણ વાંચો - રાત્રે સૂતા પહેલા આ 4 વસ્તુઓ ખાવાથી તરત જ આવી જશે ઊંઘ

પપૈયા અથવા અનાનસ બ્લીચ

પપૈયા અને અનાનસમાં ત્વચાને કુદરતી રીતે બ્લીચ કરવાની ક્ષમતા પણ હોય છે. પપૈયાની વાત કરીએ તો તેમાં પેપેન એન્ઝાઇમ્સ હોય છે જે સ્કિન પિગ્મેંટેશનને ઘટાડી શકે છે. જ્યારે અનાનાસમાં હાજર બ્રોમેલેન એક સારું એક્સ્ફોલિએટર છે જે તમારી ત્વચાની ટેન, ડેમેજને હટાવવામાં મદદ કરે છે. તેનાથી ચહેરાને બ્લીચ કરવા માટે પાકેલા પપૈયા અથવા અનાનસને મેશ કરો અને તેને તમારા ચહેરા પર લગાવો. તેને 20 મિનિટ માટે લગાવી રાખો અને પછી ધોઇ લો.

Advertisment

ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. આ માહિતી વ્યાવસાયિક તબીબી સલાહનો વિકલ્પ નથી. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

જીવનશૈલી