ગર્ભાવસ્થામાં સનસ્ક્રીન લગાવવી જોખમી છે? હેર કલર કરવો જોઇએ? જાણો પ્રેગનન્ટ મહિલાના બ્યુટી પ્રોડક્ટ સંબંધિત પ્રશ્નોના જવાબ

Beauty Tips For Pregnant Women : ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ પ્રેગનન્સીના પ્રથમ ત્રણ મહિનામાં ખાસ ધ્યાન રાખવું જોઇએ. ડૉ.સીમાના મતે કોઈપણ પ્રકારની બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતી વખતે બળતરા અથવા અસ્વસ્થતા લાગે તો તમારે સાવચેત થઇ જવું જોઇએ.

Written by Ajay Saroya
March 05, 2024 22:10 IST
ગર્ભાવસ્થામાં સનસ્ક્રીન લગાવવી જોખમી છે? હેર કલર કરવો જોઇએ? જાણો પ્રેગનન્ટ મહિલાના બ્યુટી પ્રોડક્ટ સંબંધિત પ્રશ્નોના જવાબ
પ્રેગનેન્સી દરમિયાન મહિલાએ હેલ્થનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. (Photo - Freepik)

Beauty Tips For Pregnant Women : ગર્ભાવસ્થાના 9 મહિના દરેક સ્ત્રી માટે ખૂબ જ નાજુક હોય છે. આ 9 મહિના દરમિયાન મહિલાને ઘણા પડકારોમાંથી પસાર થવું પડે છે, તેમના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ ફેરફારો દરમિયાન સ્કીન કેર સંબંધિત ચિંતા પણ ઘણીવાર પરેશાન કરે છે. એવું માનવામાં આવે છે કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની ત્વચામાં ઘણા ફેરફારો થાય છે, આવી સ્થિતિમાં સ્કીન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ તેમી માટે હાનિકારક સાબિત થઇ શકે છે. શું આ વાત ખરેખર સાચી છે? જાણો સ્કીન એક્સપર્ટ્સ પાસેથી

સ્કીન એક્સપર્ટ્સ શું કહે છે?

તાજેતરમાં સ્ક્રીન એક્સપર્ટ્સ આંચલ પંથે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે પ્રેગ્નન્સી દરમિયાન સ્કીન કેર સાથે જોડાયેલી કેટલીક સામાન્ય માન્યતાઓ વિશે જાણકારી આપી છે. ચાલો જાણીયે વિગતવાર

માન્યતા 1: ગર્ભાવસ્થા દરમિયાન હેર રિમૂવ ન કરવા જોઈએ

આ અંગે ડર્મેટોલોજિસ્ટ કહે છે કે, પ્રેગ્નન્સી દરમિયાન હેર રિમૂવ કરવા સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ જ પ્રશ્નનો જવાબ આપતાં, ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની ખાસ વાતચીત દરમિયાન, ગુરુગ્રામની સીકે ​​બિરલા હોસ્પિટલના કન્સલ્ટન્ટ અને ડર્મેટોલોજિસ્ટ એક્સપર્ટ્સ ડૉ. સીમા ઓબેરોય લાલે કહ્યું કે, ‘સગર્ભા સ્ત્રીઓ તેમના શરીર પરથી હેર રિમૂવ કરી શકે છે અને આ માટે તેઓ વેક્સ કે થ્રેડ કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. પ્રેગનન્ટ સ્ત્રીઓ માટે તેમની સ્વચ્છતાની કાળજી લેવી પણ મહત્વપૂર્ણ છે, જો કે, આ માટે હાર્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળો. જો તમે કોઈપણ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરતી વખતે બળતરા અથવા અસ્વસ્થતા કે હેલ્થ પ્રોબ્લમ લગે તો તમારે સાવચેત રહેવું જરૂરી છે.

માન્યતા 2: હેર કલર નુકસાનકારક હોઈ શકે છે

ડર્મેટોલોજિસ્ટ આંચલ પંથના મતે, ગર્ભાવસ્થા દરમિયાન ક્યારેક ક્યારેક વાળમાં હાઈ લાઈટ્સ અથવા રૂટ ટચ અપ કરવું સુરક્ષિત છે. ઉપરાંત ડો. સીમા જણાવે છે કે, ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ રીતે હેર કલર કરવાથી બચવું વધુ સારું છે. ખાસ કરીને પ્રેગ્નન્સીના પ્રથમ ત્રણ મહિના દરમિયાન કોઈપણ પ્રકારનો હેર કલર કરવો નહીં. હકીકતમાં આ સમયગાળા દરમિયાન, બાળકના અંગોનો વિકાસ થાય છે (ઓર્ગોજેનેસિસ), આથી હેર કલર કરવાથી કેમિકલ રિએક્શન થવાનું જોખમ રહે છે, જે માતા અને બાળક બંને માટે નુકસાનકારક હોઈ શકે છે.

ડો. લાલ ઉમેરે છે કે, જો તમારા વાળ વધારે સફેદ દેખાતા હોય અને તમે હેર કલર કરવાનું ટાળી શકતા નથી તો આવી સ્થિતિમાં હેર ડાઇ માથાની ચામડીને અડે નહીં તેનું ધ્યાન રાખો. જો હેર કલર લગાવ્યા બાદ ચામડી પર ચકમા, સોજો કે અન્ય કોઇ સમસ્યા થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

ઉપરાંત, ગર્ભાવસ્થા દરમિયાન કેરાટિન અને રિબોન્ડિંગ જેવી ટ્રિટમેન્ટ કરવાનું ટાળો. કારણ કે તેમાં મોટાભાગે ફોર્માલ્ડીહાઈડ હોય છે, જે બાળકના વિકાસ માટે હાનિકારક હોઈ શકે છે.

માન્યતા 3: પ્રેગ્નન્સી દરમિયાન આઈબ્રો થ્રેડીંગ કરાવવી જોઇએ નહીં

આ અંગે ડો. લાલ અને આંચલ પંથ બંને કહે છે કે જ્યાં સુધી થ્રેડીંગ ક્લીન અને સ્વચ્છ રીતે કરવામાં આવે છે ત્યાં સુધી તે ગર્ભવતી મહિલાઓ માટે સંપૂર્ણપણે સલામત છે. પ્રેગનન્ટ મહિલા જ્યારે ઇચ્છે ત્યારે આઇબ્રો થ્રેડીંગ કરાવી શકે છે.

માન્યતા 4 : કોઈપણ સ્કીન કેર પ્રોડક્ટનો ઉપયોગ કરવો નહીં

આ અંગે ડૉ.લાલ કહે છે કે, કોઈ પણ સંજોગોમાં રેટિનોઈડ કે વિટામિન એ આધારિત પ્રોડક્ટનો ઉપયોગ કરશો નહીં. તે સામાન્ય રીતે એન્ટિ-એજિંગ અને એન્ટિ-એક્ને ક્રીમમાં હોય છે. ઉપરાંત, હાઇડ્રોક્વિનોન, આર્બુટિન અને અહીંયા સુધી હેવી મિનરલ મેકઅપ વાળા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ.

આ પણ વાંચો | શું તમારે ત્વચા પર આખી રાત ગ્લિસરીન લગાવી રાખવું જોઈએ?

માન્યતા 5 : સનસ્ક્રીનનો ઉપયોગ કરશો નહીં

ડૉ. લાલ પ્રેગનન્ટ સ્ત્રીઓને સૂર્યના તડકાથી બચાવવા માટે ફિઝિકલ સનસ્ક્રીન લગાવવાની સલાહ આપે છે. આ પ્રકારની સનસ્ક્રીન ક્રીમમાં સામાન્ય રીતે માઇક્રોનાઇઝિંગ ઓક્સાઇડ અથવા આયર્ન ઓક્સાઇડ હોય છે. જો કે કેમિકલવાળી સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ.

(Disclaimer: આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ