/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-60.jpg)
બીયર એક પ્રકારનું માદક પીણું છે.
Beer Health Benefits And Side Effects : આંતરરાષ્ટ્રીય બીયર દિવસ ઓગસ્ટ મહિનાના પ્રથમ શુક્રવારે ઉજવાય છે.આંતરરાષ્ટ્રીય બીયર દિવસની ઉજવણી કેલિફોર્નિયાના સાંતાક્રુઝથી શરૂ થઈ હતી. આ દિવસની ઉજવણીનો હેતુ તમારા પરિવાર અને મિત્રો સાથે બીયર પીવાની ઉજવણી કરવાનો છે. આ દિવસે લોકો તેમના મિત્રો સાથે મળીને બીયર પીવે છે અને બીયર ડે ઉજવે છે. પશ્ચિમના દેશો સહિત ભારતમાં પણ બીયર પીવાનું કલ્ચર વધી રહ્યું છે. બીયર એક એવું માદક પીણું છે જેનું સેવન અમુક લોકો શોખ તરીકે કરે છે તો કેટલાક લોકો સ્વાસ્થ્ય સમસ્યાઓના ઈલાજ માટે પીતા હોય છે.
વિશ્વના આ શહેરો બીયર માટે પ્રખ્યાત
દુનિયાના ઘણા દેશો તેમના બીયર કલ્ચર માટે પ્રખ્યાત છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન, ચીન, જર્મની, રશિયા, અમેરિકાના ઘણા રાજ્યો જેવા કે કેલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડા, પેન્સિલવેનિયા અને ન્યૂયોર્ક બીયર કલ્ચર માટે સૌથી પ્રખ્યાત છે. વિશ્વમાં વાઇનની સરખામણીમાં બિયર ચાર ગણી વધારે વેચાય છે. તે વિશ્વનું બીજું સૌથી લોકપ્રિય પીણું છે.
બીયર પીવાના ફાયાદા
ઘણીવાર લોકો પાર્ટીમાં સેલિબ્રેશન માટે બીયર પીતા હોય છે. ક્યારેક ક્યારેક મર્યાદિત માત્રામાં બીયરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. જે લોકોને હાઈ બ્લડ સુગર હોય છે તેઓ જો મર્યાદિત પ્રમાણમાં લો સુગર બીયરનું સેવન કરે તો બ્લડ સુગરનું જોખમ ઘટાડી શકે છે. બીયરનું સેવન કરવાથી સ્ટ્રોક, હાર્ટ એટેકની શક્યતા ઘટી જાય છે. તેમાં વિટામીન-બી હોય છે, જેમાં ભરપૂર ફોલિક એસિડ હોય છે.
બીયરમાં ઘુલનશીલ ફાઇબર હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરે છે. બીયરનું સેવન કરવાથી આંખોનું તેજ વધ છે. માનસિક તંદુરસ્તી વધારવામાં બીયરનું સેવન અત્યંત અસરકારક સાબિત થાય છે. તણાવ દૂર કરવા અને યાદશક્તિ વધારવા માટે બીયરનું સેવન ફાયદાકારક હોય છે. બીયર પાર્કિસન્સ અને અલ્ઝાઇમર જેવી મગજની બીમારીઓથી પણ બચાવે છે.
આ પણ વાંચોઃ ઘઉંનું સેવન ન કરવાથી શરીરમાં થાય આટલા ફેરફાર, જાણો ફાયદા-ગેરફાયદા
બીયર પીવાના ગેરફાયદા
બીર પીવાથી શરીરને ફાયદાની સાથે સાથે ગેરફાયદા પણ થાય છે. અત્યંત સ્વાદિષ્ટ બીયરનું સતત સેવન કરવાથી ઘણા ક્રોનિક બીમારીનું જોખમ વધી શકે છે. બીયરનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર અને કિડનીની બીમારી થઈ શકે છે. બીયર પીવાથી કિડની પર દબાણ આવે છે અને તેને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે વધુ મહેનત કરવી પડે છે. બીયરનું સેવન કરવાથી શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા વધી શકે છે. દરરોજ બિયર પીવાથી શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ થઈ શકે છે. બીયરનું સેવન કરવાથી યુરિક એસિડનું લેવલ ઝડપથી વધવા લાગે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us