બીટરૂટ સાથે આ વસ્તુ મિક્સ કરી લગાવો, ઘરે જ ચહેરો ગુલાબી જેવો ચમકશે!

બીટરૂટ (Beetroot) એક હર્બલ ઘટક ફક્ત શરીર માટે જ નહીં, પણ સ્કિનની સુંદરતા વધારવા માટે પણ ખૂબ અસરકારક છે. અહીં જાણો બીટરૂટ સાથે ઘરગથ્થુ વસ્તુઓ ભેળવીને તમે ચહેરા પર ફેશિયલની જેમ ગુલાબી ચમક કેવી રીતે મેળવી શકો છો.

Written by shivani chauhan
June 13, 2025 15:05 IST
બીટરૂટ સાથે આ વસ્તુ મિક્સ કરી લગાવો, ઘરે જ ચહેરો ગુલાબી જેવો ચમકશે!
બીટરૂટ સાથે આ વસ્તુ મિક્સ કરી લગાવો, ઘરે જ ચહેરો ગુલાબી જેવો ચમકશે!

આજકાલ, પ્રદૂષણ, તણાવ અને ખરાબ ખાવાની આદતોને કારણે ત્વચાની ચમક જાળવી રાખવી મુશ્કેલ બની ગઈ છે. આ સ્થિતિમાં, ઘણા લોકો મોંઘી ક્રીમ પાછળ દોડે છે. પરંતુ, તેમની જરૂર રહેશે નહીં. બીટરૂટ (Beetroot) તમારા રસોડામાંથી એક વસ્તુ જે ગુલાબી ચમક મેળવવાની સિક્રેટ ચાવી બની શકે છે.

બીટરૂટ (Beetroot) એક હર્બલ ઘટક ફક્ત શરીર માટે જ નહીં, પણ સ્કિનની સુંદરતા વધારવા માટે પણ ખૂબ અસરકારક છે. અહીં જાણો બીટરૂટ સાથે ઘરગથ્થુ વસ્તુઓ ભેળવીને તમે ચહેરા પર ફેશિયલની જેમ ગુલાબી ચમક કેવી રીતે મેળવી શકો છો.

ખીલ મટાડવાનો ઘરેલુ ઉપચાર (Home Remedies for Acne)

  • 2 ચમચી બેકિંગ પાવડર
  • 1ચમચી લીમડાનો પાવડર
  • 2 ચમચી બીટરૂટ પાવડર
  • 2 ચમચી ગુલાબજળ

બધી સામગ્રી મિક્સ કરો અને ચહેરા પર લગાવો. 10-15 મિનિટ રહેવા દો અને હૂંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એક વાર ઉપયોગ કરવાથી ખીલ ઓછા થશે.

ગ્લોઈંગ સ્કિન કેર ટિપ્સ (Glowing Skin Care Tips)

  • 2 ચમચી દહીં
  • 1 ચમચી મધ
  • છીણેલું બીટરૂટ

આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી તેને પાણીથી ધોઈ લો. તમારી સ્કિન પર તરત જ ગુલાબી ચમક આવશે.

તણાવમાંથી જલ્દી મળશે રાહત, આ મેન્ટલ હેલ્થ ટિપ્સ અપનાવો

ઓઈલી સ્કિન માટે ટિપ્સ (Tips for Oily Skin)

  • 2 ચમચી બીટરૂટ પાવડર
  • 1ચમચી મુલતાની માટી
  • 2 ચમચી ગુલાબજળ

પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાઈ જાય ત્યારે ધોઈ લો. તે ત્વચામાંથી વધારાનું તેલ શોષી લે છે.

ડ્રાય સ્કિન માટે ટિપ્સ (Tips for Dry Skin)

  • છીણેલું બીટરૂટ
  • 2 ચમચી એલોવેરા જેલ

મિશ્રણને ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. તેને ઠંડા પાણીથી ધોઈ લો. ડ્રાય સ્કિનમાં કોમળતા અને ચમક લાવે છે.

બીટરૂટ ફેસ પેક સ્કિનને ગુલાબી ચમક તો આપે જ છે, સાથે જ સ્કિનને ઊંડે સુધી પોષણ પણ આપે છે. મધ, લીમડો, દહીં, એલોવેરા, મુલતાની માટી જેવા કુદરતી ઘટકો સાથે તેને ભેળવીને, તમે તમારી સ્કિનના પ્રકાર અનુસાર એક અદ્ભુત સ્કિનકેર ટિપ્સ અપનાવી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ