નાસ્તામાં ટ્રાય કરો બીટરૂટના ચીલા, તે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે બેસ્ટ

Beetroot Chilla Recipe : જો તમે દરરોજ એક જ જેવો નાસ્તો ખાઈને કંટાળી ગયા છો તો તમે બીટરૂટ ચીલા ટ્રાય કરી શકો છો. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ છે. તે બનાવવા પણ એકદમ સરળ છે

Beetroot Chilla Recipe : જો તમે દરરોજ એક જ જેવો નાસ્તો ખાઈને કંટાળી ગયા છો તો તમે બીટરૂટ ચીલા ટ્રાય કરી શકો છો. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ છે. તે બનાવવા પણ એકદમ સરળ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Beetroot Chilla Recipe

બીટરૂટ ચીલા રેસીપી નાસ્તામાં ટ્રાય કરો (ફોટો: પિન્ટરેસ્ટ)

Beetroot Chilla Recipe : સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે, જે આખો દિવસ શરીરને એનર્જી આપે છે. જો તમે દરરોજ એક જ જેવો નાસ્તો ખાઈને કંટાળી ગયા છો તો તમે બીટરૂટ ચીલા ટ્રાય કરી શકો છો. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ છે. તે બનાવવા પણ એકદમ સરળ છે.

Advertisment

બીટમાં ઘણા પોષક તત્વો હોય છે

બીટરૂટમાં આયર્ન, ફોલેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર, વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે શરીર માટે ફાયદાકારક છે. તે શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે તેમજ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

બીટરૂટ ચીલા બનાવવા માટેની સામગ્રી

  • 1 બીટરૂટ
  • 1 કપ ચણાનો લોટ
  • અડધો કપ સોજી
  • ઝીણી સમારેલી ડુંગળી
  • લીલા મરચાં,
  • આદુની પેસ્ટ
  • મીઠું
  • તેલ
  • કોથમીર
  • પાણી

બીટરૂટ ચીલા બનાવવાની રીત

બીટરૂટ ચીલા બનાવવા માટે પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ, સોજી અને છીણેલું બીટરૂટ નાખો. તેમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદુની પેસ્ટ, મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરો. હવે તેમાં પાણી ઉમેરો અને એક જાડું ખીરું બનાવો અને તેને લગભગ 10-12 મિનિટ સુધી મુકી રાખો.

Advertisment

આ પણ વાંચો - દાલ ફ્રાય રેસીપી, ઘરે પણ ઢાબા જેવી સ્વાદીષ્ટ બનશે

હવે એક નૉન-સ્ટીક તવો ગરમ કરી તેની પર થોડું તેલ લગાવી લો. તે પછી આ ખીરાને તવા પર પાથરી લો. તેને બંને બાજુએથી હલકા સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. આ રીતે તમારા ચીલા સરળતાથી તૈયાર થઈ જશે.

જીવનશૈલી ભોજન રેસીપી