shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Beetroot-puri-recipe-in-gujarati.jpg)
Beetroot puri recipe in gujarati
Beetroot Puri Recipe In Gujarati | બીટ (Beetroot) સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી માનવામાં આવે છે, પરંતુ ઘણા લોકો એકલું બીટ ખાવાનું ગમતું નથી, એવામાં તમે બીટમાંથી કોઈ યુનિક રેસીપી બનાવી તેનો આનંદ માણી શકો છો, તમે બપોરના ભોજનમાં બીટરૂટ પુરી બનાવી શકો છો. જે ખુબજ ટેસ્ટી બને છે,
Advertisment
બીટ અને લોટમાંથી બનેલી આ પુરીનો કલર રેડ હોય તે હિમોગ્લોબીન વધારમાં મદદ કરી શકે છે. જો તમારું બાળક બીટ ખાતું નથી તો તમે બીટ પુરી બનાવી શકો છો અને તમારી મનગમતી સબ્જી સાથે સર્વ કરી શકો છો. અહીં જાણો બીટરૂટ પુરી રેસીપી
બીટરૂટ પુરી રેસીપી
બીટરૂટ પુરી રેસીપી સામગ્રી
- 2 કપ લોટ
- 1 બીટ
- 1/2 ચમચી અજમો
- 2 લીલા મરચા
- એક નાનો ટુકડો આદુ
- મીઠું - સ્વાદ મુજબ
- પાણી - જરૂર મુજબ
- તેલ - જરૂર મુજબ
બીટરૂટ પુરી બનાવાની રીત
- બીટરૂટ પુરી બનાવવા માટે સૌપ્રથમ બીટરૂટ છોલી લો. તેને નાના ટુકડા કરી મિક્સર જારમાં નાખો. તેમાં લીલા મરચાં અને આદુનો નાનો ટુકડો ઉમેરો. તેને પીસી લો. હવે, એક બાઉલમાં લોટ નાખો, તેમાં મીઠું અને અજમો ઉમેરો.
- 2 ચમચી તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. પછી, તેમાં બીટરૂટનું મિશ્રણ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરો અને લોટ ભેળવો. લોટને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દો.
- હવે એક પેન ગરમ કરો અને તેમાં તેલ ઉમેરો. કણકના નાના ગોળા બનાવો. તેને વેલણથી પાતળા, ગોળ પુરીઓમાં ફેરવો. તેને તેલમાં મૂકો અને તળો. આ રીતે તમે પુરીઓ તૈયાર કરી શકો છો.
Advertisment


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us