Bhagyashree Gulabi Skin : ગુલાબી ત્વચા મેળવવાનું સપનું બધાનું હોય છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની ત્વચા ચમકેલી બને. પરંતુ તે માત્ર ત્વચાની સંભાળ સાથે સંબંધિત નથી તમારા આહાર સાથે પણ સંબંધિત છે. અભિનેત્રી ભાગ્યશ્રી ચમકતી ત્વચા મેળવવા માટે બીટરૂટ રાયતું ખાય છે અને કહે છે કે તેનાથી તેની ત્વચામાં ઘણો ફરક પડે છે. આ ત્વચાની રચનામાં સુધારો કરે છે, એટલું જ નહીં ત્વચાની સમસ્યાઓ પણ ઓછી થાય છે. તો ચાલો જાણીએ બીટરૂટ રાયતું બનાવવાની રીત અને તેની રેસીપી શું છે.
બીટરૂટ રાયતું સામગ્રી
- બીટને છીણી લો
- દહીં
- મીઠું
- હીંગ
- રાઇ
- મીઠો લીમડો
- ધાણા,
- લાલ મરચું
- તલ
- અખરોટ
બીટરૂટ રાયતા રેસીપી કેવી રીતે બનાવવી
- બીટને દહીંમાં મિક્સ કરો.
- મીઠું નાખો અને તેને રાયતામાં મિક્સ કરી લો.
- એક કઢાઇમાં થોડી હીંગ, રાઇ, મીઠો લીમડો, લાલ મરચું અને તલ મિક્સ કરો.
- તેનો વઘાર કરો.
- તેમાં ધાણા અને અખરોટ ઉમેરો.
- ત્યારબાદ આ રાયતાને સર્વ કરો.
આ પણ વાંચો – વિટામિન B12 ની ઉણપ થતા હાથ-પગમાં જોવા મળે છે આ 2 લક્ષણ, આ રહી સારવારની રીત
સ્કીન માટે બીટરૂટ રાયતાના ફાયદા
- બીટરૂટ રાયતું ખાવું ત્વચા માટે ખૂબ જ લાભકારી હોય છે. તે ફ્લેવોનોઇડ્સ અને એન્ટીઓકિસડન્ટથી સમૃદ્ધ છે જે ત્વચાને સુધારવામાં મદદરૂપ છે.
- તે બ્લડ સર્કુલેશનને ઝડપી બનાવવામાં મદદગાર છે, જે ત્વચામાં ગુલાબી રંગને જાળવી રાખવામાં મદદ કરે છે.
- તેનાથી સ્કિનની બનાવટ સારી રહે છે, સ્કિનમાં કરચલીઓ અને ફાઇન લાઇન્સની સમસ્યા રહેતી નથી.
- તેનાથી ત્વચાના છિદ્રો ખુલ્લા રહે છે, ત્વચામાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે અને ત્વચા સ્વસ્થ રહે છે.
- દહીં ત્વચાને હાઇડ્રેટ કરવામાં અને પછી મોઇશ્ચરાઇઝ કરવામાં મદદરૂપ થાય છે.
- તેનાથી ત્વચામાં નમી રહે છે અને ત્વચાને મુલાયમ અને સુંદર બનાવે છે.
આમ બીટરૂટ રાયતું ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તો આ રીતે તમે બીટનું રાયતું ખાઈ શકો છો જે પાચન તંત્રને સ્વસ્થ રાખવાની સાથે પાચનક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થાય છે. આ સિવાય વજન ઘટાડવામાં પણ ઝડપ લાવી શકે છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે અને પછી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવે છે.





