માત્ર 20 રૂપિયા ચહેરો ચમકી જશે! બીટનો ગ્લોઈંગ સ્કિન કેર માટે આ રીતે કરો ઉપયોગ

બીટરૂટનો ઉપયોગ કરવાના ફાયદા | બીટરૂટ ફક્ત ચહેરા માટે જ નહીં પરંતુ શરીર માટે પણ એક ઉત્તમ ક્લીન્ઝર તરીકે કામ કરે છે. તે ખીલ, ડાઘ અને રંગદ્રવ્ય દૂર કરે છે અને તમને તેજસ્વી, ગ્લોઈંગ સ્કિન આપે છે. સ્કિનકેર માટે બીટનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

Written by shivani chauhan
August 21, 2025 17:32 IST
માત્ર 20 રૂપિયા ચહેરો ચમકી જશે! બીટનો ગ્લોઈંગ સ્કિન કેર માટે આ રીતે કરો ઉપયોગ
Beetroot For Skincare

Beetroot For Skincare | તમે બીટરૂટ (beetroot) ના ફાયદાઓ વિશે થોડું સાંભળ્યું જ હશે. ઘણા પોષક તત્વોથી ભરપૂર, બીટરૂટ ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો તેનો નિયમિત ઉપયોગ સ્કિનનો કલર વધારવા માટે કરે છે. બીટરૂટ ખાવાથી અને તેને બહારથી લગાવવાથી સ્કિન ચમકતી થાય છે.

તે ફક્ત ચહેરા માટે જ નહીં પરંતુ શરીર માટે પણ એક ઉત્તમ ક્લીન્ઝર તરીકે કામ કરે છે. તે ખીલ, ડાઘ અને રંગદ્રવ્ય દૂર કરે છે અને તમને તેજસ્વી, ગ્લોઈંગ સ્કિન આપે છે. સ્કિનકેર માટે બીટનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

સ્કિનકેર બીટરૂટનો ઉપયોગ કરવાના ફાયદા

  • બીટરૂટ અને દહીં : બે ચમચી બીટરૂટના રસને દહીંમાં મિક્સ કરો. આ પેકને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. આના નિયમિત ઉપયોગથી ખીલ અને તેના ડાઘ દૂર કરવામાં મદદ મળશે.
  • બીટરૂટ અને એલોવેરા : બીટરૂટના રસમાં થોડી એલોવેરા જેલ મિક્સ કરો અને તેને તમારા ચહેરા પર લગાવો. તમે આ પેક અઠવાડિયામાં એક કે બે વાર લગાવી શકો છો.
  • બીટરૂટ અને દૂધ : એક ચમચી દૂધમાં 3 ચમચી નારિયેળ તેલ અને 2 ચમચી બીટરૂટનો રસ મિક્સ કરો. આ પેકને તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથે માલિશ કરો. 15 મિનિટ પછી તેને ધોઈ લો. તમારા ચહેરા પરના કાળા ડાઘ અને શુષ્ક ત્વચાથી છુટકારો મેળવવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર તેનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
  • બીટરૂટ અને મુલતાની માટી : શુ તમારી સ્કિન તૈલી છે? તો પછી તમે બે ચમચી ડ્રાય બીટરૂટ પાવડરમાં એક ચમચી મુલતાની માટી અને બે ચમચી ગુલાબજળ મિક્સ કરી શકો છો. આને તમારી સ્કિન પર લગાવો અને સુકાઈ ગયા પછી ધોઈ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ