Summer Health Tips: ડાયાબિટીસ દર્દી માટે ગુણકારી છે આ શરબત, ખાલી પેટે પીવાથી થશે 5 ફાયદા, જાણો રેસીપી

Bael Syrup Benefits For Diabetes Patient: ઉનાળામાં ખાલી પેટ બીલાનું શરબત પીવાથી શરીરને ઠંડક મળે અને પાચન સુધરે છે. ડાયાબિટીસ દર્દીઓ માટે પણ આ શરબત ગુણકારી છે. ચાલો બીલાનું શરબત બનાવવાની રીત

Bael Syrup Benefits For Diabetes Patient: ઉનાળામાં ખાલી પેટ બીલાનું શરબત પીવાથી શરીરને ઠંડક મળે અને પાચન સુધરે છે. ડાયાબિટીસ દર્દીઓ માટે પણ આ શરબત ગુણકારી છે. ચાલો બીલાનું શરબત બનાવવાની રીત

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Bel Sharbat Recipe | Bel Sharbat Recipe Benefits | Bael Syrup Benefits

Bel Sharbat Recipe And Benefits: બીલાનું શરબત ઉનાળામાં પીવાથી શરીરને ઠંડક મળે છે. (Photo: Social Media)

Bael Syrup Benefits On Empty Stomach: સવારનો મંત્ર : સવારે ખાલી પેટ બીલા નું શરબત પીવાથી ઘણા ફાયદા થાય છે. તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. હકીકતમાં, બીલા એક પરંપરાગત અને આયુર્વેદિક ફળ છે, જે ઉનાળામાં ખાવામાં આવે છે. ખાલી પેટે તેનું સેવન કરવું વધુ સારું માનવામાં આવે છે. બીલા એટલે બીલી પત્રના ઝાડનું ફળ. જે દેખાવામાં જામફળ જેટલું મોટું ગોળ હોય છે.

Advertisment

બીલા પોષક તત્વથી ભરપૂર

બીલા વિટામિન સી, વિટામિન એ, બીટા કેરોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઇબર, આયર્ન અને એન્ટિઓક્સિડેન્ટ્સ સહિત અનેક પ્રકારના પોષક તત્વો હોય છે, જે પાચનમાં સુધારો કરે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો કરે છે.

પાચક તંત્ર સુધરે છે

બીલામાં નેચરલ ફાઇબર હોય છે, જે ગેસ, ડાયેરિયા, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓને ઘટાડવામાં મદદરૂપ થાય છે. સવારે ખાલી પેટ બીલાનું શરબત પીવાથી પાચન તંત્રમાં સુધારો થાય છે.

શરીરને ઠંડક આપે છે

ઉનાળાની ગરમીમાં બીલાનું શરબત ખૂબ જ ફાયદાકારક છે. તે પીવાથી શરીરમાં ઠંડક મળે છે અને શરીરમાં પાણીની કમી થતી નથી. બીલાનું શરબત પીવાથી હીટ સ્ટ્રોકથી બચી શકાય છે.

Advertisment

બોડી ડિટોક્સ કરે છે

બીલાનું શરબત પણ શરીરમાં રહેલી ગંદકીને સરળતાથી સાફ કરે છે. તે લીવર અને કિડનીને સાફ કરવામાં મદદ કરે છે.

બીલામાં નેચરલ સુગર હોય છે

બીલામાં નેચરલ સુગર હોય છે. ડાયાબિટીસ દર્દીઓ પણ તેનું સેવન કરી શકે છે. જો કે તેને ખાતા પહેલા એક વાર ડોક્ટરની સલાહ જરૂર લેવી.

બીલાનું શરબત કેવી રીતે બનાવવું?

બીલાનું શરબત બનાવવા માટે બીલાને વચ્ચેથી તોડો. બીલાની અંદરનો પલ્પ એક બાઉલમાં કાઢી લો, તેમાથી બીલાના બીયા અલગ કરી લો. હવે તેમાં થોડું પાણી ઉમેરીને સારી રીતે મેશ કરી લો. આ મિશ્રણને ચાળણી વડે ગાળી લો. હવે તમે તેને મીઠુ કરવા મધ કે ગોળ અને ટેસ્ટ માટેે સિંધવ મીટું ઉમેરી શકો છો. આ રીતે તમે બીલાનું શરબત ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો. બીલાના શરબતને ફ્રીજમાં ઠંડુ થવા મૂકો.

રેસીપી જીવનશૈલી ડાયાબિટીસ માટે આહાર