Milk : દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી શરીર પર કેવી અસર થાય છે?

Milk : સંતુલિત આહારમાં દૂધ એક મૂલ્યવાન ઉમેરો બની શકે છે, જે જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. જો કે, તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય જરૂરિયાતોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે.

Written by shivani chauhan
Updated : March 27, 2024 08:24 IST
Milk : દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી શરીર પર કેવી અસર થાય છે?
benefits of drinking milk daily : રોજ દૂધ પીવાના ફાયદા (Canva)

Milk : દૂધ(Milk) અનેક સ્વાસ્થ્ય લાભો માટે ધરાવે છે. તેનો ઉપયોગ આપણે દરરોજ કરીયે છીએ પરંતુ આજે ઘણી બધી આહાર પસંદગીઓ ઉપલબ્ધ છે, તેમાં શું રોજનું એક ગ્લાસ દૂધ પીવાથી મજબૂત હાડકાં અને સારા સ્વાસ્થ્યની ચાવી છે? જ્યારે તમે તમારા રૂટિનમાં એક ગ્લાસ દૂધનો સમાવેશ કરો છો ત્યારે તમારા શરીર પર શું થાય છે તે વિશે અહીં જાણો એક્સપર્ટ શું કહે છે?

benefits of drinking milk daily nutrients muscle building allergy symptoms health tips in gujarati
benefits of drinking milk daily : રોજ દૂધ પીવાના ફાયદા (Canva)

ઉજાલા સિગ્નસ ગ્રૂપ ઑફ હૉસ્પિટલ્સના ડાયેટિશ્યન એકતા સિંઘવાલએ દૂધ વિષે જણાવ્યું કે,

દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી કયા ફાયદા થાય છે?

  • દરરોજ એક ગ્લાસ દૂધ આવશ્યક પોષક તત્વોનું સમૃદ્ધ મિશ્રણ પ્રદાન કરે છે જે એકંદર સુખાકારીમાં ફાળો આપે છે.
  • દૂધ એ કેલ્શિયમ અને વિટામિન ડીનો કુદરતી સ્ત્રોત છે, જે મજબૂત હાડકાં અને દાંતની મજબૂતી અને જાળવણી માટે નિર્ણાયક પાવરહાઉસ છે.
  • દૂધમાં પ્રોટીનનું પ્રમાણ હોવાથી સ્નાયુઓની વૃદ્ધિ અને સમારકામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેનાથી તમે મજબૂત અને ઊર્જાવાન અનુભવો છો.
  • દૂધ વિટામિન B12 સહિત આવશ્યક વિટામિન્સ અને ખનિજો પૂરા પાડે છે, જે તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે અને બીમારી સામે તમારા શરીરની સુરક્ષા કરે છે.
  • દૂધ તમારા બોડીને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Palm Oil :શું ‘પામ ઓઇલ’ શરીર માટે હાનિકારક છે? એક્સપર્ટ શું કહે છે?

દરરોજ દૂધ પીવાના લાંબા ગાળા ફાયદા?

નિયમિત દૂધનું સેવન ઓસ્ટીયોપોરોસિસ જેવી લાંબાગાળાની બીમારીઓ, હાડકાંને નબળા પાડતી સ્થિતિ અને રક્તવાહિની રોગના વિકાસના ઓછા જોખમ સાથે સંકળાયેલ હોઈ શકે છે.દૂધમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી શરીરની શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.

કેટલાક લોકોને દૂધથી એલર્જી કે અન્ય સમસ્યા થઇ શકે છે જેમ કે,

  • કેટલીક વ્યક્તિઓમાં દૂધને પચાવવા માટે જરૂરી એન્ઝાઇમ લેક્ટેઝનો અભાવ હોય છે. આનાથી પેટનું ફૂલવું, ગેસ અને ઝાડા જેવી પાચનમાં તકલીફ થઈ શકે છે.
  • ઘણા લોકોને દૂધની એલર્જી હોય છે. દૂધમાં રહેલા પ્રોટીનની પ્રતિક્રિયા, પણ થઈ શકે છે. લક્ષણોમાં ફોલ્લીઓ, શિળસ અથવા એનાફિલેક્સિસનો સમાવેશ થઈ શકે છે, ગંભીર એલર્જીક પ્રતિક્રિયા જેને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હોય છે.
  • આખું દૂધસંતૃપ્ત ચરબી ધરાવે છે. સ્વાભાવિક રીતે ખરાબ ન હોવા છતાં, વધુ પડતું સેવન હ્રદય રોગમાં ફાળો આપી શકે છે, ખાસ કરીને જેઓ પહેલાથી ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્તરો ધરાવતા હોય.

આ પણ વાંચો: પ્લાસ્ટીકની બોટલમાંથી પાણી પીવું ઝેર સમાન, કેન્સર સહિત આટલી જીવલેણ બીમારી થવાનું જોખમ

સંતુલિત આહારમાં દૂધ એક મૂલ્યવાન ઉમેરો બની શકે છે, જે જરૂરી પોષક તત્વોનો ભંડાર આપે છે. જો કે, તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય જરૂરિયાતોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે.

જો તમે દૂધ પીધા પછી પાચન સંબંધી કોઈ અગવડતા અનુભવો છો, તો લેક્ટોઝ ઇન્ટોલરન્સ અથવા દૂધની એલર્જી વિશે ચર્ચા કરવા માટે ડૉક્ટર અથવા રજીસ્ટર્ડ ડાયટિશયનની સલાહ લો. હૃદયની ચિંતા ધરાવતા લોકો માટે, ઓછી ચરબીવાળું અથવા મલાઈ જેવું દૂધ પસંદ કરવું એ સ્વાસ્થ્યપ્રદ પસંદગી હોઈ શકે છે. યાદ રાખો, મધ્યસ્થતા એ ચાવી છે. તમે દરરોજ એક ગ્લાસ દૂધ પીય શકો છો, પરંતુ તમારા શરીરને અનુકૂળ આવે તે રીતે સેવન કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ