Black Raisins | સવારે પલાળેલા કાળા કિસમિસનું પાણી પીશો તો થશે અનેક સ્વાસ્થ્ય ફાયદા

નોઈડા સ્થિત ડાયેટિશિયન સુહાની સેઠ અગ્રવાલે સવારે પલાળેલા કાળા કિસમિસનું પાણી પીવાના ફાયદા સમજાવ્યા છે.

નોઈડા સ્થિત ડાયેટિશિયન સુહાની સેઠ અગ્રવાલે સવારે પલાળેલા કાળા કિસમિસનું પાણી પીવાના ફાયદા સમજાવ્યા છે.

author-image
shivani chauhan
New Update
સવારે પલાળેલા કાળા કિસમિસનું પાણી પીવાના ફાયદા

Black Raisins

Black Raisins Water Benefits In Gujarati | કાળા કિસમિસ (Black raisins) પોષક ફાયદાઓથી ભરપૂર છે. દરરોજ સવારે પલાળેલા કાળા કિસમિસનું પાણી પીવાથી અનેક સ્વાસ્થ્ય લાભો મળી શકે છે. વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર, આ પીણું એકંદર સ્વાસ્થ્યને સુધારવા માટે એક લોકપ્રિય પસંદગી બની ગયું છે.

Advertisment

નોઈડા સ્થિત ડાયેટિશિયન સુહાની સેઠ અગ્રવાલે સવારે પલાળેલા કાળા કિસમિસનું પાણી પીવાના ફાયદા સમજાવ્યા છે.

સવારે પલાળેલા કાળા કિસમિસનું પાણી પીવાના ફાયદા

  • પાચન સુધારે : કાળા કિસમિસમાં ડાયેટરી ફાઇબર હોય છે. આ પાચનમાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે. તેમાં પલાળેલું પાણી પીવાથી આ ફાઇબરનું વધુ સારી રીતે શોષણ થાય છે, જે નિયમિત આંતરડાની ગતિમાં મદદ કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
  • ઝડપી ઉર્જા પ્રદાન કરે : કિસમિસ ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સનો કુદરતી સ્ત્રોત છે. તે સવારે ઝડપથી ઉર્જા આપે છે. આ તમારા ચયાપચયને શરૂ કરવામાં અને દિવસભર તમારા ઉર્જા સ્તરને જાળવવામાં મદદ કરશે.
  • આયર્નથી ભરપૂર : કાળા કિસમિસનું પાણી આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે, જે એનિમિયા અટકાવવા માટે જરૂરી છે. તેને નિયમિત પીવાથી થાક ઓછો થાય છે. તે ખાસ કરીને ઓછા હિમોગ્લોબિન સ્તર ધરાવતા વ્યક્તિઓ માટે ફાયદાકારક છે.
  • એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર : કાળા કિશમિશમાં પોલીફેનોલ્સ જેવા એન્ટીઑકિસડન્ટ હોય છે, જે શરીરમાં ઓક્સિડેટીવ તણાવ અને બળતરા સામે લડવામાં મદદ કરે છે.
  • સ્કિનના ફાયદા : કાળા કિશમિશમાં જોવા મળતા વિટામિન અને એન્ટીઑકિસડન્ટો સ્વસ્થ, ચમકતી ત્વચામાં ફાળો આપી શકે છે. તેઓ મુક્ત રેડિકલ સામે લડે છે અને કોલેજન ઉત્પાદનને ટેકો આપે છે, જે ત્વચાની સ્થિતિસ્થાપકતા અને હાઇડ્રેશન માટે મહત્વપૂર્ણ છે.
  • શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે : પલાળેલા કાળા કિસમિસના પાણીમાં ડિટોક્સિફાઇંગ ગુણધર્મો હોવાનું માનવામાં આવે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં, કિડનીના કાર્યમાં સુધારો કરવામાં અને યકૃતને શુદ્ધ કરવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, તે શરીરની એકંદર કામગીરીમાં પણ સુધારો કરે છે.

તમારા રોજિંદા જીવનમાં પલાળેલા કાળા કિસમિસના પાણીનો સમાવેશ કરવો એ લાંબા ગાળે તમારા સ્વાસ્થ્યને સુધારવાનો એક સરળ અને અસરકારક રસ્તો છે. 8-10 કાળા કિસમિસને રાતોરાત એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટે તે પાણી પીવો.

Advertisment
જીવનશૈલી health tips