Health Tips : કાળા મરીના પાઉડરને ઘી સાથે ભેળવીને ખાવું કેટલું ફાયદાકારક? દરરોજ કેટલું સેવન કરવું?

Health Tips : ઘી અને કાળા મરીનું સેવન (Benefits Of Eating Ghee With Black Pepper) કરવાથી સાંધાના દુખાવામાં ઘણી હદ સુધી રાહત મળે છે.એટલું જ નહીં તેના સેવનથી તમારા બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલ કરી શકાય છે

Written by shivani chauhan
February 29, 2024 07:00 IST
Health Tips : કાળા મરીના પાઉડરને ઘી સાથે ભેળવીને ખાવું કેટલું ફાયદાકારક? દરરોજ કેટલું સેવન કરવું?
Benefits Of Eating Ghee With Black Pepper : કાળા મરી સાથે ઘી ખાવાના ફાયદા

Health Tips : દેશી ઔષધમાં ઘી (ghee) ના અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા કહ્યા છે. ઘણા નિષ્ણાતોએ શરીર માટે અસલી દેશી ઘીના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો છે. વજન ઘટાડવાથી લઈને ત્વચા અને વાળ સુધી, ઘી ઘણી બધી બાબતોમાં મદદ કરે છે. ઘીના પોતાના તો ઘણા ફાયદા છે, પરંતુ તેમાં કેટલીક ખાસ સામગ્રી ઉમેરવાથી આ ઘીનો ફાયદો (Benefits Of Ghee) વધુ વધી શકે છે. આવી જ એક જોડી કાળા મરી છે. વિનોદ અગ્રવાલ, એક આયુર્વેદ નિષ્ણાત, ઘી અને કાળા મરી (black pepper) ના મિશ્રણના ફાયદાઓ વિશે જણાવે છે. નિષ્ણાત કહે છે કે, સારી લાઇફસ્ટાઇલ, નિયમિત વ્યાયામ અને સ્વસ્થ આહાર સાથે ઘી અને કાળા મરીનું મિશ્રણ પાચન, રોગપ્રતિકારક શક્તિ અને એકંદર આરોગ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તેમના મતે, આવો જાણીએ આયુર્વેદમાં આ જાદુઈ મિશ્રણના કેટલાક ફાયદા અને તેનું સેવન કરવાની સાચી રીત વિશે.

Benefits Of Eating Ghee With Black Pepper health tips gujarati news
Benefits Of Eating Ghee With Black Pepper : કાળા મરી સાથે ઘી ખાવાના ફાયદા

કાળા મરીને ઘીમાં ભેળવીને ખાવાથી ફાયદા

સાંધાના દુખાવામાં રાહત મળશે

ઘી અને કાળા મરીનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં ઘણી હદ સુધી રાહત મળે છે. એટલું જ નહીં તેના સેવનથી તમારા બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલ કરી શકાય છે. આથી, આ સર્વગ્રાહી ઉપાય શરીરમાં બળતરા ઘટાડવા અને હાડકાંને મજબૂત કરવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આયુર્વેદ નિષ્ણાત અગ્રવાલ કહે છે તેમ, “શરીરમાં લાંબા સમય સુધી બળતરાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, સ્ટ્રોક, કેન્સર, ડાયાબિટીસ, સાંધાનો દુખાવો, ગરદનનો દુખાવો અને ઘૂંટણનો દુખાવો થઈ શકે છે.” ઘી અને કાળા મરીનું મિશ્રણ બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Health Tips : રસોઈ બનાવામાં માટે કયું તેલ વાપરવું જોઈએ? જાણો

હૃદય અને યકૃત માટે ફાયદાકારક

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. વધુમાં, તે ઊંઘના ચક્રને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ વાતને મંજૂરી આપતાં અગ્રવાલ કહે છે, “ઘી અને કાળા મરીનું સેવન હૃદય અને લીવર માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તે રક્ત પરિભ્રમણને વધારે છે, ઊંઘના ચક્રને નિયંત્રિત કરે છે અને અંગને નુકસાન થવાનું જોખમ ઘટાડે છે.”

રોગપ્રતિકારક શક્તિ અને મગજના કાર્યમાં મદદ કરે

અગ્રવાલ કહે છે કે ઘી અને કાળા મરીનું સેવન મગજના સ્વાસ્થ્ય માટે સારું છે. ઘી અને કાળા મરીનું સેવન કરવાથી મગજ તેજ અને સ્વસ્થ રહે છે. તે મેમરી અને કાર્યક્ષમતામાં સુધારો કરવામાં પણ મદદ કરી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે

કાળા મરી અને ઘીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

આંખોની દ્રષ્ટિ સુધારે

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, ઘીનું નિયમિત સેવન આંખોની રોશની સુધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ઘી એ વિટામિન A નો સારો સ્ત્રોત છે જે એકંદર આરોગ્યને સુધારે છે.

એન્જીયોજેનેસિસને પ્રોત્સાહન આપે

આ એક એવી પ્રક્રિયા છે જે શરીરને નવી રક્તવાહિનીઓ બનાવવા માટે સક્ષમ બનાવે છે. જો શરીરમાં એન્જીયોજેનેસિસ યોગ્ય રીતે કામ કરતું હોય, તો તે હૃદયને નવી રક્તવાહિનીઓ બનાવવા માટે સક્ષમ કરીને રક્ત પરિભ્રમણને સુધારે છે. બળતરા, ખરાબ ઊંઘ ચક્ર અને ડ્રગનું સેવન એન્જીયોજેનેસિસને વિક્ષેપિત કરી શકે છે અને અંગને નુકસાન પહોંચાડે છે. કાળા મરી અને ઘી મળીને શરીરમાં એન્જીયોજેનેસિસ પ્રક્રિયાને કંટ્રોલ કરવા માટે કામ કરી શકે છે.

આ પણ વાંચો: શું તમારા વાળ ખુબ ખરે છે? તો આજે જ કરાવો બ્લડ ટેસ્ટ, એક્સપર્ટે જણાવ્યા તેની પાછળના 5 કારણો

તમારા શરીરને ડિટોક્સ કરવામાં કરે

આપણા શરીરમાં દરેક વસ્તુની શરૂઆત અને અંત આપણા આંતરડામાં થાય છે. ખરાબ આંતરડા એટલે ખરાબ સ્વાસ્થ્ય, ત્વચા, પાચન, માનસિક સ્વાસ્થ્ય, ચિંતા વગેરે. ઘી અને કાળા મરીનું મિશ્રણ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને આંતરડાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

ઘી અને કાળા મરીનું સેવન કેવી રીતે કરવું?

એક ચમચી દેશી ઘી અને 1/2 ચમચી કાળા મરી મિક્સ કરો. દરરોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ