Sadhguru Tips For Fruits Consumption Benefits : ફળો ડાયટનોએક મહત્વપૂર્ણ ભાગ છે. ફળનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. ફળોનું સેવન કરવાથી પર્યાપ્ત ઉર્જા મળે છે અને હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી ઘણી હેલ્થ સમસ્યાઓને પણ નિયંત્રણમાં રાખે છે. ફળોમાંથી આપણને શરીરને જરૂરી તમામ પોષક તત્વો મળે છે. દિવસના કોઈપણ સમયે ફળ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જો ફળો સવારે કે બપોરે ખાવામાં આવે તો લોહીમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને પાચનક્રિયા સ્વસ્થ રહે છે.
સદગુરુ જગ્ગી વાસુદેવના જણાવ્યા મુજબ, આપણે બધાએ આપણા ભોજન-આહારમાં ફક્ત 30 ટકા ફળોનો સમાવેશ કરવો જોઈએ. ફળ પચાન થવામાં સરળ હોય છે અને તેનું સેવન કરવાથી દિવસભર શરીરમાં એનર્જી રહે છે. ફળોનું સેવન ડાયાબિટીસ અને સ્થૂળતાને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. ચાલો આપણે સદગુરુ પાસેથી જાણીએ કે ફળોના સેવનથી પાચનક્રિયા કેવી રીતે સ્વસ્થ રહે છે અને તેનું સેવન કરવાથી શરીરને શું ફાયદા થાય છે.
ફળનું સેવન સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે? (fruits consumption is useful for health)
સદગુરુ જણાવે કે, આપણે દરરોજ ફળોનું સેવન કરવું જોઈએ. તમારી લાઇફ સ્ટાઇલ ગમે તે હોય, જો તમે ફળોનું સેવન કરો છો, તો તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. ફળોના સેવનથી શરીરમાં વિટામિન અને મિનરલ્સની ઉણપ પૂરી થાય છે. ફળોમાં વિટામિન- એ, વિટામિન- સી અને વિટામિન- ઇ હોય છે જે શરીરને તંદુરસ્ત રાખે છે.
શરીરને સ્વસ્થ રાખવા અને બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખવા માટે પોટેશિયમથી ભરપૂર શક્કરીયા, એવોકાડો, કેળા અને સફરજનનું સેવન કરો. એવોકાડો, કેળા અને સંતરા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ જ ઉપયોગી છે. ફળોનું સેવન વાળને સ્વસ્થ રાખવામાં ટોનિકની જેમ અસરકારક સાબિત થાય છે. એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર ફળ સ્કીનને હેલ્થી રાખે છે અને શરીરમાં વિટામીનની ઉણપને પૂરી કરે છે.
ફળોના સેવનથી પાચનક્રિયા કેવી રીતે સુધરે છે? (health benefits of fruits for improve digestion)
ફળોમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનક્રિયાને સુધારે છે. સફરજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ આજકાલ અસલી સફરજન મળતા નથી. આવા મોંઘું ફળ ક્યારેક હેલ્થ માટે ઝેર બની રહ્યું છે કારણ કે તેનું ઉત્પાદન વધારવા માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે આરોગ્ય માટે જોખમી છે. સદગુરુએ કહ્યું કે આજકાલ સફરજન માત્ર બજાર માટે જ બનાવવામાં આવે છે અને તેમાં તે શક્તિ નથી જે સ્થાનિક ફળોમાં જોવા મળે છે. સફરજનને બદલે, તમે કેટલાક અન્ય સારા સિઝનલ ફળોનું સેવન કરી શકો છો.
આ પણ વાંચો | હાર્ટ એટેકથી બચવા ભોજનમાં એક વસ્તુ સામેલ કરો, સદગુરુ પાસેથી જાણો હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની રીત
સિઝનલ ફ્રુટ્સનું સેવન આરોગ્ય માટે સારું હોય છે. પોતાના દેશમાં ઉગાડવામાં આવતા ફળોનું સેવન કરવું જોઇએ. સદગુરુ કહે છે કે, જો તમે તમારા કુલ આહારમાં 30 ટકા ફળોનો સમાવેશ કરો છો, તો તમે જીવંત ખોરાક ખાઈ રહ્યા છો. સદગુરુએ સમજાવ્યું કે, ભારે ખોરાક શરીરની પાચનક્રિયા બગાડે છે અને પેટમાં ગંદકી જમા કરે છે. માત્ર સિઝન ફળોનું સેવન કરવાનો પ્રયાસ કરો. ફળોમાં, તમે નાશપતી, રાસબેરિઝ અને વાસ્તવિક સફરજન ખાઈ શકો છો. આ ફળો આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે.