શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે બપોરે 12 વાગ્યા પછી તમામ પ્રકારની ખાંડ ખાવાની ટાળો છો ત્યારે તમારા શરીરની પ્રતિક્રિયા કેવી હોય છે? એ વાત ચોક્કસ છે કે આમ કરવાથી અનેક શારીરિક અને ચયાપચયમાં ફેરફાર થશે. નિષ્ણાતોના મતે બ્લડ સુગરની વધઘટ સ્થિર થાય છે.
એક્સપર્ટ બ્લડ સુગરમાં વધઘટનું કારણ જણાવે છે કે બપોર પછી સુગરનું સેવન ઘણીવાર ભોજન પછી બ્લડ સુગરમાં વધારો કરે છે. ઘણા લોકો જણાવે છે કે સુગર ટાળવાથી સાંજે એનર્જી ટકી રહે છે અને સારી ઊંઘ આવે છે.
થાણેની KIMS હોસ્પિટલના મુખ્ય આહારશાસ્ત્રી ડી.ટી. ગુલનાઝ શેખે જણાવ્યું કે “સાંજે ખાંડ ખાવાથી બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો અને ઘટાડો થાય છે. આ તમને સુસ્ત બનાવી શકે છે અને ભૂખનું કારણ બની શકે છે. તેને ટાળવાથી, શરીરને વધુ સતત એનર્જી મળશે.’
એક્સપર્ટ શું કહે છે?
લોકો ગ્લુકોઝ નિયંત્રણમાં સુધારો અનુભવી શકે છે, જે ખાસ કરીને ઇન્સ્યુલિન પ્રતિકાર અથવા ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ માટે ફાયદાકારક હોઈ શકે છે, એમ સેન્ડ્રા હેલ્થકેરના ડૉ. રાજીવ કોવિલે જણાવ્યું હતું. વધુમાં દિવસ દરમિયાન ખાંડ ટાળવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. ડૉ. કોવિલે જણાવ્યું હતું કે “સૂવાના સમય પહેલા ઉચ્ચ ગ્લુકોઝ સ્તર મેલાટોનિન ઉત્પાદન અને સર્કેડિયન લય નિયમનમાં વિક્ષેપ પાડી શકે છે.’
તેમણે સમજાવ્યું કે “દિવસ દરમિયાન બપોર પછી ખાવામાં આવતી ખાંડનો ઉપયોગ ઇન્ટન્ટ એનર્જી માટે થવાની શક્યતા ઓછી હોય છે અને ચરબી તરીકે સંગ્રહિત થવાની શક્યતા વધુ હોય છે. આને ટાળવાથી બિનજરૂરી કેલરીનું સેવન ઓછું થાય છે અને ભૂખને નિયંત્રિત કરવામાં મદદ મળે છે, કારણ કે સ્થિર ગ્લુકોઝ સ્તર સાંજના ખોરાક ખાવાની ઈચ્છાને ઘટાડે છે.’
શેખે કહ્યું કે બપોર પછી સુગરયુક્ત ફૂડ ટાળવાથી ખાલી કેલરી ઓછી થશે. આ સમય જતાં વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. શેખે એ પણ નોંધ્યું કે તે મોડી રાત્રે નાસ્તાની આદતો ઘટાડવામાં મદદ કરે છે. વધુમાં, સતત એનર્જી થાક ઓછો થવો અને માનસિક સ્પષ્ટતામાં સુધારો એ સામાન્ય પરિણામો છે.
શેખે કહ્યું કે બપોર પછી ખાંડનું સેવન ઓછું કરવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે, પેટનું ફૂલવું ઓછું થાય છે અને ત્વચા સાફ થાય છે, કારણ કે દિવસના અંતમાં ખાંડનું સેવન વધવાથી હોર્મોનલ ફેરફારો થઈ શકે છે.
શું તે દરેક માટે સલામત છે?
મોટાભાગના સ્વસ્થ પુખ્ત વયના લોકો સુરક્ષિત રીતે તેનો પ્રયાસ કરી શકે છે. શેખે કહ્યું કે “આ ચેતવણી ફક્ત ડાયાબિટીસ અથવા હાઈપોગ્લાયકેમિઆ ધરાવતા લોકોને જ લાગુ પડે છે, તેમણે તેમના સુગર લેવલનું વધુ કાળજીપૂર્વક નિરીક્ષણ કરવાની જરૂર છે અને માર્ગદર્શન વિના અચાનક ફેરફારો ન કરવા જોઈએ”.
શું ધ્યાન રાખવું?
શેખે કહ્યું કે “આને ઝડપી ઉપાય તરીકે નહીં પણ લાઇફસ્ટાઇલના પ્રયોગ તરીકે કરો. બપોર પછી ખાંડ ખાવાનું ટાળવુંએ ખાવાની આદતોને ફરીથી બનાવવાનો,ઇચ્છાઓ ઘટાડવાનો અને વજન ઘટાડવાનો એક સરળ રસ્તો છે. જો તમને બે અઠવાડિયામાં સારું લાગે, તો તે લાંબા ગાળા માટે ચાલુ રાખવા માટે એક સારો સંકેત છે.’





