જન્મથી લઈને લગભગ ત્રણ વર્ષ સુધીના પ્રથમ 1,000 દિવસ બાળકના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ સમય દરમિયાન, બાળકનું મગજ, રોગપ્રતિકારક શક્તિ અને ચયાપચય સૌથી ઝડપથી વિકસે છે.
સંશોધનોએ સાબિત કર્યું છે કે બાળકના જીવનના પ્રથમ 1,000 દિવસ ગર્ભાવસ્થાથી લગભગ 3 વર્ષની ઉંમર સુધી હેલ્ધી અને વિકાસનો પાયો નાખે છે. જો કે આ સમય દરમિયાન બાળકને વધુ પડતી સુગર આપવાથી ગંભીર પરિણામો આવી શકે છે.
વધુ પડતી સુગર લેવાથી થતા ગેરફાયદા
બાળકોના શરૂઆતના આ સમય દરમિયાન વધુ પડતી ખાંડના સેવનથી લાંબા ગાળાની અસરો થઈ શકે છે, જેમાં સ્થૂળતાનું જોખમ, નબળી રોગપ્રતિકારક શક્તિ અને મગજના વિકાસમાં વિલંબનો સમાવેશ થાય છે.
ખાંડ મર્યાદિત કરવાના ફાયદા
બાળકોના આ સમય દરમિયાન ખાંડનું સેવન મર્યાદિત કરવાથી બાળકો માટે ફાયદા થઈ શકે છે, યાદશક્તિ અને શિક્ષણમાં સુધારો, હેલ્ધી વજન અને ચયાપચય, અને લાંબા ગાળે ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ ઓછું કરે છે.
અભ્યાસો દર્શાવે છે કે જે બાળકો તેમના પહેલા બે વર્ષમાં ખાંડ ન આપવામાં આવે તો તેઓ શાળા શરૂ થાય ત્યાં સુધીમાં યાદશક્તિ અને શીખવાના કાર્યોમાં વધુ સારું પ્રદર્શન કરે છે.
માતાપિતાની ભૂમિકા
સુગરવાળા નાસ્તા અને પીણાંથી દૂર રહેવું એ માત્ર સ્વાસ્થ્ય માટે જ નથી, પરંતુ બાળકોને કંટ્રોલ અને સ્વસ્થ ખાવાની ટેવો વિકસાવવામાં પણ મદદ કરે છે, જે તેમના જીવનભર સ્વાસ્થ્ય પર અસર કરશે. તમારે પરફેક્ટ હોવું જરૂરી નથી, પરંતુ પહેલા 1,000 દિવસોમાં નાના, સાચા નિર્ણયો ભવિષ્ય માટે મજબૂત પાયો નાખી શકે છે.
સંશોધન શું કહે છે?
ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશન એન્ડ ન્યુટ્રિએન્ટ્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસો સૂચવે છે કે વધુ પડતી સુગર ચયાપચયને વિક્ષેપિત કરી શકે છે, મગજના વિકાસને અટકાવી શકે છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી બનાવી શકે છે.
પરંતુ જ્યારે શરૂઆતમાં ખાંડ મર્યાદિત હોય છે, ત્યારે બાળકોનું વજન સ્વસ્થ બને છે, તેમની યાદશક્તિ અને જ્ઞાનાત્મક ક્ષમતાઓ સારી હોય છે, અને ભવિષ્યમાં ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ ઓછું હોય છે.