ચહેરા માટે દાડમની છાલ કેટલી ફાયદાકારક છે? જાણો કેવી રીતે ઉપયોગ કરવો તે એક્સપર્ટ પાસેથી

Benefits of Pomegranate Peel: દાડમની છાલનો પાઉડર સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. તે ગળામાં ખરાશ, ખાંસી, પેટની સમસ્યાઓ વગેરેમાં ફાયદો કરે છે.

Benefits of Pomegranate Peel: દાડમની છાલનો પાઉડર સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. તે ગળામાં ખરાશ, ખાંસી, પેટની સમસ્યાઓ વગેરેમાં ફાયદો કરે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update

(Photo: Freepik))

Benefits of Pomegranate Peel: ડોક્ટર અનુસાર શાકભાજી અને ફળોમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ અને પોષક તત્વો હોય છે. જેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. ઘણા ખાદ્ય પદાર્થ અને ફળ એવા પણ છે, જેની છાલ પણ ખુબજ ફાયદાકારક હોય છે. દાડમની છાલના પણ ઘણા ફાયદા છે.

Advertisment

ઇન્ડિયન એક્સપ્રેસ(ઇંગલિશ)માં છપાયેલ ખબર અનુસાર ટીક ટોક, કન્ટેન્ટ ક્રિએટર અને સોશિયલ પર્સનાલિટી અર્મેન અદમજાને હાલમાં દાડમની છાલના ફાયદા વિષે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો શેયર કર્યો હતો. અર્મેન અદમજાન અનુસાર દાડમની છાલનો પાઉડર સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. તે ગળામાં ખરાશ, ખાંસી, પેટની સમસ્યાઓ વગેરેમાં ફાયદો કરે છે.

દાડમની છાલનો પાઉડર કેવી રીતે બનાવશો?

છાલને એક પાત્રમાં નાખવી, તેમાં 350 ડિગ્રી પર 20 મિનિટ માટે ઓવનમાં ગરમ કરવું. છાલ સુકાઈ ગયા પછી તેનો બારીક પાઉડર બનાવી લો. પાઉડર બ્રાઉન કલરનો રાખવો, ઉપયોગ કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો:

કેવી રીતે કરવો દાડમની છાલનો ઉપયોગ?

અદમજાને ટિપ્સ આપી છે કે દાડમની છાલની ચા બનાવી શકાય છે. તેમણે કહ્યું હતું કે ખાલી ટી બેગ લો અને તેમાં એક ચમચી દાડમની છાલનો પાઉડર મિક્ષ કરો. હવે ચાને એક ગ્લાસ ગરમ પાણીમાં સોક કરો,દાડમની ચા બની જશે. તેમણે કહ્યું હતું કે દાડમની છાલ ગળામાં ખરાશ, ખાંસી, પેટના દુખાવાની સમસ્યા અને હાડકાના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.

Advertisment

આ પણ વાંચો:

શું ચહેરા માટે ફાયદાકારક છે દાડમની છાલનો પાઉડર :

અદમજાન અનુસાર દાડમની છાલનો પાઉડર ત્વચા માટે ખુબજ ફાયદાકારક છે. પાઉડરમાં થોડું લીંબુનો રસ મિક્ષ કરી પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ચહેરાને સાફ કરી લો. અદમજાને કહ્યું કે આ પીપલ્સથી પણ છુટકારો મેળવવા માટે મદદરૂપ છે. સાથે ચહેરા કરચલીઓ પણ ઓછી કરે છે, જીવીશ ક્લીનીકના ડો. આકૃતિ ગુપ્તાએ જણાવાયું હતું કે દાડમની છાલ કોલેજન વધારે છે જે સ્વાભાવિક અને પ્રભાવી રૂપથી ત્વચા માટે ખુબજ લાભદાયી છે.

ન્યુટ્રશનિસ્ટ ડો. અર્ચના બત્રાએ કહ્યું કે છાલમાં એન્ટી- ઓક્સિડેન્ટની માત્રા વધારે હોય છે. તેથી તે બેક્ટેરિયા અને અન્ય સંક્રમણો રોકવામાં મદદ કરે છે. દાડમની છાલનો પાઉડર ત્વચાની કોશિકાઓને પુર્જીવિત કરે છે અને તેને હાનિકારક યુવી કિરણોથી બચાવે છે. ટેલીય ત્વચા,ડ્રાય ત્વચા માટે દાડમની છાલ ફાયદાકારક છે.

health tips