Benefits Of Raisin Water : કિસમિસમાં એવા ઘટકો હોય છે જે આપણા શરીરમાં એસિડના નિર્માણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે એસિડિટીની સમસ્યામાં પણ રાહત આપે છે. કિસમિસ પ્રોટીનથી ભરપૂર હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ કારણોસર, કિસમિસને રોગપ્રતિકારક શક્તિ વધારનાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ દરરોજ કિશમિશનું પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી તમારું બીપી પણ કંટ્રોલમાં રહે છે. જે લોકોમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તેઓએ દરરોજ સવારે ખાલી પેટ કિસમિસ અને તેનું પાણી લેવું જોઈએ. કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન હોય છે. તેનાથી ચહેરાની ચમક પણ વધી શકે છે. જે લોકો રોજ આ પાણી પીવે છે તેમની ત્વચા ચમકદાર હોય છે. કિસમિસ વિટામિન સી અને આયર્નથી ભરપૂર હોય છે. જે વાળ અને ત્વચાને સુધારે છે. સ્વસ્થ ત્વચા અને વાળને ખરતા અટકાવવા માટે રોજ ખાલી પેટ આ પાણી પીવો.
આ પણ વાંચો: Cleaning Tips : કપડાં ધોતા પહેલા તેને રાતભર ડિટર્જન્ટમાં પલાળીને રાખવાની ભૂલ કરશો નહીં,નહિતર..
કિસમિસનું પાણી આ રીતે બનાવો
- પાણી – 200 મિલી
- કિસમિસ – 80 થી 90 ગ્રામ
- એક વાસણ લો, તેમાં પાણી ઉકાળો અને પછી તે ગરમ પાણીમાં કિસમિસને રાતભર પલાળી રાખો.
- સવારે કિશમિશ કાઢીને બાજુ પર રાખો અને તેનું પાણી થોડું ગરમ કરો. થોડી વાર પછી તેને પી લો.
- રોજ ખાલી પેટ આ પાણી પીવો.
- જમ્યાની 30 મિનિટ પહેલાં પણ પાણી પીવો
- આ પાણી શરીરમાંથી ગંદકી દૂર કરવાનું કામ કરે છે.
કિસમિસનું પાણી પીવાના ગેરફાયદા
- વધુ પડતું પાણી પીવાથી ઝાડા અને ગેસની સમસ્યા થઈ શકે છે.
- ડાયાબિટીસના દર્દીએ વધારે કિસમિસ ન ખાવી જોઈએ. કારણ કે તે ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓની સમસ્યાઓમાં વધારો કરી શકે છે.





