Health Benefits of Sheesham Leaves | શ્રાવણ મહિના આ ચાર પાન સવારે ખાલી પેટ ખાઈ લો, પેટને થશે ફાયદા

ચોમાસામાં શીશમના પાનના સ્વાસ્થ્ય લાભો | શિશમના પાંદડામાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી (સોજો ઘટાડનાર) અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો રહેલા છે. આ ઉપરાંત, તેમાં ટેનીન, પ્રોપેન, આલ્કલોઇડ્સ અને ફિનાઈલ જેવા તત્વો પણ જોવા મળે છે, જે તેને અનેક રોગો સામે લડવામાં મદદરૂપ બનાવે છે.

Written by shivani chauhan
July 18, 2025 07:00 IST
Health Benefits of Sheesham Leaves | શ્રાવણ મહિના આ ચાર પાન સવારે ખાલી પેટ ખાઈ લો, પેટને થશે ફાયદા
Health Benefits of Sheesham Leaves

Health Benefits of Sheesham Leaves | આપણા પરંપરાગત આયુર્વેદમાં અનેક એવા વૃક્ષો અને છોડ છે, જે ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે. તેમાંથી એક છે શિશમનું વૃક્ષ છે, તેની લાકડાની મજબૂતાઈ જાણીતી છે, પરંતુ તેના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી છે. અહીં જાણો શિશમના પાનના અદભુત ફાયદાઓ (Sheesham Leaves Benefits) વિશે

શિશમના પાનના ઔષધીય ગુણધર્મો

શિશમના પાંદડામાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી (સોજો ઘટાડનાર) અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો રહેલા છે. આ ઉપરાંત, તેમાં ટેનીન, પ્રોપેન, આલ્કલોઇડ્સ અને ફિનાઈલ જેવા તત્વો પણ જોવા મળે છે, જે તેને અનેક રોગો સામે લડવામાં મદદરૂપ બનાવે છે.

શિશમના પાનના મુખ્ય ફાયદાઓ

  • બળતરા અને સોજામાં રાહત: શિશમના પાંદડામાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો શરીરના કોઈપણ ભાગમાં થતી બળતરા અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે. પરંપરાગત દવાઓમાં તેનો ઉપયોગ સોજા સંબંધિત સ્થિતિઓમાં રાહત મેળવવા માટે થાય છે.
  • ચેપ સામે રક્ષણ: તેના એન્ટી-માઇક્રોબાયલ ગુણધર્મો બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ થાય છે. નાના ઘા કે ચામડીના ચેપમાં તેના પાંદડાનો લેપ લગાવવાથી ફાયદો થઈ શકે છે.
  • ઘા રૂઝાવવામાં મદદરૂપ: શિશમના પાંદડાનો ઉપયોગ પરંપરાગત રીતે ઘા અને ચામડીના છોલાયેલા ભાગોને રૂઝાવવા માટે થાય છે. તેના એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-માઇક્રોબાયલ ગુણધર્મો ઘા રૂઝાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
  • પાચન સુધારે : કેટલીક પરંપરાગત પદ્ધતિઓમાં શિશમના પાંદડાનો ઉપયોગ પાચન સંબંધિત સમસ્યાઓ, જેમ કે અપચો અને પેટના દુખાવામાં રાહત મેળવવા માટે થાય છે.
  • રક્ત શુદ્ધિકરણ: શિશમના પાંદડા રક્ત શુદ્ધિકરણમાં મદદરૂપ થાય છે. તેનાથી લોહી સંબંધિત વિકારોમાં ફાયદો થઈ શકે છે. રક્તને સાફ કરવા માટે શિશમના પાંદડાનો ઉકાળો પીવાની સલાહ આપવામાં આવે છે.
  • ડાયાબિટીસમાં લાભદાયક: પરંપરાગત રીતે, શિશમના પાંદડાનો ઉપયોગ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે પણ થાય છે. જોકે, આ ક્ષેત્રમાં વધુ સંશોધનની જરૂર છે, પરંતુ કેટલાક લોકો માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  • પેશાબ સંબંધિત સમસ્યાઓ: પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી કે દુખાવો થવો જેવી મૂત્રરોગ સંબંધિત સમસ્યાઓમાં શિશમના પાનનો ઉકાળો ફાયદાકારક છે.
  • સ્કિન રોગોમાં અસરકારક: ખંજવાળ, ખસ, ખરજવું, અને અન્ય ત્વચા સંબંધિત રોગોમાં શિશમના પાંદડાનો ઉપયોગ લાભદાયક છે. તેના એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
  • તાવ અને શરદીમાં: શિશમના પાંદડામાં તાવ અને શરદીના લક્ષણોને ઘટાડવાના ગુણધર્મો પણ હોય છે.

Migraine From Oversleeping | વધુ પડતી ઊંઘને કારણે માઈગ્રેન થાય ?

શિશમ પાનનો ઉપયોગ કરવાની રીત

  • લેપ:પાંદડાને વાટીને તેનો લેપ બનાવીને ત્વચાના ચેપ, સોજા કે ઘા પર લગાવી શકાય છે.
  • ઉકાળો : શિશમના તાજા પાંદડાને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવી શકાય છે. આ ઉકાળો પીવાથી આંતરિક સમસ્યાઓમાં ફાયદો થાય છે.
  • રસ: પાંદડાનો રસ કાઢીને પણ તેનું સેવન કરી શકાય છે.

કોઈપણ આયુર્વેદિક ઉપચાર શરૂ કરતા પહેલા હંમેશા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. ખાસ કરીને જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોવ અથવા અન્ય દવાઓ લેતા હોવ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ