બદલાતા સમય સાથે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સતર્ક બન્યા છે. સ્વસ્થ રાખવા માટે લોકોએ પોતાના ખાવા-પીવા અને કસરત પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આપણે સાંભળતા આવ્યા છીએ કે હેલ્થ એ સંપત્તિ છે. તમે તમારા ઘરના વડીલો પાસેથી ઘાસ પર ખુલ્લા પગે ચાલવાની સલાહ સાંભળી હશે. આ કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખરેખર ફાયદાકારક છે. ઘણા લોકો આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે અને ગેજેટ્સથી ઘેરાયેલા રહે છે. પરિણામ એ આવે છે કે તેઓ પોતાના માટે એવો ખાલી સમય શોધી શકતા નથી જેમાં પ્રકૃતિમાં થોડો સમય વિતાવી શકાય, કુદરતથી આ અંતર આપણા એકંદર સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે તે માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે.
દરરોજ સવારે થોડો સમય કાઢીને અને ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી ઘણા ફાયદા થઇ શકે છે. દરરોજ આ પ્રેટિક્સ કરવાથી તમને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.
આ પણ વાંચો: દાંતના દુખાવાના ટોચના 10 કારણો અને બત્રીસી બચાવવા માટે મહત્ત્વની ટીપ્સ
ઘાસ પર ખુલ્લા પગે ચાલવાના ફાયદા (Benefits Of Walking Barefoot On Grass)
- સારી રોગપ્રતિકારક શક્તિ : સવારે વહેલા ઘાસ પર ચાલવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થઈ શકે છે. સારી રોગપ્રતિકારક શક્તિને કારણે, તમારું શરીર ઘણા રોગોથી પોતાને બચાવી શકે છે.
- બ્લડ પ્રેશર અને હૃદય : જો તમે દરરોજ ઘાસ પર ચાલો છો તો તે તમારા બ્લડ પ્રેશરની સમસ્યા ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. આનાથી આપણા હૃદયને પણ ફાયદો થાય છે.
- આંખો માટે ફાયદાકારક : ઘાસ પર ચાલવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક છે. તમને જાણીને નવાઈ લાગશે કે સવારે વહેલા ઘાસ પર ચાલવાથી તમારી આંખોની સમસ્યાઓ દૂર થાય છે અને આંખોની રોશની સુધારવામાં મદદ મળે છે.
- માનસિક સ્વાસ્થ્ય : આજની બીઝી લાઇફસ્ટાઇલને કારણે તણાવનું સ્તર વધી ગયું છે. ઘાસ પર ચાલવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરશે. જ્યારે તમે પ્રકૃતિ સાથે જોડાઓ છો, ત્યારે તેની આપણા મન પર ઊંડી અસર પડે છે અને આપણે શાંતિનો અનુભવ કરીએ છીએ. જો તમને ઊંઘવામાં તકલીફ હોય, તો ઘાસ પર ચાલવાથી તમારી સમસ્યા હલ થઈ શકે છે.





