/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Health-Benefits-Of-Peppermint.jpg)
શિયાળમાં પેટની સમસ્યાઓથી લઇ શરદી ઉધરસમાં રામબાજ ઈલાજ આ 'લીલા પાન'
ફુદીનો (Peppermint Leaves) એ વિશ્વભરમાં પ્રખ્યાત મસાલો છે, ભારતમાં ઘરે બનાવેલી ફુદીનાની ચટણીનું વિશેષ મહત્વ છે. પાણીપુરીના પાણીથી લઈને વેજથી લઈને નોનવેજની કેટલીક વાનગીઓમાં ફુદીનાનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. માત્ર ખાવા માટે જ નહીં, ફુદીનાના પાણીથી લઈને ફુદીનાના તેલ સુધી વિવિધ સ્વરૂપોમાં ફુદીનો શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. અહીં જણાવ્યું કે, માત્ર 100 ગ્રામ ફુદીનામાં કયા કયા પોષક તત્વો હોય છે અને તે આપણા શરીરને કેવી રીતે ફાયદો કરી શકે છે. ડાયેટિશિયન એકતા સિંઘવાલે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં ફુદીનાના ફાયદા (Benefits Peppermint Leaves) અને ખાવા સંબંધિત કેટલાક નિયમોનો ઉલ્લેખ કર્યો છે.
100 ગ્રામ ફુદીનાના પાનમાં રહેલ પોષકતત્વો
- કેલરી: 70 કેસીએલ
- કાર્બોહાઇડ્રેટ્સ: 14.79 ગ્રામ
- ફાઇબર: 8 ગ્રામ
- ખાંડ: 0.2 ગ્રામ
- પ્રોટીન: 3.75 ગ્રામ
- ચરબી: 0.94 ગ્રામ
આ પણ વાંચો: Health Tips: સફરજન કે સંતરા? ડાયાબિટીસ અને બ્લડ સુગર કન્ટ્રોલમાં રાખવા ક્યા ફળનું સેવન કરવું? જાણો
ફુદીનાના ફાયદા
- પાચન સુધારે : ફુદીનો સોજા માટે ઉત્તમ ઉપાય છે. તે ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) જેવી અપચોની સમસ્યાઓમાં પણ રાહત આપે છે.
- શ્વસનની સમસ્યાઓમાં રાહત આપે: ફુદીનામાં મેન્થોલ શરદી, ઉધરસ અને શ્વાસ સંબંધી સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે.
- માથાના દુખાવામાં રાહત આપે: પેપરમિન્ટ તેના ગુણધર્મોને કારણે માથાનો દુખાવો અને માઇગ્રેનમાં રાહત આપે છે. આ સ્નાયુ તણાવ ઘટાડી શકે છે અને માથું શાંત કરી શકે છે.
- તણાવમાં રાહત આપે : ફુદીનાની સુગંધ તણાવ દૂર કરવામાં મદદ કરી શકે છે. ફુદીનાનો ઉપયોગ બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ધરાવે છે તેથી વિવિધ ચેપમાં પેપરમિન્ટનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- બ્લડ પ્રેશરમાં સુધારો : હાઈ બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શન એ હૃદય રોગ માટે સામાન્ય અટકાવી શકાય તેવું જોખમ પરિબળ છે. પ્રાણીઓના અભ્યાસો દર્શાવે છે કે પેપરમિન્ટ ચા બ્લડ પ્રેશર ઘટાડી શકે છે
- શરદી અને એલર્જીથી રાહત આપે : ફુદીનો ગળાના દુખાવામાં રાહત આપે, ઉધરસ અને કફ મટાડવામાં મદદ કરે છે. શિયાળમાં થતી શરદી અને એલર્જીમાં રાહત આપે છે.
શું ડાયાબિટીસવાળા લોકો ફુદીનાનું સેવન કરી શકે ?
સિંઘવાલે કહ્યું કે ડાયાબિટીસના દર્દીઓ ફુદીનાનું સેવન કરી શકે છે. તેમાં ખાંડની માત્રા ઓછી છે અને તે આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે, જે આડકતરી રીતે બ્લડ સુગરના લેવલને અસર કરી શકે છે.
આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ: શિયાળામાં રાગી ખાવાથી થાય અઢળક ફાયદા
સગર્ભા સ્ત્રીઓ માટે ફુદીનો ફાયદાકારક ગણી શકાય?
જ્યારે ફુદીનાની ચા સામાન્ય રીતે સગર્ભાવસ્થા દરમિયાન સલામત માનવામાં આવે છે ફુદીનાના પાન ઉબકા ઘટાડવામાં મદદ કરે છે, ત્યારે સગર્ભા સ્ત્રીઓએ તેનું પ્રમાણસર સેવન કરવું જોઈએ, પરંતુ એક્સપર્ટે કહ્યું કે ફુદીનાનું વધુ પડતું સેવન કરવાથી હાર્ટબર્ન થઈ શકે છે.
યાદ રાખવા જેવી બાબતો
- જો તમને ફુદીનાથી એલર્જી હોય તો સાવચેત રહો.
- વધુ પડતા સેવનથી હાર્ટબર્ન અથવા પાચન સમસ્યાઓ થઈ શકે છે.
- ફુદીના પાચન સંબંધિત સમસ્યાઓ હળવી કરી શકે છે પરંતુ તમામ લક્ષણોનો એકમાત્ર જવાબ નથી.
- ફુદીના એન્ટીબાયોટીક ગુણધર્મો ધરાવે છે પરંતુ તે એન્ટિબાયોટિક્સનો વિકલ્પ નથી કે જે ચેપની સારવાર માટે સૂચવવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us