નાસ્તામાં બનાવો ચણાના લોટના ચીલા, આ રીતે બનશે એકદમ સોફ્ટ અને ટેસ્ટી

Besan Chilla Recipe : તમે ચણાના લોટના ચીલા ખૂબ જ ઝડપથી તૈયાર કરી શકો છો. જે ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ

Besan Chilla Recipe : તમે ચણાના લોટના ચીલા ખૂબ જ ઝડપથી તૈયાર કરી શકો છો. જે ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
besan chilla, Besan Chilla Recipe

ચણાના લોટના ચીલા રેસીપી (તસવીર - ફ્રીપિક)

Besan Chilla Recipe : દિવસની શરુઆત સારી થાય તો આખો દિવસ એકદમ સરસ રીતે પસાર થાય છે. આવી સ્થિતિમાં જો દિવસની શરૂઆત તંદુરસ્ત નાસ્તાથી થાય છે, તો પછી આખો દિવસ શરીરમાં ઉર્જા રહે છે. જોકે આજના ભાગદોડ ભર્યા જીવનમાં એવા ઘણા લોકો છે જે સમયના અભાવે સવારે નાસ્તો છોડી દે છે. આવી સ્થિતિમાં તમે ચણાના લોટના ચીલા ખૂબ જ ઝડપથી તૈયાર કરી શકો છો. બાળકોને સ્કૂલના ટિફિનમાં ચણાના લોટની ચીલા આપી શકો છો.

Advertisment

ચીલા બનાવવા માટેની સામગ્રી?

  • 1 કપ ચણાનો લોટ
  • 2 મોટી ચમચી દહીં
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ટામેટું
  • 2 લીલા મરચાં
  • ધાણા
  • અડધી ચમચી હળદર
  • મીઠું
  • પાણી
  • તેલ

બેસન ચિલ્લા કેવી રીતે બનાવશો?

ચણાના લોટના ચીલા બનાવવા માટે, સૌપ્રથમ તેનું ખીરું તૈયાર કરો. આ માટે એક બાઉલમાં ચણાનો લોટ નાખી તેમાં દહી, હળદર, લાલ મરચું અને મીઠું ઉમેરી લો. હવે તેમાં પાણી ઉમેરીને ઘટ્ટ કરી લો. હવે તેમા ટામેટું, ડુંગળી અને લીલા મરચા ઉમેરી બરાબર મિક્સ કરી લો. ખીરું બનાવ્યા પછી લગભગ 15 મિનિટ સુધી રાખો. આનાથી બેસન ફૂલશે અને ચીલા સોફ્ટ બનશે.

આ પણ વાંચો - ઉનાળામાં બાળકોને રાખવા છે ફિટ અને હેલ્ધી તો સવારે કરાવો આ 5 યોગાસન, ઝડપથી વધશે હાઇટ

Advertisment

હવે પેનને ગરમ કરી તેની પર થોડું તેલ રેડીને ખીરું પાથરી લો. તેને મધ્યમ આંચ પર બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી બેક કરો. આ રીતે તમે બેસન ચિલ્લા તૈયાર કરી શકો છો. તમે તેને લીલી ચટણી, ટામેટાની ચટણી અથવા દહીં સાથે ગરમ ગરમ પીરસી શકો છો.

હેલ્થ રેસીપી જીવનશૈલી