ડિનરમાં ચણાના લોટ અને ડુંગળીનું શાક બનાવીને જમો, મહેનત વગર બનીને તૈયાર થઇ જશે

અહીં અમે તમને ડિનરની રેસિપીમાં ચણાના લોટ અને ડુંગળીનું શાક વિશે જણાવી રહ્યા છીએ, જેને તમે થોડી વારમાં વધારે મહેનત કર્યા વગર બનાવી શકો છો

Written by Ashish Goyal
August 10, 2024 23:41 IST
ડિનરમાં ચણાના લોટ અને ડુંગળીનું શાક બનાવીને જમો, મહેનત વગર બનીને તૈયાર થઇ જશે
આ રેસિપીની મદદથી તમે ખૂબ જ ઓછા સમયમાં પોતાના માટે હેલ્ધી અને ટેસ્ટી ડિનર તૈયાર કરી શકો છો. (P.C- @masterchefpankajbhadouria/Instagram)

Besan Pyaz Ki Sabji Recipes : 9 થી 5 નોકરી બાદ ઘરે આવીને રસોઈ બનાવવી એ એક મોટો પડકાર લાગે છે. આખો દિવસ કામ કર્યા બાદ જબરદસ્ત થાકના કારણે ઘણી વખત લોકોને કાં તો ડિનરમાં બહારથી ખાવાનું મંગાવવું પડે છે અથવા તો થોડા દિવસનો વધેલો ખોરાક ખાઈને જ કામ કરવું પડે છે. જો તમે પણ આ લોકોમાંથી એક છો, તો આ લેખ તમારા માટે મદદરૂપ થઈ શકે છે.

અહીં અમે તમને ડિનરની રેસિપી જણાવી રહ્યા છીએ, જેને તમે થોડી વારમાં વધારે મહેનત કર્યા વગર બનાવી શકો છો. ડિનરમાં તમે ચણાના લોટ અને ડુંગળીનું શાક બનાવી શકો છો. આ માટે શેફ પંકજ ભદોરિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખૂબ જ સરળ રેસિપી શેર કરી છે. આ રેસિપીની મદદથી તમે ખૂબ જ ઓછા સમયમાં પોતાના માટે હેલ્ધી અને ટેસ્ટી ડિનર તૈયાર કરી શકો છો, તો ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ આ શાક કેવી રીતે બનાવાય-

આ સામગ્રી તૈયાર કરો

  • આ માટે તમારે 4થી 5 ડુંગળીની જરૂર પડશે
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી કોથમીરના બીજ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળીના બીજ
  • મીઠું
  • ચણાનો લોટ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચાંનો પાવડર
  • 1/2 ચમચી કોથમીરનો પાવડર
  • થોડાક લીલા ધાણા

આ પણ વાંચો – લાઈટ ચાલુ થતાં જ ઘરમાં ઘૂસી આવે છે આ વરસાદી જીવજંતુ, અંધારામાં રહેવા કરતાં અજમાવો આ 3 ઉપાય!

કેવી રીતે બનાવશો ચણાના લોટ અને ડુંગળીનું શાક?

  • આ માટે સૌ પ્રથમ ડુંગળીને મોટી-મોટી કાપી લો.
  • હવે એક કઢાઇમાં 2 ચમી તેલ નાખીને ગરમ કરો.
  • તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી કોથમીર નાખીને શેકી લો.
  • આ પછી તેમાં 1 ચમચી જીરૂ અને 1 ચમચી વરિયાળી ઉમેરીને શેકી લો.
  • આમ કર્યા પછી કઢાઈમાં ડુંગળી અને મીઠું સ્વાદ મુજબ ઉમેરો અને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લો.
  • આ પછી, તમારે પેનમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરીને તેને હલકા હાથે હલાવવો પડશે. ચણાના લોટમાંથી જ્યારે પાકી જવાની સુગંધ આવવા લાગે ત્યારે તેમાં બે ચમચી બીજો ચણાનો લોટ ઉમેરીને હલાવો. આ રીતે તમારે ચણાનો લોટ થોડો-થોડો ઉમેરીને શાકને હલાવતા રહેવું. તમે 3 થી 4 વખત લોટ ઉમેરી શકો છો.
  • આમ કર્યા પછી કઢાઇમાં 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી લાલ મરચાંનો પાવડર અને 1/2 ચમચી ધાણાનો પાવડર મેળવી સારી રીતે હલાવો.
  • છેલ્લે કઢાઈમાં થોડા ટીંપા પાણી નાખો જેથી બધું બરાબર રંધાઈ જાય અને આ રીતે તમારી બેસન ડુંગળીનું શાક તૈયાર થઈ જશે.
  • તમે તેને તાજી સમારેલી કોથમીર ઉપર નાખી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ