Summer Cooling Tips: ઉનાળામાં ઘરને ઠંડુ રાખશે આ છોડ, AC - કુલરની નહીં પડે જરૂર, હવા પણ શુદ્ધ કરશે

Indoor plants that absorb heat In Summer : ઉનાળામાં ઘરને ઠંડુ રાખવા માટે લોકો એસ અને એર કુલરનો ઉપયોગ કરે છે, જે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. ઘરને ઠંડુ રાખવા માટે તમારે કુદરતી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. આવો જાણીએ તેના વિશે.

Indoor plants that absorb heat In Summer : ઉનાળામાં ઘરને ઠંડુ રાખવા માટે લોકો એસ અને એર કુલરનો ઉપયોગ કરે છે, જે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. ઘરને ઠંડુ રાખવા માટે તમારે કુદરતી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. આવો જાણીએ તેના વિશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Indoor plants | Indoor plants for summer | Indoor plants for cooling | summer cooling tips | home coolingIndoor plants

Indoor Plants : ઘરની અંદર અમુક છોડ રાખવાથી રૂમ ઠંડો રહે છે અને હવા પણ શુદ્ધ થાય છે. (Photo: Freepik)

Indoor plants that absorb heat: ઉનાળામાં ગરમી દિવસે દિવસે વધી રહી છે. કાળઝાળ તડકા અને ગરમ હવાથી સૌ કોઈ પરેશાન છે. નોકરી ધંધા પરથી ઘરે પરત આવનાર વ્યક્તિ ઘરમાં શાંતિ અને આરામ શોધે છે. ઉનાળામાં ઘરે પહોંચ્યા બાદ ઠંડો માહોલ હોય તો ઉંઘ પણ સારી આવે છે.ઘણીવાર લોકો ઘરને ઠંડુ કરવા માટે એસી-કૂલરની મદદ લે છે. તે તરત જ ઓરડાને ઠંડો કરે છે, જો કે બીજી બાજુ ઉનાળામાં કમરતોડ લાઇટ બિલ આવે છે. ઉપરાંત એસી અને એર કુલરનો વધારે ઉપયોગ સ્વાસ્થ્ય પણ બગાડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે અમુક કુદરતી પદ્ધતિઓ અપનાવવી જોઈએ જેથી એસી-કુલર વગર પણ ઘરને ઠંડુ રાખી શકાય. આ માટે તમે ઘરમાં કેટલાક છોડ વાવી શકો છો. અહીં અમે તમને કેટલાક એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘરની ગરમીને શોષી લેશે. તે વાતાવરણમાં હવાને પણ શુદ્ધ કરશે.

Advertisment

ઉનાળામાં ઘરને ઠંડુ રાખતા છોડ

સ્નેક પ્લાન્ટ

સ્નેક પ્લાન્ટ ઘરની હવાને સાફ અને ઠંડક આપવાનું પણ કામ કરે છે. આ પ્લાન્ટ રાત્રે ઓક્સિજન પણ છોડે છે. માટે આ પ્લાન્ટ ઘરમાં રાખવા માટે બેસ્ટ છે. તેને લગાવવાથી રૂમનું તાપમાન કંટ્રોલ થાય છે. એટલું જ નહીં, આ છોડ ગરમી શોષવામાં સક્ષમ છે.

એરિકા પામ

ઉનાળામાં ઘરને ઠંડુ રાખવા માટે તમે એરિકા પામ લગાવી શકો છો. તેનાથી ઘર કુદરતી રીતે ઠંડુ રહેશે. તેને લગાવ્યા બાદ તમે રૂમના તાપમાનમાં ફરક અનુભવશો.

તુલસી

આમ તો તુલસીનો છોડ મોટેભાગે તમામ હિન્દુ ઘરોમાં જોવા મળે છે. તેનું ધાર્મિક મહત્વ ઘણું છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં તુલસીનો છોડ ઘરનું તાપમાન ઘટાડવામાં પણ મદદ કરે છે. તે કુદરતી હ્યુમિડિફાયરની જેમ કામ કરે છે. તેને લગાવવાથી તાપમાનમાં ભેજ રહે છે.

Advertisment

સ્પાઇડર પ્લાન્ટ

ઉનાળામાં તમે તમારા ઘરમાં સ્પાઇડર પ્લાન્ટ પણ લગાવી શકો છો. તે હવાને સાફ કરે છે. આ સાથે ઉનાળાના દિવસોમાં ભેજ જળવાઈ રહે છે. રૂમનું તાપમાન ઠંડુ રાખે છે.

ઉનાળો જીવનશૈલી