એક મહિનામાં 15 થી 20 કિલો વજન ઓછું કરવા માટે આ રહ્યો ડાયેટ ચાર્ટ

Balanced Diet Chart : બાબા રામદેવના જણાવ્યા અનુસાર જો તમે ડાયેટમાં કેટલાક ફેરફાર કરો છો તો તમે એક મહિનામાં 15થી 20 કિલો વજન ઘટાડી શકો છો

Balanced Diet Chart : બાબા રામદેવના જણાવ્યા અનુસાર જો તમે ડાયેટમાં કેટલાક ફેરફાર કરો છો તો તમે એક મહિનામાં 15થી 20 કિલો વજન ઘટાડી શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
weight loss diet chart, weight loss diet

Balanced Diet Chart: મોટાપાને કંટ્રોલ કરવા માંગો છો તો શરીરને એક્ટિવ રાખો, ડાયેટનું ધ્યાન રાખવું (તસવીર - ફ્રીપિક)

Balanced Diet Chart: મોટાપાને કંટ્રોલ કરવા માંગો છો તો શરીરને એક્ટિવ રાખો, ડાયેટનું ધ્યાન રાખવું. જો લાંબા સમય સુધી મોટાપો કંટ્રોલ નહીં કરવામાં આવે તો શરીર રોગોનું ઘર બની જશે. સ્થૂળતા વધવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઇરોઇડ થાય છે. સ્થૂળતા ઘટાડવા માટે, આહારમાં એવા ખોરાક અને જડીબુટ્ટીઓનો સમાવેશ કરો જે મેટોબોલજ્મને બૂસ્ટ કરે અને બોડી ફેટને કંટ્રોલ કરે.

Advertisment

વધતા વજનને રોકવા માટે આપણી પાસે કોઈ જાદુઈ ટૂલ્સ નથી, ફક્ત શરીરની એક્ટિવિટી, આહારમાં ફેરફાર, તણાવને કંટ્રોલ કરીને વજન ઘટાડી શકાય છે.

કેટલીક દવાઓના સેવનથી પણ સ્થૂળતા વધે છે. તેની ઓળખ કરવી જરુરી છે. જો તમે સ્થૂળતા ઘટાડવા માટે મજબૂત રણનીતિ બનાવી રહ્યા છો તો યોગ ગુરૂ બાબા રામદેવે જણાવેલી રીતો અપનાવો. બાબા રામદેવના જણાવ્યા અનુસાર જો તમે ડાયેટમાં કેટલાક ફેરફાર કરો છો તો તમે એક મહિનામાં 15થી 20 કિલો વજન ઘટાડી શકો છો.

બાબા રામદેવ પાસેથી જાણીએ કે વજન ઘટાડવા માટે ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ

જો કે 1 મહિનામાં 15થી 20 કિલો વજન ઘટાડવું ખૂબ જ મુશ્કેલ લક્ષ્ય છે, જે સ્વાસ્થ્ય માટે સુરક્ષિત ન પણ હોઈ શકે. તંદુરસ્ત વજન ઘટાડવાનો દર સામાન્ય રીતે દર અઠવાડિયે 0.5 થી 1 કિલો હોય છે. જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો તેને સુરક્ષિત રીતે કરો. વજન ઉતારવાનો એક તંદુરસ્ત ઉપાય એ છે કે સંતુલિત આહાર, નિયમિત કસરત અને પૂરતી ઊંઘ લેવી. આવો બાબા રામદેવ પાસેથી જાણીએ કે વજન ઘટાડવા માટે ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ.

Advertisment
સવારે 6.00 થી 7.00 1 ગ્લાસ નવશેકું લીબું પાણી કે અજમાનું પાણી
5-6 પલાળેલી બદામ+ 2 અખરોટ
દૂધીનું જયૂસ પીવો
સવારનો નાસ્તો સવારે 8.00 થી 9.001 વાટકી ઓટ્સ / ઉપમાં/ પૌઆ / દાળ/ મૂંગ દાળ ચિલ્લા, 1 વાટકી દહીં, 1કપ ગ્રીન ટી અથવા બ્લેક કોફી
મિડ-મોર્નિંગ સ્નેક 11:00 સવારે1 સફરજન / પપૈયું/ કાકડી-ટામેટાંનું સલાડ, 1કપ ગ્રીન ટી
બપોરનું ભોજન 1.00થી 2.00 વાગેરોટલી (મલ્ટિગ્રેન) + 1 વાટકી દાળ / પનીર / ચીકન, 1 વાટકી લીલા શાકભાજી, 1 વાટકી દહીં / છાશ, સલાડ (કાકડી, ટામેટા, ગાજર), ઘઉં, બાજરી, મગ અને ચોખાનું સેવન કરો.
બપોરે 3.00 વાગ્યેઅશ્વગંધાન કાઢાનું સેવન કરો
સાંજનો નાસ્તો (સાંજે 4.00 થી 5.00)1 વાટકી સૂપ (દૂધી, પાલક, ટામેટા), 1 વાકટી ગ્રિલ્ડ વેજિટેબલ કે ગ્રિલ્ડ ચિકન/ફિશ, જો તમને ખૂબ જ ભૂખ લાગે તો 1 મલ્ટિગ્રેન રોટલી
ઊંઘતા પહેલાં (9.00 થી 10.00 વચ્ચે)1 કપ હળદર નાખેલું નવશેકું દૂધ કે ગ્રીન ટી

આ વાતોનું રાખો ધ્યાન

જો તમે એક મહિનામાં વજન ઓછું કરવા માંગો છો, તો પછી તમે રાત્રે 7 વાગ્યા પછી કશુંપણ ખાવ નહીં. ડિનરમાં ભાત-રોટલી ન ખાવી. રાત્રિભોજનમાં કાર્બ્સનું સેવન પાચન બગાડી શકે છે. તેના સેવનથી ગેસ, એસિડિટી અને બ્લોટિંગની સમસ્યા વધી શકે છે.

આ પણ વાંચો - રજાના દિવસે બનાવો હેલ્ધી નાસ્તો, ફક્ત 15 મિનિટમાં આસાનીથી થઇ જશે તૈયાર

ફળો અને શાકભાજીથી ભૂખને નિયંત્રિત કરો

વજન ઓછું કરવું હોય તો સિઝનલ ફળ અને શાકભાજી ખાવા જોઈએ. આ ફળો અને શાકભાજીનું સલાડ અથવા ચાટ બનાવીને તેનું સેવન કરો. ફળો અને શાકભાજી શરીરને પોષણ આપે છે અને શરીરની ચરબીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

યોગ પણ મહત્વપૂર્ણ છે

વજનને કંટ્રોલ કરવું હોય તો શરીરને એક્ટિવ રાખો. શરીરની ચરબીને નિયંત્રિત કરવા માટે યોગની મદદ લો. તમે ઉત્કટાસન, કોણાસન, ભુજંગાસન અને ફલકાસન કરો છો. આ યોગની મદદથી તમે શરીરની ચરબીને સરળતાથી નિયંત્રિત કરી શકો છો.

(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે.)

જીવનશૈલી health tips