શું તમારે કોલેસ્ટ્રોલ વધારે છે? ઘટાડવા માટે વસ્તુ પલાળીને ખાઓ, દવા જેવું કરશે કામ!

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા શું ખાવું | કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે નિયમિતપણે પલાળેલા આ વસ્તુ ખાવા એ એક સારો વિચાર છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે આ ખોરાક કુલ કોલેસ્ટ્રોલ, LDL કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટાડી શકે છે

Written by shivani chauhan
August 13, 2025 07:00 IST
શું તમારે કોલેસ્ટ્રોલ વધારે છે? ઘટાડવા માટે વસ્તુ પલાળીને ખાઓ, દવા જેવું કરશે કામ!
Cholesterol Controlling Tips In Gujarati

Cholesterol Controlling Tips In Gujarati | ખરાબ લાઇફસ્ટાઇલ હાઈ કોલેસ્ટ્રોલનું મુખ્ય કારણ છે. LDL (ખરાબ કોલેસ્ટ્રોલ) ને હાઈ લેવલ હોઈ તો હૃદય રોગ, સ્ટ્રોક અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. આયુર્વેદિક સાધક ઉપાસના વોહરા દાવો કરે છે કે રાત્રે પાણીમાં પલાળેલા બે અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થઈ શકે છે. અહીં જાણો કે અન્ય હેલ્થ એક્સપર્ટ શું કહે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા શું ખાવું?

બેંગલુરુ સ્થિત ક્લાઉડ9 ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના ચીફ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ વી. અભિલાષાએ IndianExpress.com ને જણાવ્યું હતું કે કોલેસ્ટ્રોલ ઘટાડવાના હેતુથી અખરોટને પલાળવાથી ચોક્કસપણે ડાયટમાં સમાવેશ કરી શકાય છે. અભિલાષાએ કહ્યું કે, “અખરોટમાં હેલ્ધી ફેટ્સ, ખાસ કરીને પોલીઅનસેચ્યુરેટેડ ચરબી ભરપૂર હોય છે. આ LDL કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે જોવા મળ્યું છે. અખરોટને પલાળવાથી તેમની પાચનક્ષમતા અને પોષક તત્વોનું શોષણ વધી શકે છે, અને તેમના કોલેસ્ટ્રોલ-ઘટાડવાના ગુણધર્મોમાં વધારો થઈ શકે છે.’

એક્સપર્ટ કહે છે કે પલાળેલા અખરોટ LDL કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસરકારક છે. “અખરોટમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ્સ લીવરમાં તેનું પ્રોડકશન ઘટાડીને અને તેને લોહીના પ્રવાહમાંથી દૂર કરવામાં મદદ કરીને LDL કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે. વધુમાં અખરોટમાં રહેલું ફાઇબર પાચન દરમિયાન કોલેસ્ટ્રોલનું શોષણ અટકાવે છે અને શરીરમાંથી તેના ઉત્સર્જનમાં મદદ કરે છે.’

અભિલાષાએ કહ્યું કે અખરોટમાં સારા કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાતા HDL કોલેસ્ટ્રોલને વધારવાની ક્ષમતા પણ છે. “HDL કોલેસ્ટ્રોલ ધમનીઓમાંથી વધારાનું કોલેસ્ટ્રોલ દૂર કરવામાં અને તેને ઉત્સર્જન માટે લીવરમાં પાછું લઈ જવામાં મદદ કરે છે. આ પ્રક્રિયા ધમનીઓમાં પ્લેક જમા થવાનું જોખમ ઘટાડે છે. આ હૃદય રોગને અટકાવે છે.’

અભિલાષાએ કહ્યું કે, નિયમિતપણે પલાળેલા અખરોટ ખાવા એ એક સારો વિચાર છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે અખરોટથી ભરપૂર ખોરાક કુલ કોલેસ્ટ્રોલ, LDL કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટાડી શકે છે અને HDL કોલેસ્ટ્રોલ વધારી શકે છે. “કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે દરરોજ મુઠ્ઠીભર પલાળેલા અખરોટ, જે લગભગ 1 ઔંસ અથવા 28 ગ્રામ છે.

શરીરના દરેક અંગ માટે જરૂરી છે આ 1 વિટામિન, હાડકા થી લઇ હૃદય માટે ફાયદાકારક, જાણો કેવી રીતે

ઓટ્સ, ફળો અને શાકભાજી જેવા કોલેસ્ટ્રોલ ઘટાડતા અન્ય ખોરાકમાં પલાળેલા અખરોટ ઉમેરવાથી તેના ફાયદામાં વધારો થઈ શકે છે. પલાળેલા અખરોટ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે એક કુદરતી ઉપાય છે. ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઑકિસડન્ટ અને ફાઇબરની સમૃદ્ધ સામગ્રી તેમને હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ ખોરાક બનાવે છે.

અભિલાષાએ કહ્યું કે, તમારા રોજિંદા આહારમાં પલાળેલા અખરોટનો સમાવેશ કરીને તમે LDL કોલેસ્ટ્રોલ નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો, HDL કોલેસ્ટ્રોલ વધારી શકો છો અને તમારા એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરી શકો છો, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ