ચાંદ જેવા ચમકતા ચહેરા માટે આ 6 ફળનું સેવન કરો, કુદરતી સુંદરતા મળશે અને ઉંમર કરતા નાના દેખાશો

Fruits Benefits For Skin Care: ફળનું સેવન સ્કિન ટોનને સુધારવા, ગ્લોઇંગ અને હેલ્ધી બનાવવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.

Written by Ajay Saroya
May 27, 2024 23:49 IST
ચાંદ જેવા ચમકતા ચહેરા માટે આ 6 ફળનું સેવન કરો, કુદરતી સુંદરતા મળશે અને ઉંમર કરતા નાના દેખાશો
Fruits Benefits For Skin Care: ફળ ખાવાથી શરીર તંદુરસ્ત રહેવાની સાથે સાથે સ્કીન પણ સુંદર બને છે. (Photo - Freepik)

Fruits Benefits For Skin Care: ફળ શરીરને સ્વસ્થ્ય રાખવાની સાથે સાથે સ્કીન માટે પણ ફાયદાકારક છે. ચાંદ જેવો ચમકતો અને સુંદર ચહેરા દરેક વ્યક્તિની ઇચ્છે છે. આ માટે લોકો તમામ પ્રકારના ઉપાય પણ અપનાવતા હોય છે. જો કે જો તમે નેચરલ રીતે તમારી સ્કિન ની સુંદરતા વધારવા માંગો છો તો સ્કિન કેરની સાથે-સાથે તમારા ડાયટ પર પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

ખાસ કરીને અમુક ફળોનું સેવન સ્કિન ટોન સુધારવા, ગ્લોઇંગ અને સ્કિનને હેલ્ધી બનાવવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. અહીં તમને આવા જ 6 ફળ વિશે જણાવી રહ્યા છીએ, જેનું સેવન સ્કિન માટે ફાયદાકારક છે.

સુંદર અને ચમકતી સ્કિન માટે ડાયટમાં આ ફળ સામેલ કરો

પપૈયું

આ યાદીમાં સૌથી પહેલું નામ પપૈયું છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર પપૈયામાં એન્ટિ-ઓક્સીડેન્ટ્સ તેમજ પપેઇન નામનું એન્ઝાઇમ હોય છે. આ ઉત્સેચક ત્વચા પર એક્સફોલિયન્ટની જેમ કામ કરીને ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા વધુ સ્વસ્થ દેખાય છે, સાથે જ સ્કિન ટોન પણ સુધરે છે.

સંતરા – નારંગી

સંતરા- નારંગી વિટામિન સીથી ભરપૂર હોય છે જે સ્કિનને ચમકદાર અને ટાઇટ રાખે છે. એટલું જ નહીં, સ્કિનકેર એક્સપર્ટનું કહેવું છે કે રોજ સંતરાનું સેવન કરચલીઓ અને ફાઇન લાઇનને ઘટાડવામાં પણ મદદરૂપ થઇ શકે છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં કોલેજન વધારીને સ્કિન પર વૃદ્ધત્વના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે.

એવોકાડો

એવોકાડોમાં ઓમેગા 3 ફેટી એસિડની સાથે વિટામિન ઇ સારી માત્રામાં હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે અને ખીલ, ખરજવું જેવી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે અને ત્વચાના રંગને પણ સુધારે છે.

તરબૂચ

તરબૂચ પાણીથી ભરપૂર ફળ છે, જે ત્વચાને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ્ડ રાખવામાં મદદ કરે છે. આ સાથે સ્કિન પણ વધુ ગ્લોઇંગ લાગે છે.

આ પણ વાંચો | શું સોયાના સેવનથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટે છે?

રસવાળા ફળ

બ્લૂબેરી, રાસબેરી અને બ્લેકબેરી જેવી બેરીમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્થોસાયનિન ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને યુવી (UV) નુકસાન અને ઓક્સિડેટીવ તણાવ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે, તેમજ ત્વચાને આંતરિક રીતે તંદુરસ્ત બનાવવા પર અસર દર્શાવે છે. આવી સ્થિતિમાં, કુદરતી રીતે ત્વચાને સ્વસ્થ બનાવવા માટે, તમે આ 6 ફળોને તમારા આહારનો એક ભાગ બનાવી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ