શિમલા અને મનાલીમાં ફરવાની બેસ્ટ જગ્યા, ઓછા બજેટમાં કરો પ્રવાસનો પ્લાન

Places To Visit in Shimla Manali: શિમલા અને મનાલીમાં ફરવા માટે બેસ્ટ પ્લેસ જણાવવા જઈ રહ્યા છીએ. આ સાથે ઓછા બજેટમાં અહીં ફરવાનું આયોજન કેવી રીતે કરવું તે પણ જણાવી રહ્યા છીએ

Written by Ashish Goyal
May 30, 2025 15:50 IST
શિમલા અને મનાલીમાં ફરવાની બેસ્ટ જગ્યા, ઓછા બજેટમાં કરો પ્રવાસનો પ્લાન
હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં ફરવાલાયક ઘણા સ્થળો છો (તસવીર - ફ્રીપિક)

Places To Visit in Shimla Manali: હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના લોકો ઠંડા પ્રદેશોમાં ફરવા જવા માંગે છે. જેમાં સૌથી બેસ્ટ હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલી છે. જ્યાંનું હવામાન ખૂબ જ સારું છે. કાળઝાળ ગરમીથી બચવા માટે તમે અહીં ફરવા જઈને થોડા દિવસ આરામથી પસાર કરી શકો છો. અહીં અમે તમને શિમલા અને મનાલીમાં ફરવા માટે બેસ્ટ પ્લેસ જણાવવા જઈ રહ્યા છીએ. આ સાથે ઓછા બજેટમાં અહીં ફરવાનું આયોજન કેવી રીતે કરવું તે પણ જણાવી રહ્યા છીએ.

શિમલા અને મનાલીમાં રહેવા માટે સસ્તી જગ્યાઓ

શિમલાઃ જો તમારું બજેટ ઓછું હોય તો તમારે ફરવા જતા પહેલા ત્યાં રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ. શિમલામાં તમે ઓછા બજેટમાં લક્કર બજાર કે મોલ રોડ જેવા વિસ્તારોમાં હોટલ કે ગેસ્ટહાઉસ બુક કરાવી શકો છો. અહીં તમને લગભગ 300થી 500 રૂપિયા પ્રતિ રાત રોકાવાની સુવિધા મળશે.

મનાલી: જો તમે સમર વોક માટે મનાલી ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમને બજેટમાં જૂની મનાલીમાં હોસ્ટેલ અથવા ગેસ્ટહાઉસના વિકલ્પો મળશે. અહીં તમારે રાત્રિ રોકાણ માટે લગભગ 300થી 800 રૂપિયા ખર્ચ કરવા પડશે.

મનાલી અને શિમલા કેવી રીતે પહોંચવું?

અમદાવાદથી ટ્રેન દ્વારા દિલ્હી જઇ શકો છો. દિલ્હીથી તમારે શિમલા અને મનાલી જવા માટે બસની સુવિધા લેવી જોઈએ. વોલ્વો બસ 800 – 1500 રૂપિયાની રેન્જમાં ઉપલબ્ધ થશે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમને 500 થી 1,000 રૂપિયા સુધીનો ખર્ચ થશે. કારપૂલિંગમાં 500થી 1000 રૂપિયાનો ખર્ચ આવશે. જ્યારે તમારી કારથી જવા પર 3000થી 5000 રૂપિયા ખર્ચ કરવા પડશે.

આ પણ વાંચો – મિત્રો કે પરિવાર સાથે વીકેન્ડમાં આ 5 સ્થળો પર ફરવાનો બનાવો પ્લાન, ઓછા ખર્ચમાં થઇ જશે પ્રવાસ

શિમલામાં જોવા માટે શ્રેષ્ઠ સ્થળો

મોલ રોડ, શિમલા

શિમલામાં મોલ રોડ ફરવા, શોપિંગ અને જમવા માટે યોગ્ય જગ્યા છે.

ધ રિજ, શિમલા

શિમલાની આ જગ્યા એકદમ ખુલ્લી અને સુંદર છે. આસપાસના મેદાનો તમને મોહિત કરશે.

કુફરી

શિમલા નજીકનું મનોહર હિલ સ્ટેશન પણ જોવા માટે એક યોગ્ય સ્થળ છે. અહીં તમે સ્કીઇંગ, ટોગિંગ અને હોર્સબેક રાઇડિંગ જઇ શકો છો.

મનાલીમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો

રોહતાંગ પાસ

મનાલીની પાસે બરફથી ઢંકાયેલી આ જગ્યા ખૂબ જ સુંદર છે. અહીં તમે સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ જઇ શકો છો.

સોલંગ ઘાટી

મનાલી નજીકની રમણીય ખીણમાં તમને કુદરતી દૃશ્યો જોવા મળશે. તમે અહીં પેરાગ્લાઇડિંગ અને ઝિપલાઇનિંગની મજા લઇ શકો છો.

હડિમ્બા મંદિર

મનાલી ફરવા જાઓ તો હડિમ્બા મંદિરના દર્શન અવશ્ય કરો. તે એક લોકપ્રિય તીર્થસ્થાન છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ