ભારતમાં 3 દિવસના વેકેશન માટે સૌથી સારા સ્થળ કયા-કયા છે? ચેક કરી લો આ લિસ્ટ

ખાસ વાત એ છે કે તમે માત્ર 3 દિવસમાં જ આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. એટલે કે તમે કોઈપણ વીકેન્ડ પર અહીં પ્લાનિંગ કરીને આરામથી જઈ શકો છો

ખાસ વાત એ છે કે તમે માત્ર 3 દિવસમાં જ આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. એટલે કે તમે કોઈપણ વીકેન્ડ પર અહીં પ્લાનિંગ કરીને આરામથી જઈ શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Best Places for 3 Days Trip, trip in india

આવો જાણીએ કે ભારતમાં 3 દિવસની યાત્રા માટે કયા બેસ્ટ પ્લેસ છે (તસવીર - એએનઆઈ)

3 days trip in india : જો તમે લાંબા સમયથી એક જ જગ્યાએ રહીને કંટાળી ગયા છો અને ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ લિસ્ટ જરૂર ચેક કરવું જોઈએ. ખાસ વાત એ છે કે તમે માત્ર 3 દિવસમાં જ આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. એટલે કે તમે કોઈપણ વીકેન્ડ પર અહીં પ્લાનિંગ કરીને આરામથી જઈ શકો છો. આ સિવાય તમે ઉનાળામાં આ બધી જ જગ્યાઓ પર ફરી શકો છો અને માત્ર સોલો જ નહીં પરંતુ પરિવાર અને મિત્રો સાથે પણ જઇ શકો છો. તો આવો જાણીએ કે ભારતમાં 3 દિવસની યાત્રા માટે કયા બેસ્ટ પ્લેસ છે.

Advertisment

ભારતમાં 3 દિવસની યાત્રા માટે બેસ્ટ પ્લેસ

ભારતમાં 3 દિવસના પ્રવાસ માટે તે સ્થળ શ્રેષ્ઠ છે જ્યાં માત્ર કુદરતી વાતાવરણ અથવા જૂની વિરાસત છે. જોકે જો તમે ફક્ત તમારી માનસિક શાંતિ માટે ક્યાંક જવા માંગતા હો તો પછી તમે આ સ્થળોએ જઈ શકો છો અને થોડા તણાવ મુક્ત થઈ શકો છો.

  • શિમલા
  • મૈકલોડગંજ
  • ઋષિકેશ
  • નૈનીતાલ
  • ગોકર્ણ
  • જેસલમેર
  • ઉદયપુર
  • કસોલ
  • જયપુર
  • ઊટી
  • દાર્જિલિંગ
  • ખજુરાહો

આ પણ વાંચો - ગુજરાત નજીક ટોપ 5 ફરવાના સ્થળ, ઓછા બજેટમાં પ્રવાસ સાથે ભરપૂર મજા માણો

Advertisment

તમે ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો

જો તમને માત્ર 3 દિવસની રજા છે તો તમે આ ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો. જેમ કે બનારસ, અયોધ્યા, મધુરા વગેરેની પણ મુલાકાત લઈ શકાય છે. અહીં ફરવા માટે 3 દિવસ પણ પૂરતા હશે.

એન્ડવેચર એક્ટિવિટી માટે અહીં જાઓ

આ બધા ઉપરાંત એડવેન્ચર એક્ટિવિટીઝ માટે તમે ભારતના આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. જેમ કે ઋષિકેશ, ગુલમર્ગ, નૈનિતાલ, મનાલી, ઔલી, મસૂરી અને શિમલા જ્યાં તમે 3 દિવસની રજામાં પણ આરામથી જઇ શકો છો અને અહીં ઘણા પ્રકારની એડવેન્ચર એક્ટિવિટી કરી શકો છો. જેમ કે રિવર રાફ્ટિંગ, ટ્રેકિંગ અને રોક ક્લાઇમ્બિંગ. જો તમારે ત્રણ દિવસનું વેકેશન હોય તો ઘરે બેઠા સમય બગાડશો નહીં પરંતુ, આ સ્થળોએ જઇને આનંદ માણો.

જીવનશૈલી પ્રવાસ