પ્રવાસ: સુહાના સફર ઔર યે મોસમ હસી, બાઈક રાઈડ ના શોખીનો માટે સ્વર્ગ સમાન છે આ સ્થળ, ચાલો ફરવા

Best Places For Bike Riding Near Delhi : દિલ્હીથી રોડ ટ્રિપ્સ: બાઇક રાઈડનો શોખ છે તો તમારે આ સ્થળોની જરૂર મુલાકાત લેવી જોઇએ. બાઇક રાઈડિંગની સાથે અદભુત કુદરતી નજારો અને એડવેન્ચર માણવા મળશે.

Best Places For Bike Riding Near Delhi : દિલ્હીથી રોડ ટ્રિપ્સ: બાઇક રાઈડનો શોખ છે તો તમારે આ સ્થળોની જરૂર મુલાકાત લેવી જોઇએ. બાઇક રાઈડિંગની સાથે અદભુત કુદરતી નજારો અને એડવેન્ચર માણવા મળશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bike ride | bike ride places | bike riding tour plan | bike riding places in india | tour Travel on bike ride

ભારતમાં બાઇક રાઈડિંગ સાથે પ્રવાસ માણવા માટે ઘણા સ્થળો છે. (Photo - Freepik)

Best Places For Bike Riding Near Delhi : કેટલાક લોકોને બાઇક રાઇડિંગ એટલે કે બાઇક પર પ્રવાસ કરવાનો શોખ હોય છે. તેઓ લાંબા અંતર સુધી બાઇકથી ફરવા જાય છે. તેઓ જ્યાં ઇચ્છે ત્યાં રોકાય છે અને આસપાસની સુંદરતા માણવાનો આનંદ લે છે. બાઇક ટ્રાવેલ માટે ઘણા સ્થળો છે જ્યાં તમે તમારી બાઇક લઇને ફરવા જઇ શકો છે. જો તમે દિલ્હી ફરવા જઇ રહ્યા છો તો તમે આ સ્થળો પર તમે બાઇક રાઇડ ટ્રાવેલનો આનંદ માણી શકો છો. દિલ્હીથી તમે સવારે નીકળી શકો છો અને સાંજ સુધીમાં અથવા બીજા દિવસે સવારે આ સ્થળોએ પહોંચી શકો છો. આ દરમિયાન જ્યાં ઈચ્છો ત્યાં રહો, જ્યાં ઈચ્છો ત્યાં જમી લો, વચ્ચે હોટલમાં રહો અને પછી બીજા દિવસે સવારે ફરીથી નીકળી શકો છો. આ રીતે તમે બાઇક દ્વારા સુંદર પ્રવાસર કરી શકો છો.

Advertisment

બાઇક રાઇડિંગ ટુર માટેના શ્રેષ્ટ સ્થળ

દિલ્હીથી ગઢ મુક્તેશ્વર (Delhi to Garh Mukteshwar)

દિલ્હીથી તમે ગઢ મુક્તેશ્વર જઈ શકો છો, જે લગભગ 110 કિમી દૂર છે. દિલ્હીની એક પ્રખ્યાત રોડ ટીપ્સ પૈકીની એક છે. આ માટે ગાઝિયાબાદથી એનએચ-24 લો અને સીધા હાપુડ તરફ આગળ વધો. શહેરના ટ્રાફિકને ટાળવા માટે હાપુર બાયપાસનો રસ્તો પસંદ કરો. ત્યારબાદ, બિરજઘાટ તરફ રસ્તો પકડો, જે ગઢ મુક્તેશ્વર શહેરથી લગભગ 10 કિમી દૂર છે. આ મુસાફરી તમને 2 કલાકથી વધુ સમય લેશે નહીં. અહીં લોકો ગંગા સ્નાન કરવા આવે છે અને ડોલ્ફિન જોવાની મજા માણે છે.

દિલ્હી થી ઋષિકેશ (Delhi to Rishikesh)

ગંગા અને ચંદ્રબાઘા નદીઓના સંગમ પર સ્થિત ઋષિકેશ પવિત્ર અને આધ્યાત્મિક સ્થળ છે. તમે રોડ માર્ગે જઈને કોઈપણ વીકેન્ડ પર અહીં ફરી શકો છો. તમે મુઝફ્ફરનગર અને રૂરકી થઈને ઋષિકેશ જઈ શકો છો. જો કે, તમને વચ્ચે થોડીક ભીડ મળી શકે છે, પરંતુ બાઇક દ્વારા અહીં જવું સહેલું છે. વિકેન્ડમાં પ્રવાસ માટે શ્રેષ્ઠ સ્થળ છે.

આ પણ વાંચો | એડવેન્ચર અને ટ્રેકિંગનો શોખ છે? ભારતના ટોપ 7 એડવેન્ચર ટુરિસ્ટ સ્થળ પર સાહસ અને રોમાંચની મજા જાણો

Advertisment

દિલ્હી થી મસૂરી (Delhi to Mussoorie)

મસૂરી એ દિલ્હીનું સૌથી નજીકનું અને સૌથી સુંદર હિલ સ્ટેશન છે અને દિલ્હીથી સૌથી પ્રખ્યાત રોડ ટ્રિપ પૈકીનું લોકપ્રિય સ્થળ છે. ધોધ અને રોપ-વે થી માંડીને લોકોની અવરજવરથી જીવંત સ્થાનિક બજારો અને સ્વાદિષ્ટ મોમોઝ સુધી, તે એક ક્લાસિક હિલ સ્ટેશન છે. અને દિલ્હીથી મસૂરી સુધીની રોડ ડ્રાઈવમાં દહેરાદૂન પછીનો રસ્તો સુખદ બની જાય છે. દહેરાદૂન જવા માટે લગભગ ૬ કલાક અને મસૂરી પહોંચવામાં ૧.૫ કલાકનો સમય લાગે છે. રસ્તો વચ્ચે ક્યાંક ખરાબ છે તો ક્યાંક સારો છે. વીકેન્ડ પર ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે.

દિલ્હી જીવનશૈલી પ્રવાસ