/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/ranikhet-tourist-places.jpg)
Ranikhet Places Visit : રાણીખેત ઉત્તરાખંડનું એક સુંદર હિલ સ્ટેશન છે (તસવીર - ઉત્તરાખંડ પર્યટન)
Ranikhet Places Visit : રાણીખેત ઉત્તરાખંડનું એક સુંદર હિલ સ્ટેશન છે. તે એક મુખ્ય પર્યટન સ્થળ છે જેને એક અઠવાડિયાની અંદર કવર કરી શકાય છે. એટલું જ નહીં તમારી પાસે ઓછા દિવસની રજા હોય તો પણ તમે અહીં જઈ શકો છો. આખું વર્ષ તમે અહીં સુખદ હવામાન બરફથી ઢંકાયેલા હિમાલયના શાનદાર દૃશ્યોનો આનંદ માણી શકો છો. રાનીખેત પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે પરફેક્ટ છે. જો તમે થોડા દિવસ શાંતિથી પ્રકૃતિની આસપાસ પસાર કરવા માંગતા હો, તો રાણીખેતની મુલાકાત અવશ્ય લો. તો ચાલો જાણીએ અહીં કેવી રીતે પહોંચવું? સાથે જ જાણો અહીં ફરવા માટે શું છે.
કેવી રીતે પહોંચશો દિલ્હથી રાણીખેત
ગુજરાતના લોકો દિલ્હીથ રાણીખેત જઇ શકે છે. દિલ્હીથી રાણીખેતનું અંતર 372 કિમી છે. તમે અહીં રોડ બસ અથવા કેબ દ્વારા જઈ શકો છો. તમે અહીં ટ્રેન દ્વારા પણ જઈ શકો છો જે થોડું સસ્તું અને સરળ પણ હશે. આ માટે કાઠગોદામ રેલવે સ્ટેશન રાણીખેતથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશન હિલ સ્ટેશનથી લગભગ 75 કિમી દૂર છે. રેલવે સ્ટેશનની સામે ટેક્સી, કેબ અને ટેમ્પો ટ્રાવેલર ઉપલબ્ધ છે, જેની મદદથી તમે અહીં સુધી પહોંચી શકો છો.
આ ઉપરાંત રામનગર રેલવે સ્ટેશન રાણીખેત પાસેનું અન્ય એક રેલવે સ્ટેશન છે, જે શહેરથી 97 કિ.મી.ના અંતરે આવેલું છે. ટ્રેનમાં જવા માટે 6થી 8 કલાકનો સમય લાગી શકે છે.
આ પણ વાંચો - ઉનાળા વેકેશનને યાદગાર અને મજેદાર બનાવવા આ સ્થળની મુલાકાત લો, ઓછા ખર્ચે વધુ મજા
રાણીખેતમાં જોવાલાયક સ્થળો (Ranikhet Places visit)
રાણીખેત એ કેન્ટોનમેન્ટ બોર્ડનો વિસ્તાર છે જ્યાં હરિયાળી જ હરિયાળી છે. અહીં પર્વતો, નદીઓ અને ધોધ છે. આ સિવાય તમે અહીં આ સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.
- ઝુલા દેવી મંદિર
- ગોલ્ફ કોર્સ
- ભાલૂ ડેમ
- મજખાલી
- રામ મંદિર
- હૈડાખાન બાબા મંદિર
- આશિયાના પાર્ક
રાણીખેતની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય (best time to visit Ranikhet)
રાણીખેતની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય વરસાદની મોસમ શરૂ થાય તે પહેલાંનો છે. માર્ચથી જુલાઈ સુધીનો સમય અહીં ફરવા માટે યોગ્ય સમય છે. આ મહિનાઓમાં ગુજરાત સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો કાળઝાળ ગરમી પડી રહી હોય છે. ત્યારે રાણીખેત આ મહિનાઓ દરમિયાન હિમાલયના અદ્ભુત દૃશ્યો સાથે તમે મોસમની મજા લઇ શકો છો. એટલે જો તમે ક્યારેય રાણીખેત ગયા જ ન હોય તો એક વાર અહીં જરૂર જજો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us