Sadhguru Tips For Sleeping At Night : ઊંઘ શરીર માટે બહુ જરૂરી છે. રાત્રે 7-8 કલાકની ઊંઘ માત્ર શરીરને જ ચાર્જ નથી કરતી પરંતુ મૂડ પણ ઠીક કરે છે. એક રિસર્ચમાં એ વાત સાબિત થઇ ચૂકી છે કે મોટાભાગના ભારતીયો શાંતિથી ઉંઘતા નથી. ઊંઘ ન આવવાથી અનેક બીમારીઓ થાય છે. ઊંઘનો અભાવ વજન વધારવા તરફ દોરી જાય છે અને ઘણી બીમારીનું જોખમ પણ વધારે છે.
નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, ઊંઘનો અભાવ અને ટાઇપ-2 ડાયાબિટીસ વચ્ચે ઊંડો સંબંધ છે. સારી ઊંઘ મનને આરામ આપે છે અને ભાવનાત્મક સુધારે છે. ઊંઘ ન આવવાને કારણે ઘણી સમસ્યાઓ થાય છે.
સદગુરુ જગ્ગુ વાસુદેવના જણાવ્યા અનુસાર કેટલાક લોકો એવા પણ હોય છે જેમને સવારે પથારીમાંથી બહાર નીકળવું સારું નથી લાગતું. સવારે મૂડ ખરાબ અન્ય કોઈ કારણથી નહીં પરંતુ ઊંઘના કારણે થાય છે. જો તમારી સાથે વારંવાર સવારે આવું થાય છે, તો રાત્રે સૂતા પહેલા અમુક ટીપ્સ અજમાવો, જેનાથી તમને આરામદાયક ઉંઘ આવશે.
સદગુરુ જણાવે છે કે, તમે ઊંઘમાં ઘણી સકારાત્મક અને નકારાત્મક વસ્તુઓ વધારી શકો છો. જો તમે રાત્રે આરામથી ઊંઘતા નથી અને સવારે ઉઠ્યા પછી પણ સારું નથી લાગતું તો તમારે રાત્રે સૂતા પહેલા અમુક ખાસ ટિપ્સ અપનાવવી જોઈએ. જો તમને રાત્રે નિરાંતની ઊંઘ આવે તો તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો. આવો જાણીએ કેવી રીતે રાત્રે નિરાંતની ઊંઘ લેવી જેથી રોજ સવારે આપણો મૂડ સારો રહે.
જમ્યા પછી તરત જ ઊંઘશો નહીં
જો તમે રાત્રે આરામથી ઊંઘ લેવા માંગતા હોવ તો જમ્યા પછી તરત જ ઉંઘશો નહીં. જો તમે ડિનરમાં નોન-વેજનું સેવન કરો છો, તો સૂતા પહેલા 3-4 કલાક પહેલા જમી લો. ભારે ખોરાક પચવામાં સમય લાગે છે, તેથી તમારે ઊંઘવાના 4 કલાક પહેલાં જમી લેવું જોઈએ નહીં, તો ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. સૂતા પહેલા રાત્રે પીવો પાણી, રાત્રે આરામદાયક ઊંઘ આવશે .
ઉંઘવાની પહેલા સ્નાન કરો
સદગુરુ જગ્ગી વાસુદેવ ના જણાવ્યા અનુસાર જો તમે આખી રાત આરામદાયક ઊંઘ લેવા માંગતા હો, તો તમારે રાત્રે સૂતા પહેલા સ્નાન કરવું જોઈએ. શિયાલામાં સૂતા પહેલા નવશેકા પાણીથી સ્નાન કરો અને ઉનાળામાં સૂતા પહેલા ઠંડા પાણીથી સ્નાન કરો. યાદ રાખો કે રાત્રે ગરમ પાણીથી સ્નાન ન કરવું, શિયાળામાં પણ નવશેકા પાણીનો ઉપયોગ કરવો.
નવશેકું પાણી તમને સજાગ બનાવે છે. સૂતાં પહેલાં નહાશો તો રાત્રે 15-20 મિનિટમાં ઊંઘ આવી જશે, તમને સારી ઊંઘ આવશે. તમે જાણો છો કે નહાવાથી સ્કીન તો સાફ થાય જ છે સાથે સાથે સ્ટ્રેસ પણ દૂર થાય છે. તણાવથી મગજનો ભાર ઓછો થાય છે. આપણા શરીરમાં 70 ટકાથી વધુ પાણી હોય છે, જો શરીર પર પાણી રેડવામાં આવે તો એક પ્રકારનું શુદ્ધિકરણ થાય છે.
કુદરતી દીવો પ્રગટાવો, તમને આરામદાયક ઊંઘ આવશે
રાત્રે સૂતા પહેલા દીપકમાં તલનું તેલ, અળસીનું તેલ, રાઈસ બ્રાન તેલ અથવા ભોજન બનવવાના તેલનો ઉપયોગ કરો. આ દીપક તમારા બેડરૂમમાં રાખો. સૂતા પહેલા અમુક મંત્રોનો જાપ કરવો હોય તો થોડીવાર માટે બેડ પર બેસો, તમે જોશો કે થોડા જ સમયમાં તમને આરામથી ગાઢ ઊંઘ આવી જશે.
આ પણ વાંચો | લંચ અને ડિનર વચ્ચે કેટલા સમયનો અંતર રાખવો? જાણો સદગુરુ પાસેથી જમવાનો યોગ્ય સમય અને રીત
આ દિશામાં માથું રાખીને ઉંઘવું
તમે જાણો છો કે જ્યારે તમે ઉત્તર દિશામાં માથું રાખીને સૂઓ છો, ત્યારે ધીરે ધીરે લોહી તમારા મગજ તરફ આગળ વધવા લાગે છે. જ્યારે મગજમાં બ્લડ સર્ક્યુલેશન વધશે ત્યારે તમે શાંતિથી ઊંઘી શકશો નહીં. જો તમારા મગજમાં કોઈ નબળાઈ છે અથવા તમારી ઉંમર વધારે છે તો તમને હેમરેજ થઈ શકે છે. ભારતમાં લોકોએ ઉત્તર દિશામાં માથું રાખીને ન સૂવું જોઈએ. તમારે ઊંઘમાં માથું બંને દિશામાં રાખવું જોઈએ પરંતુ ઉત્તરમાં નહીં.