શું તમે પણ ઉનાળાના વેકેશનમાં પ્રવાસ પ્લાનિંગ કરી રહ્યા છો? આ રહ્યા બેસ્ટ ઓપ્શન્સ અને ટ્રાવેલ ગાઈડ

ઉનાળુ વેકેશન પ્રવાસ માટે ભારતના બેસ્ટ 5 સ્થળ જે તમારો મૂડ ફ્રેશ કરશે. કાળઝાળ ગરમીથી બચવા માટે ભારતના આ ઠંડા સ્થળોની મુલાકાત લો. સાથે જ વાંચો પ્રવાસને યાદગાર બનાવવાની 10 Expert Travel Tips

ઉનાળુ વેકેશન પ્રવાસ માટે ભારતના બેસ્ટ 5 સ્થળ જે તમારો મૂડ ફ્રેશ કરશે. કાળઝાળ ગરમીથી બચવા માટે ભારતના આ ઠંડા સ્થળોની મુલાકાત લો. સાથે જ વાંચો પ્રવાસને યાદગાર બનાવવાની 10 Expert Travel Tips

author-image
Haresh Suthar
New Update
ઉનાળુ વેકેશન પ્રવાસ માટે ભારતના 5 શ્રેષ્ઠ સ્થળ - india best places to visit in summer

ઉનાળુ વેકેશનને યાદગાર બનાવી દેશે ભારતના આ પ્રવાસન સ્થળ Photograph: (Social)

India best places to visit: બાળપણના એ દિવસો ક્યારેય ભુલાયે એવા નથી. સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા શરુ થવાની બાકી હોય અને મનમાં ઉનાળું વેકેશન અને પ્રવાસ અંગે વિચાર આવતા હોય. પરિવાર સાથે ઉનાળું વેકેશનમાં ફરવા જવાની મજા જ કંઇક અલગ હોય છે. જો તમે પણ શું તમે પણ ઉનાળાના વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો અહીં છે બેસ્ટ ઓપ્શન્સ અને ટ્રાવેલ ગાઈડ વિશે માહિતી. આ ઉનાળે ભારતના આ 'Hidden Gems' ની મુલાકાત લો જે તમારા વેકેશનને યાદગાર બનાવશે.

Advertisment

ઉનાળામાં ફરવા લાયક ભારતના શ્રેષ્ઠ સ્થળો (Best Palace in India for Summer visit):

ભારતમાં જ્યારે માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનામાં ગરમીનો પારો આસમાને હોય છે ત્યારે પહાડોની ઠંડક અને હરિયાળી મનને શાંતિ આપે છે. ફેમિલી હોય કે મિત્રો, ઉનાળામાં યોગ્ય સ્થળની પસંદગી પ્રવાસનો આનંદ બમણો કરી દે છે. તમારા આ પ્રવાસને યાદગાર બનાવવા માટે અહીં ઉનાળાના બેસ્ટ સ્થળો અને પ્રવાસ માટેની ટિપ્સ વિશે જાણીએ. 

લદ્દાખ (Ladakh): એડવેન્ચર પ્રેમીઓ માટે સ્વર્ગ

લદાખ નામ સાંભળતાં જ બરફ આચ્છાદિત પહાડો અને કુદરતી રમણીય દ્રશ્યો મનમાં તરી આવે છે. હકીકત પણ એવી જ છે. લદાખ ઉત્તર ભારતમાં હિમાલય અને કારાકોરમ પર્વતમાળાઓની વચ્ચે આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ છે. જે જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી અલગ કરાયો છે. લદાખ તેના કુદરતી સૌંદર્ય અને પહાડી રસ્તાઓ માટે ખાસ્સું જાણીતું છે. ઉંચા ઘાટાનો ભૂમિ તરીકે ઓળખાતું લદાખ પ્રવાસ માટેનું ઉત્તમ સ્થળ છે. અહીંનું સૌથી મોટું અને મહત્વનું શહેર લેહ છે. 

Advertisment

Ladakh India Best Hill Station
લદાખ એડવેન્ચર પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે

લદાખ પ્રવાસ વિશે જાણીએ તો આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. કુદરતે અહીં મન મુકીને સૌંદર્ય વેર્યું છે. અહીંનુ પેંગોંગ તળાવ, નુબ્રા વેલી, કારદુંગ લા સહિત અનેક સ્થળ પ્રવાસને યાદગાર બનાવે છે. 

આ પ્રદેશની ભૂગોળ વિશે વાત કરીએ તો આ પ્રદેશ ઉંચા ઘાટો, હિમાચ્છાદિત શિખરો અને પથ્થરવાળા રણ પ્રદેશ માટે જાણીતો છે. 

લદાખની સંસ્કૃતિ અંગે જાણીએ તો અહીં મુખ્યત્વે બૌદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનો પ્રભાવ વધુ જોવા મળે છે. દલાઇ લામાના આશ્રય સ્થાન તરીકે આ પ્રદેશ જાણીતો છે. 

મનાલી અને કસોલ (Manali and Kasol trip)

Manali Kasol Indias best Hill Station
મનાલી અને કસોલ શાંત રમણીય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર પ્રવાસન સ્થળ છે Photograph: (Social)

હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) આવેલા મનાલી અને કસોલ લોકપ્રિય પ્રવાસન સ્થળો છે. નદી કિનારે અને બરફાચ્છાદિત પહાડો વચ્ચે એડવેન્ચર સાથે સમય વિતાતવા ઇચ્છતા પ્રવાસીઓ માટે આ શ્રેષ્ઠ છે. 

મનાલી (Manali): એડવેન્ચર અને હનીમૂન માટે ઉત્તમ છે. બરફથી ઢંકાયેલા પહાડો, રોહતાંગ પાસ અને સોલાંગ વેલી, ઓલ્ડ મનાલીના કાફે અને  હડિંબા દેવી મંદિર અહીંના ખાસ આકર્ષણ છે. 

કસોલ (Kasol): પાર્વતી નદીના કિનારે આવેલ કસોલ શાંતિ અને ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ છે. અહીંનો કુદરતી નજારો મનને શાંતિ આપે છે. જ્યારે તોષ અને ચલાલ ગામ આસપાસનો વિસ્તાર ટ્રેકિંગ શોખિનો માટે સ્વર્ગ સમાન છે. અહીંના ઇઝરાયલી કેફે અનોખું આકર્ષણ જમાવે છે. 

મનાલી કસોલ ટ્રીપ (Manali Kasol trip): મનાલી અને કસોલ ઉનાળુ વેકેશન માટે બેસ્ટ છે. માર્ચથી જૂન માસ દરમિયાન અહીં પ્રવાસ કરવાની મજા આવે છે. પરિવાર સાથે ફરવું હોય તો મનાલી અને હિપ્પી વાઇબ્સ કે ટ્રેકિંગની મજા મિત્રો સાથે લેવી હોય તો કસોલ શ્રેષ્ઠ છે. મનાલીથી કસોલ કેબ દ્વારા 1થી2 કલાકમાં પહોંચી શકાય છે.

મુન્નાર (Kerala): દક્ષિણ ભારતની ઠંડક અને ચાના સુંદર બગીચાઓ

જો તમને હરિયાળી અને ઢોળાવ પસંદ હોય તો મુન્નાર તમારા માટે સ્વર્ગ સમાન છે. કેરળ રાજ્યના ઇડુક્કી જિલ્લામાં આવેલું મુન્નાર ત્રણ નદીઓના સંગમ પર આવેલું જાણીતું હિલ સ્ટેશન છે. જે સમુદ્દ સપાટીથી 1600 મીટરની ઉંચાઇ પર આવેલું છે. 

Munnar best hill station
મુન્નાર એટલે કુદરતનું ગ્રીન હેવન Photograph: (Social)

ચા બગીચા: ચાના બગીચાઓ મુન્નારનું સૌથી લોકપ્રિય આકર્ષણ છે. આ ઉપરાંત અહીંનુ આહલાદક વાતાવરણ અને ધોધ તમને કુદરતના ખોળામાં આવ્યાનો અહેસાસ કરાવે છે. 

મુન્નારના અન્ય આકર્ષણ: એરાવિકુલમ નેશનલ પાર્ક જે નીલગિરી તહર અને ટ્રેકિંગ માટે જાણીતો છે. માટ્ટુપેટી ડેમ જે બોટિંગ અને પિકનિક માટે જ્યારે અનામુડી પીક દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર છે. 

તાતા ટી મ્યુઝિયમ: ચા પીવાના શોખિનો માટે અહીંનુ તાતા ટી મ્યુઝિયમ ખાસ છે. અહીં ચા બનવાની પ્રક્રિયા વિશે વિગતે જાણવા મળે છે. 

મુન્નાર પ્રવાસ માટે શ્રેષ્ઠ સમય: કુદરતી સૌંદર્યથી સભર મુન્નાર પ્રવાસ કરવા માટે સપ્ટેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો અહીંની ખીલેલી પ્રકૃતિ જોવી હોય તો ચોમાસું બેસ્ટ છે. 

મુન્નાર કેવી રીતે પહોંચવું: મુન્નારથી નજીકનું એરપોર્ટ કોચીન એરપોર્ટ છે જે 130 કિમી દૂર છે. તમે રેલ માર્ગે પણ જઇ શકો છે. અલુવા (Aluva) સૌથી નજીક આવેલું રેલવે સ્ટેશન છે. રોડ માર્ગે પણ તમે અહીં આવી શકો છે.કોચીન કે મધુરાઇથી તમે બસ કે ટેક્સી દ્વારા અહીં સરળતાથી પહોંચી શકો છો. 

સિક્કિમ (North East): ભારતનું સ્વિટ્ઝર્લેન્ડ

પૂર્વ હિમાલયમાં આવેલું સિક્કિમ પ્રાકૃતિક સુંદરતા અને શાંત પ્રવાસ માટે જાણીતું છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું બીજુ સૌથી નાનું રાજ્ય સિક્કિમ એના સૌંદર્યને લીધે ભારતનું સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખાય છે. 

sikkim switzerland of india
સિક્કિમ ભારતનું સ્વિત્ઝરલેન્ડ Photograph: (Social)

ભૂગોળ: સિક્કિમ ઉત્તરમાં તિબેટ, પૂર્વમાં ભૂતાન, પશ્વિમમાં નેપાળ અને દક્ષિણમાં પશ્વિમ બંગાળ સાથે જોડાયેલું છે. ગંગટોક એનું પાટનગર છે. 

પ્રવાસ સ્થળો: સિક્કિમ પ્રવાસ વખતે અહીં ગંગટોક, પેલ્લીંગ, લાચુંગ અને યુમ્થંગ મુખ્ય સ્થળોની મુલાકાત લેવા જેવી છે. કુદરતી સૌંદર્યની સાથોસાથ અહીં નદી, ધોધ અને હનીમૂન સ્પોટ પણ ખાસ છે. 

મુખ્ય આકર્ષણો: સિક્કિમના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો ખાંગચેન્ડઝોંગા નેશનલ પાર્ક કે જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઐતિહાસિક બૌદ્ધ મઠો, ગુરુડોંગમાર અને નાથુલા પાસ પર્યટકો આકર્ષણનું કેન્દ્ર છે. 

સંસ્કૃતિ: સિક્કિમ સંસ્કૃતિ વિશે વાત કરીએ તો અહીં મુખ્યત્વે લેપ્યા, ભૂતિયા અને નેપાળી લોકો વસવાટ કરે છે. જેમના પરંપરાગત ઉત્સવો અને પહેરવેશ પણ ખાસ છે. 

સિક્કિમ કેવી રીતે જવું: બાગડોગરા સિક્કિમનું નજીકનું એરપોર્ટ છે. જ્યાં તમે અમદાવાદથી કે અન્ય કોઇ સ્થળેથી સીધી કે કનેક્ટીંગ ફ્લાઇટ દ્વારા જઇ શકો છો. ન્યૂ જલપાઈગુડી અહીંનું રેલવે સ્ટેશન છે જ્યાં જવા માટે અમદાવાદથી સીધી ટ્રેન છે. અહીંથી તમે ટેક્સી દ્વારા ગંગટોક કે અન્ય સ્થળોએ જઇ શકો છો. 

નૈનીતાલ (Nainital): હિમાલયની તળેટીમાં આવેલ પ્રખ્યાત હિલ સ્ટેશન

Nainital-Indias-best-tourist-place
નૈનીતાલ એ હિમાલયની તળેટીમાં આવેલું સુંદર હિલ સ્ટેશન છે Photograph: (Social)

નૈનીતાલ એ ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ જિલ્લાનું મુખ્ય મથક છે. જે કુમાઉ પ્રદેશમાં હિમાલયની તળેટીમાં આવેલું જાણીતું હિલ સ્ટેશન છે. સમુદ્ર સપાટીથી 1940 મીટરની ઉંચાઇ પર આવેલું છે. 

તળાવોની નગરી: નૈનીતાલના મધ્યમાં આવેલ નૈની સરોવરને કારણ તેને ભારતનું સરોવર નગર પણ કહેવામાં આવે છે. 

નૈની સરોવર: આ હિલ સ્ટેશનનું સૌથી આકર્ષણ અહીંનું નૈની સરોવર છે. જે સાત ટેકરીઓથી ઘેરાયેલું છે. અહીંનો નજારો અદ્ભૂત છે. 

નૈના દેવી મંદિર: પ્રાકૃતિક સૌંદર્યની સાથોસાથ અહીં નૈના સરોવરને કિનારે આવેલું નૈના દેવી મંદિર હિન્દુઓ માટે પવિત્ર શક્તિપીઠ છે. 

અન્ય જોવાલાયક સ્થળો: નૈના સરોવર અને નૈના દેવી મંદિર ઉપરાંત અહીં નૈના પીક કે જે સૌથું ઉંચુ શિખર છે જે આકર્ષણનું કેન્દ્ર છે. ઇકો કેવ ગાર્ડન, ટિફિન ટોપ, હનુમાનગઢી અને જીબી પંત પ્રાણીસંગ્રહાલય પણ ખાસ છે. 

પ્રવાસ માટે શ્રેષ્ઠ સમય: સિક્કિમ પ્રવાસ માટે ઉનાળામાં માર્ચથી જૂન શ્રેષ્ઠ સમય છે. તો તમે હિમવર્ષાનો આનંદ માણવા ઇચ્છતા હોવ તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી શ્રેષ્ઠ સમય છે. 

આ પણ વાંચો | સિક્કિમ પ્રવાસ (Sikkim Trip): એમ જ ભારતનું સ્વિત્ઝર્લેન્ડ નથી કહેવાતુ, પહોંચતા જ સ્વર્ગ જેવો થશે અહેસાસ

કેવી રીતે પહોંચવું?: નૈનીતાલ પ્રવાસ માટે અહીં નજીકનું એરપોર્ટ પંતનગર છે. જ્યારે કાઠગોદામ અહીંનું નજીકનું રેલવે સ્ટેશન છે. જ્યાં તમે રેલવે દ્વારા પર પહોંચી શકો છો. 

પ્રવાસ માટેની 10 મહત્વની ટિપ્સ (10 Essential Travel Tips):

એડવાન્સ બુકિંગ (Advance Booking): પ્રવાસ માટે ટિકિટ અને હોટલ બુકિંગ આગોતરુ કરો જેથી છેલ્લી ઘડીએ વધુ રુપિયા ન ચૂકવવા પડે.

પેકિંગ (packing): પ્રવાસ માટે જરુરી તમામ વસ્તુઓનું એક ચેકલિસ્ટ બનાવી એને ભૂલ્યા વગર પેકિંગ બેગ તૈયાર કરો, જેથી કોઇ વસ્તુ રહી ન જાય.

વાતાવરણ (Weather): પ્રવાસ સમયનું વાતાવરણ ધ્યાનમાં રાખી જરુરી કપડાં અને અન્ય ચીજો સાથે લઇ જવાનું ભૂલો નહીં.

પાવર બેંક (Power bank): પ્રવાસ દરમિયાન પાવર બેંક સાથે લઇ જવાનું ભૂલશો નહીં. પ્રવાસ શરુ કરતાં પહેલા ચાર્જ કરીને સાથે લો. 

કેશ ઇન હેન્ડ (Cash in hand): પ્રવાસ દરમિયાન જરુરી રોકડ તમારી પાસે રાખો. જેથી બિલ ચૂકવવામાં મુશ્કેલીથી બચી શકાય.

હેલ્થ (Health): તમારી હેલ્થનું ધ્યાન રાખો. જરુરી પાણી અને લિક્વિડ ખોરાક લેતા રહો જેથી તમે હાઇડ્રેટેડ રહી શકો. 

ફર્સ્ટ એઇડ કિટ (First Aid Kit): જરુરી દવાઓ સાથેની એક નાની ફર્સ્ટ એઇડ કિટ તમારી સાથે રાખો, જે મુસીબતમાં ઘણી કામ આવે છે. 

ઓફબીટ સ્થળ (Offbeat Places): ભીડથી બચવા જાણીતા પ્રવાસન સ્થળોની આસપાસના ઓફબીટ સ્થળ પસંદ કરો જે વધુ યાદગાર બનશે. 

સ્થાનિક ફૂડ (Local food): પ્રવાસની સાથે સાવચેતી પૂર્વક ત્યાંના સ્થાનિક ફૂડની મજા લો. જોકે રસ્તા પરનું ખુલ્લુ ખાવાનું ટાળો. 

ઇકો ફ્રેન્ડલી ટ્રાવેલ (Eco friendly Travel): તમારા પ્રવાસને ઇકો ફ્રેન્ડલી બનાવો. પ્લાસ્ટિકની બેગ કે અન્ય કચરો ગમે ત્યાં ન નાંખો એને યોગ્ય ડસ્ટબીનમાં જ નાંખો.

ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીર india પ્રવાસ