Water Before Meal Benefits | શું ભોજન પહેલાં પાણી પીવાથી બ્લડ સુગર કંટ્રોલ થાય ?

પાણી અને બ્લડ સુગર નિયંત્રણ | શું ભોજન પહેલા પાણી પીવાની આ સરળ આદત ખરેખર કોઈ ફરક પાડશે, ખાસ કરીને ડાયાબિટીસ અથવા પ્રીડાયાબિટીસ ધરાવતા લોકો માટે?

Written by shivani chauhan
July 28, 2025 14:01 IST
Water Before Meal Benefits | શું ભોજન પહેલાં પાણી પીવાથી બ્લડ સુગર કંટ્રોલ થાય ?
Water Before Meal Benefits

Drinking Water Before Meal | સામાન્ય રીતે ભોજન પહેલાં એક ગ્લાસ પાણી પીવાથી લોહીમાં બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. કેટલાક માને છે કે ભોજન પહેલાં હાઇડ્રેટિંગ પાચનમાં મદદ કરે છે, ગ્લુકોઝનું શોષણ ધીમું કરે છે અને ભોજન પછી લોહીમાં સુગર લેવલને ઘટાડે છે. પરંતુ ખરેખર તેવું શક્ય છે?

જ્યારે એકંદર સ્વાસ્થ્ય માટે હાઇડ્રેશન જરૂરી છે, ત્યારે અન્ય લોકો દલીલ કરે છે કે પીવાનો સમય ગ્લાયકેમિક નિયંત્રણ પર નોંધપાત્ર અસર કરી શકતો નથી. પરંતુ શું આ સરળ આદત ખરેખર કોઈ ફરક પાડે છે, ખાસ કરીને ડાયાબિટીસ અથવા પ્રીડાયાબિટીસ ધરાવતા લોકો માટે?

ડાયાબિટીસ એક્સપર્ટ કનિકા મલ્હોત્રાએ IndianExpress.com ને જણાવ્યું કે “ભોજન પહેલાં પાણી પીવાથી ભોજન પછી (ભોજન પછી) બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ મળી શકે છે, ખાસ કરીને ટાઇપ 2 ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન પ્રતિકાર ધરાવતા લોકોમાં. પાણી પીવાથી પેટ ભરેલું હોવાની લાગણી વધી શકે છે, જેના કારણે ખોરાકનું સેવન ઓછું થઈ શકે છે.

આ બંને ભોજન પછી બ્લડ સુગરમાં વધારો ધીમો કરી શકે છે. વધુમાં પર્યાપ્ત હાઇડ્રેશન કિડનીના કાર્યને ટેકો આપે છે, જે પેશાબ દ્વારા વધારાની સુગરને બહાર કાઢવામાં મદદ કરીને ગ્લુકોઝ લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.’

જમ્યા પહેલા પાણી પીવાથી ફાયદો થાય?

ટાઇપ 2 ડાયાબિટીસ, પ્રિડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન પ્રતિકાર ધરાવતા વ્યક્તિઓ માટે ભોજન પહેલાં પાણી પીવું વધુ ફાયદાકારક હોઈ શકે છે. તેમના માટે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવું ખાસ કરીને મહત્વપૂર્ણ છે. પાણી પીવાથી કેલરીનું સેવન ઓછું થાય છે અને ગ્લુકોઝનું શોષણ ધીમું થાય છે, જે ગ્લાયકેમિક નિયંત્રણમાં સુધારો કરી શકે છે.

જે લોકોનું વજન વધારે છે અથવા મેટાબોલિક સિન્ડ્રોમ છે તેઓ પણ ફાયદો મેળવી શકે છે, કારણ કે પાણી સુગરવાળા ડ્રિન્કને બદલી શકે છે અને વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે. જોકે, કનિકા મલ્હોત્રાએ સલાહ આપી હતી કે કિડની અથવા હૃદયની સમસ્યા ધરાવતા લોકોએ પાણીનું સેવન વધારતા પહેલા ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.

ડાયાબિટીસ કંટ્રોલ કરવાની જાદુઈ ટિપ્સ, આ રીતે ખોરાક ચાવો

શું ભોજન પહેલાં પાણી પીવાથી પાચન અથવા પોષક તત્વોના શોષણમાં અવરોધ આવશે?

એક્સપર્ટેએ જણાવ્યું હતું કે, મોટાભાગના સ્વસ્થ વ્યક્તિઓમાં, ભોજન પહેલાં અથવા ભોજન સાથે પાણી પીવાથી પાચન અથવા પોષક તત્વોના શોષણમાં દખલ થતી નથી. પાણી પોષક તત્વોને ઓગાળીને અને પાચનતંત્ર દ્વારા ખોરાકને ખસેડવામાં મદદ કરીને પાચનમાં મદદ કરી શકે છે.

જોકે, ગેસ્ટ્રોપેરેસિસ અથવા એસિડ રિફ્લક્સ જેવી ચોક્કસ પાચન સમસ્યાઓ ધરાવતા લોકોમાં, ભોજન પહેલાં મોટી માત્રામાં પાણી પીવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધુ ખરાબ થઈ શકે છે. તેણે નોંધ્યું કે કેટલું પાણી પીવું તે અંગે વ્યક્તિગત સલાહ માટે ડૉક્ટરની સલાહ લેવી હંમેશા શ્રેષ્ઠ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ