પ્રવાસ: ઉત્તરાખંડનું મિની માલદીવ, જ્યાં પાણી વચ્ચે ફ્લોટિંગ હટ્સમાં રહેવાની મજા, હનીમૂન માટે બેસ્ટ ડેસ્ટિનેશન

Uttarakhand Mini Maldives Tehri Dam Tour Plan: ઉત્તરાખંડમાં એક સુંદર સ્થળ છે જેને મિની માલદીવ કહેવામાં આવે છે. અહીં પ્રવાસીઓને પાણીમાં તરતા ફ્લોટિંગ હટ્સમાં રહેવાની અદભૂત મજા પડે છે.

Uttarakhand Mini Maldives Tehri Dam Tour Plan: ઉત્તરાખંડમાં એક સુંદર સ્થળ છે જેને મિની માલદીવ કહેવામાં આવે છે. અહીં પ્રવાસીઓને પાણીમાં તરતા ફ્લોટિંગ હટ્સમાં રહેવાની અદભૂત મજા પડે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
floating huts

Floating Huts: પાણીમાં તરતા ઘર જેને ફ્લોટિંગ હટ્સ કહેવાય છે. (Photo- Freepik)

Uttarakhand Mini Maldives Tehri Dam Tour Plan: ઉત્તરાખંડ ફરવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. ઉત્તરાખંડમાં એક સુંદર સ્થળ છે જેને મિની માલદીવ કહેવામાં આવે છે. આ સ્થળ પાણીની ઉપર તરતું હોય તેવો આભાસ થાય છે, માલદીવના પ્રસિદ્ધ વોટર વિલાની જેમ. આ સ્થળે પ્રવાસીઓ અદભુત આનંદ માણે છે. આ સ્થળનું નામ છે ઉત્તરાખંડના ટિહરી ડેમ પર બનેલા ફ્લોટિંગ હટ્સ.

Advertisment

ઉત્તરાખંડ ટિહરી ડેમ કેવી રીતે પહોંચવું

ટિહરી ડેમ ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં આવેલું છે. અહીં વિમાન, રેલવે અને રોડ મારફતે પહોંચી શકાય છે. સૌથી નજીકનું એરપોર્ટ દહેરાદૂનમાં આવેલું છે, જે ટિહરી ડેમથી લગભગ 90 કિમી દૂર છે. અહીંથી ખાનગી ટેક્સી કે બસ વડે ટિહરી ડેમ પહોંચી શકાય છે. ઉપરાંત ટિહરી ડેમથી ઋષિકેશ રેલવે સ્ટેશન 75 કિમી દૂર આવેલું છે. તેવ જ રીતે તમે દેહરાદૂન, ઋષિકેશ, હરિદ્વાર અને અન્ય શહેરોથી બસ કે ખાનગી વાહનમાં ટિહરી ડેમ પહોંચી શકાય છે.

https://www.instagram.com/mr.revokid/reel/C6iKCyZvgRq/

ઉત્તરાખંડ મિની માલદીવ ફરવાનો ખર્ચ

ફ્લોટિંગ હટ્સમાં રહેવાનો ખર્ચ તમારા રોકવાના સમય, હટ્સના પ્રકાર અને અન્ય સુવિધા મુજબ હોય છે. સરેરાશ ફ્લોટિંગ હટ્સના એક દિવસનું ભાડું 10 હજાર થી 20 હજાર સુધી હોય છે. તેમા ટ્રાવેલ, ભોજન અને અન્ય એક્ટિવિટીનો ખર્ચ અલગથી લાગે છે. માલદીવ જવામાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે મિની માલદીવ અડધા ખર્ચે ફરી શકાય છે.

ઉત્તરાખંડ મિની માલદીવની ખાસિયત

ઉત્તરાખંડનું મિની માલદીવ કુદરતી સૌંદર્યથી ભરપૂર પ્રવાસન સ્થળ છે. અહીં તળાવની વચ્ચે બનેલા ફ્લોટિંગ હટ્સમાં રહેવાનો અનુભવ અદભુત હોય છે. પ્રવાસીઓ અહીં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા માણી શકે છે. ટિહરી તળાવમાં બોટિંગ, જેટ સ્કીઇંગ, કાયાકિંગ સહિત વિવિધ વોટર એક્ટિવિટી થાય છે.

Advertisment
https://www.instagram.com/aguyfromhills__/reel/C3sZqtAP44v/

હનીમૂન માટે બેસ્ટ ડેસ્ટિનેશન

કુદરતી સૌંદર્યથી ભરપૂર ટિહરી ડેમ હનીમૂન માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં તમે શાંત વાતાવરણમાં ક્વોલિટી ટાઇમ પસાર કરી શકો છો. ઉંચા લીલાછમ પર્વત, શાંત પાણી, ઠંડી હવા અને મનપસંદ વ્યક્તિનો સાથ પ્રવાસની ક્ષણો જીવનભર યાદ રહે છે.

આ પણ વાંચો | કેંચી ધામ નીમ કરોલી ધામના કરવા છે દર્શન? કેવી રીતે પહોંચાય? કેટલો ખર્ચ થાય? બધુ જ

ઉત્તરાખંડના મિની માલદીવ ફરવા માટે પ્રી પ્લાનિંગ અને એડવાન્સ બુકિંગ કરાવવું જરૂરી છે. ઠંડું વાતાવરણ હોવાથી તમારે જરૂરી ગરમ કપડા સાથે રાખવા પડશે.

જીવનશૈલી પ્રવાસ ઉત્તરાખંડ