આમળાનું સરળતાથી સેવન કરવાની શ્રેષ્ઠ રીતો, આ રેસીપી વધારશે સ્વાદ

દરરોજ આમળા ખાવાનું દરેક માટે સરળ નથી. એટલા માટે અહીંતમારા માટે આમળાનું સેવન કરવાની 10 સરળ, સ્વાદિષ્ટ અને અસરકારક રીતો આપી છે જેને તમે તમારી રૂટિનમાં સામેલ કરી શકો છો.

Written by shivani chauhan
December 08, 2025 14:57 IST
આમળાનું સરળતાથી સેવન કરવાની શ્રેષ્ઠ રીતો, આ રેસીપી વધારશે સ્વાદ
આમળાનું સરળતાથી સેવન કરવાની શ્રેષ્ઠ રીતો રેસીપી આઈડિયાઝ હેલ્થ ટિપ્સ શિયાળો| Best ways to consume amla easily recipes Winter health tips in gujarati

આમળા (Amla) શિયાળા (winter) માં એક સુપરફૂડ છે. તે વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા, મજબૂત વાળ જાળવવા, ચમકતી ત્વચા અને પાચન સુધારવા માટે અત્યંત ફાયદાકારક છે. જો તમને કાચા આમળા ખાવામાં મુશ્કેલી પડતી હોય, તો અહીં તેને તમારા દૈનિક આહારમાં સામેલ કરવાની 10 સરળ અને સ્વાદિષ્ટ રીત આપી છે.

દરરોજ આમળા ખાવાનું દરેક માટે સરળ નથી. એટલા માટે અહીંતમારા માટે આમળાનું સેવન કરવાની 10 સરળ, સ્વાદિષ્ટ અને અસરકારક રીતો આપી છે જેને તમે તમારી રૂટિનમાં સામેલ કરી શકો છો.

આમળાની 10 સરળ રેસીપી

  • આમળાનો રસ: સવારે 30-40 મિલી આમળાનો રસ પીવાથી દિવસભર એનર્જી જળવાઈ રહે છે. તમે આમળા, આદુ, તુલસી, મધ અને નવશેકું પાણી મિક્સ કરો. તે રસ પાચનમાં સુધારો કરે છે, ઉધરસ અને શરદીમાં રાહત આપે છે અને વાળ માટે અત્યંત ફાયદાકારક છે.
  • આમળાની ચટણી : આમળાની ચટણી ખાવાથી તેનો સ્વાદ તો વધે જ છે પણ સ્વાસ્થ્ય પણ સુધરે છે. તે ચટણી બનાવવા માટે આમળા, ધાણા, લીલા મરચાં, મગફળી અને લીંબુને એકસાથે પીસી લો. તે એસિડિટી ઘટાડે છે, પાચનમાં સુધારો કરે છે અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે.
  • આમળાનો સૂપ: શિયાળા માટે આ ગરમ, હળવો અને પૌષ્ટિક સૂપ છે. તે બનાવવા માટે આમળાને કાળા મરી, જીરું, હળદર, મીઠું અને લીલા મરચાં સાથે ભેળવી દો. રાંધેલી દાળ સાથે મિક્સ કરો. ઘીમાં મીઠો લીમડો અને લાલ મરચાં ઉમેરો અને તેને ગરમ કરો. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, બળતરા ઘટાડે છે અને શ્વસન સમસ્યાઓથી રાહત આપે છે.
  • આમળા ઇમ્યુનિટી મિક્સ : રાત્રે ડિટોક્સ તરીકે લઈ શકાય છે, તેને બનાવવા માટે આમળા અને મધને થોડી કાળા મરી સાથે મિક્સ કરો અને તેને આખી રાત પલાળી રાખો. સવારે ખાલી પેટે તેનું સેવન કરો. તે બળતરા ઘટાડે છે, પાચન સુધારે છે અને શરદી અટકાવવામાં મદદ કરે છે.
  • કાચા મીઠાવાળા આમળા : કાચા મીઠાવાળા આમળાનો ખાટો-મીઠો સ્વાદ તેને સ્વાદિષ્ટ નાસ્તો બનાવે છે. તે આમળાને કાપીને તેમાં મીઠું, લાલ મરચું અને થોડું સરસવનું તેલ ઉમેરો. તે ભૂખ ઓછી કરે છે, પાચન સુધારે છે અને વાળ અને ત્વચા માટે ઉત્તમ છે.
  • આમળા કેન્ડી : આમળા કેન્ડી સ્વસ્થ રીતે મીઠાઈની ક્રેવિંગને નિયંત્રિત કરે છે.
  • તે બનાવવા માટે બાફેલા આમળાના ટુકડા પર થોડું ગોળ અને કાળું મીઠું નાખો, તે હિમોગ્લોબિન વધારે છે અને આયર્નનું શોષણ સુધારે છે.
  • ઘરે બનાવેલો આમળાનો જામ : બાળકોમાં પણ ખૂબ જ પ્રિય છે. તે બનાવવા માટે બાફેલા આમળાને મેશ કરો, તેમાં ગોળ/મધ, કાળા મરી પાઉડર, સુંઠ પાઉડર અને ઈલાયચી ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરો. તે ચમકતી ત્વચા, પાચનમાં સુધારો, મજબૂત વાળ અને શરદી અને ફ્લૂથી રાહત આપે છે.
  • આમળા મુરબ્બો : ગળ્યું ખાવાના શોખીન લોકો માટે આમળાનો મુરબ્બો બેસ્ટ ઓપ્શન છે, તે એક સ્વાદિષ્ટ અને હેલ્ધી ઓપ્શન છે. તે બનાવવા માટે ગોળ અથવા ખાંડમાં બાફેલા આમળા ઉમેરો, કબજિયાત દૂર કરે છે, એસિડિટી દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ