Best Time For Workout In Summer : કસરત કરવાથી શરીર તંદુરસ્ત અને મજબૂત રહે છે. મોટા ભાગના લોકો શિયાળામાં કસરત કરે છે પણ ગરમીના કારણે ઉનાળામાં વર્કઆઉટ કરવાનું ટાળે છે. તમને જણાવી દઇયે કે કસરત દરેક ઋતુમાં કરવી જોઇએ. ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે, વર્કઆઉટ કરવાનો સોથી યોગ્ય સમય કયો સવાર કે સાંજ? ક્યા સમયે કસરત કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે? તો ચાલો વર્કઆઉટ સંબંધિત આ મૂંઝવણી દૂર કરીયે
સવાર માં કસરત (Morning Workout)
સવારમાં કસરત કરવાથી શરીરને ફાયદો થાય છે. આ સમયે વાતાવરણમાં ઓક્સિજન વધારે પ્રમાણમાં હોય છે, ખુલ્લી હવામાં શ્વાસ લેવાથી મગજ સ્વસ્થ્ય રહે છે અને શરીરમાં સ્ફૂર્તિ અનુભવાય છે. એવું માનવામાં આવે છે કે, મોર્નિંગ વર્કઆઉટ થી સારી ઉંઘ આવે છે. ઉપરાંત મેટાબોલિઝ્મ સુધારવામાં મદદ મળે છે.
ઇવનિંગ વર્કઆઉટ (Evening Workou)
ઘણા લોકો સાંજે કસરત કરતે છે. જે લોકો સવારમાં જાગી શકતા નથી અથવા સમયનો અભાવ હોય છે તેઓ સાંજે વર્કઆઉટ કરે છે. આ સમયે કસરત કરવાથી કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મન્સનું લેવલ ઓછું હોય છે, જેથી તમે રિલેક્સ અનુભવો છો.
ઉનાળામાં કસરત કરવાનો યોગ્ય સમય ક્યો? (Best Time For Workout In Summer)
ઉનાળામાં કસરત કે જીમમાં વર્કઆઉટ કરતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. હેલ્થ એક્સપર્ટ્સના મતે ઉનાળમાં કસરત કરવા માટે સવારનો સમય સૌથી યોગ્ય માનવામાં આવે છે. એટલે જ્યારે સૂર્યનો તડકો વધારે હોતો નથી. આ સમય દરમિયાન હવા પણ પુરતા પ્રમાણમાં હોય છે અને ગરમીનું તાપમાન પણ વધારે હોતુ નથી. તમને જણાવી દઇયે કે જે લોકો વધારે કસરત કરે છે તેમની માટે ઉનાળામાં વર્કઆઉટ કરવા માટે સવારનો સમય સૌથી બેસ્ટ છે, કારણ કે આ સમયે સૂર્યનો તડકો ઓછો હોવાથી શરીરને વધારે ગરમી લાગતી નથી.
ઉનાળામાં સાંજે કસરત વખતે આટલી બાબત ધ્યાનમાં રાખો
જો તમે સાંજે કસરત કરો છો તો ઉનાળામાં જીમ વર્કઆઉટ કરતી વખતે અમુક બાબતનું ખાસ ધ્યાન રાખો. ગરમીમાં વધારે લાંબા સમય સુધી કસરત કરવાનું ટાળવું જોઇએ, કારણ કે ઉનાળામાં પરસેવો વધારે થવાથી ડિહાઇડ્રેશન કે અન્ય હેલ્થ પ્રોબ્લમ થવાનું જોખમ રહે છે. તેનાથી હાર્ડ અને કિડની ઉપર પર લોડ આવી શકે છે, જેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઇ શકે છે. સરળ શબ્દોમાં કહીયે તો ગરમીમાં હેવી વર્કઆઉટ કરવાથી બચવું જોઇએ.
સમર વર્કઆઉટ ટીપ્સ (Workout Tips For Summer)
ઉનાળામાં વર્કઆઉટ કરવાની પહેલા અને પછી પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઇએ. વધારે સમય સુધી ગળું સુકું રાખવાથી તમે ડિહાઇડ્રેશનનો શિકાર બની શકો છો.
કસરત કરતી વખતે તમારી પાસે એક ભીનો રૂમાલ જરૂર રાખો.
ગરમીમાં વર્કઆઉટ કરતી વખતે કોટન સુતરાઉ કે હલકા નરમ કપડા પહેરવા જોઇએ, જે પરસેવો શોષી લે અને ગરમી ઓછી લાગે.
જો ઉનાળામાં ખુલ્લી જગ્યામાં કસરત કરી રહ્યા છો તો સનસ્ક્રીન લગાવવાનું ભૂલવું નહીં.
ઉનાળામાં રાત્રે ભારે કસરત કરવાનું ટાળવું જોઇએ. તેના બદલે તમે જોગિંગ કે વોકિંગ કરી શકો છો.
આ પણ વાંચો | ઉનાળામાં દૂધી ખાવાથી સ્વાસ્થ્ય પર થતા ફાયદા અને ગેર ફાયદા,જાણો
(Disclaime : આ લેખમાં આપેલા સૂચનો માત્ર સામાન્ય જાણકારી છે. કોઇ પણ રીતે તેનો ઉપયોગ કરવાની પહેલા સંબંધિત હેલ્થ એક્સપર્ટ્સ કે ડોક્ટરની સલાહ લેવી.