Coconut Ladoo Recipe (Nariyal Laddu) : દેવઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગિક નિદ્રામાંથી જાગે છે. આ વર્ષે દેવઉઠી અગિયારસ શનિવારને 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. મંદિરોમાં ભક્તો ઉમટી પડે છે. ઘરે પણ ભક્તો તેમની પૂજા કરે છે. તેઓ તેમને વિવિધ ભોગ અર્પણ કરે છે અને પૂજા કરે છે. આ વખતે તમે દેવઉઠી એકાદશી પર ઘરે નાળિયેરમાંથી લાડુ બનાવી શકો છો અને ભોગ અર્પણ કરી શકો છો. ઘરે બનાવેલો પ્રસાદ માત્ર સંપૂર્ણ શુદ્ધ જ નહીં પરંતુ સ્વાદિષ્ટ પણ છે. ચાલો તેની રેસીપી જાણીએ.
નાળિયેર લાડુ બનાવવાની સામગ્રી
- 2 સૂકા નાળિયેરનો ભૂકો
- 2 ચમચી દેશી ઘી
- અડધો કપ દૂધ
- 1 કપ ખાંડ
- અડધો કપ મિલ્ક પાવડર
નાળિયેર લાડુ બનાવવાની રીત
સૌ પ્રથમ નાળિયેરનો ભુક્કો તૈયાર કરો. આ પછી ગેસ પર કડાઇ મુકો. કડાઇમાં 2 ચમચી ઘી ધીમા તાપે નાખો. જ્યારે ઘી ગરમ થાય ત્યારે તેમાં નાળિયેરનો ભૂકો ઉમેરો. તેને તાવિતા વડે સતત હલાવતા રાખો જેથી તે નીચે ચોટી ના જાય. ગેસને મીડિયમ ફ્લેપ પર જ રાખો. જ્યારે ઘીની સુગંધ આવેવા લાગે અને હળવું સોનેરી દેખાય ત્યારે તેમાં દૂધ ઉમેરો.
આ પણ વાંચો – આલુ પરાઠા રેસીપી, એકદમ અલગ ટેસ્ટ આવશે
જ્યાં સુધી નાળિયેરનો ભુકો બધા દૂધને શોષી લે ત્યાં સુધી તેને મીડિયમ ફ્લેમ પર હળવા હાથથી સતત હલાવતા રહો. આ પછી તેમાં ખાંડ ઉમેરો. જ્યારે ખાંડ તેમાં ઓગળી જાય છે, ત્યારે તેની ઉપર મિલ્ક પાવડર ઉમેરો અને સતત હલાવતા રહો. દૂધનો પાવડર ઉમેરવાથી લાડુનો સ્વાદ ખોયા જેવો થશે. કડાઇમાં રહેલું મિશ્રણ સંપૂર્ણપણે સૂકાઈ જાય પછી ગેસ બંધ કરી લો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે હાથ પર ઘી લગાવીને લાડુ બનાવો. આ પછી ભગવાનને ભોગ લગાવી શકો છો.





