Bhai Dooj 2024 : ભાઈ બીજ પર બનાવો ગરમા ગરમ ગુલાબ જાંબુ, ભાઇને પડશે પસંદ, નોંધી લો રેસીપી

Bhai Dooj 2024 : ભાઈ બીજના અવસર પર બહેનો પોતાના ભાઈને તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને પોતાના ઘરે બોલાવીને પોતાના હાથે ભોજન તૈયાર કરીને જમાડે છે

Bhai Dooj 2024 : ભાઈ બીજના અવસર પર બહેનો પોતાના ભાઈને તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને પોતાના ઘરે બોલાવીને પોતાના હાથે ભોજન તૈયાર કરીને જમાડે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gulab jamun Recipe, Gulab jamun

Bhai Dooj 2024 : ભાઈ બીજ હિન્દુઓના મુખ્ય તહેવારોમાંથી એક છે (તસવીર - ફ્રીપિક)

Bhai Dooj 2024, ભાઈ બીજ 2024: દિવાળી પછી બીજા દિવસે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. તે હિન્દુઓના મુખ્ય તહેવારોમાંથી એક છે. ભાઈ બીજના અવસર પર બહેનો પોતાના ભાઈને તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને પોતાના ઘરે બોલાવીને પોતાના હાથે ભોજન તૈયાર કરીને જમાડે છે. જો તમે પણ આ દિવસે કંઈક ખાસ બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમે તમારા ભાઈ માટે ગરમાગરમ ગુલાબ જાંબુ બનાવી શકો છો.

Advertisment

ગુલાબ જાંબુ બનાવવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ ઘઉંનો લોટ
  • 500 ગ્રામ ખાંડ
  • 250 ગ્રામ માવો એટલે કે ખોયા
  • એક કપ દૂધ
  • એલાઇચી
  • કાજુ
  • બદામ
  • ઘી
  • બેકિંગ સોડા

ગુલાબ જાંબુ કેવી રીતે બનાવશો?

ગુલાબ જાંબુ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં લોટ, માવો અને બેકિંગ સોડા નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં દૂધ અને ઘી નાખીને લોટ તૈયાર કરો. હવે ચાસણી બનાવી લો. આ માટે સૌ પ્રથમ પાણીમાં ખાંડ નાખીને તેને થોડીવાર પકવા દો. તેને ધીમા તાપે રાંધો, જ્યારે તેમાં ખાંડ ઓગળવા માંડે ત્યારે એલાઇચીને ક્રશ કરીને તેમાં ઉમેરો. હવે ચાસણીને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા માટે રાખી દો.

આ પણ વાંચો - ઘરે ગાર્ડનિંગ કરી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો, છોડ રહેશે હર્યો ભર્યો

Advertisment

હવે લોટના ગોળા બનાવી લો. ત્યારબાદ એક કઢાઇમાં ઘી નાખી તેમાં થોડો સમય લોટ શેકી લો. જ્યારે ગુલાબજાંબુ કડાઇમાં તરવા લાગે ત્યારે તેને ખાંડની ચાસણીમાં નાખીને ઢાંકીને રાખો. તમે લગભગ ત્રણ કલાક પછી ચાસણીમાંથી ગુલાબ જાંબુ બહાર કાઢો. હવે તમારા ગુલાબ જાંબુ બનીને તૈયાર થઇ જશે.

તહેવાર જીવનશૈલી