Bharela Karela Shaak Recipe | કારેલા ફક્ત બ્લડ શુગર ઘટાડવામાં જ મદદ નથી કરતા પરંતુ પાચન માટે ખૂબ સારા છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે! વિટામિન A અને C, તેમજ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી ખનીજોથી ભરપૂર આ શાકભાજી જે તમારે ડાયટમાં કરવો સામેલ કરવું જોઈએ, અહીં જાણો ભરેલા કારેલા રેસીપી
ભરેલા કારેલા ખુબજ ટેસ્ટી બને છે, જો આ રીતે બનાવશો તો ન ખાતા લોકો પણ ખાતા થઇ જશે. આ રેસીપી દ્વારા બનાવથી કારેલા થોડા પણ કડવા લગતા નથી, અહીં જાણો ભરેલા કારેલા રેસીપી
ભરેલા કારેલા શાક રેસીપી સામગ્રી :
- 200 ગ્રામ
- સ્વાદ મુજબ
- 1/2 કપ બેસન
- 1/4 કપ શેકેલા સીંગદાણા
- 1 ચમચી આમચૂર પાવડર
- 2 ચમચી લાલ મરચું
- 2 ચમચી ધાણાજીરું
- 1/2 ચમચી હળદર પાઉડર
- સમારેલી ડુંગળી
- લસણ, આદુ અને લીલા મરચાં
- 2 ચમચી તલ
- 2 ચમચી ગોળ
- થોડી કોથમીર
ભરેલા કારેલા શાક રેસીપી
- 200 ગ્રામ કારેલા લો, તેને છોલી લો અને તેની છાલ બાજુ પર રાખો. પછી વચ્ચેથી બીજ કાઢી અંદરથી દૂર કરો, જેથી મસાલો ભરી શકાય.
- કારેલા અને તેની છાલ પર મીઠું ભભરાવીને 15-20 મિનિટ માટે દો. પછી તેમાંથી કડવું, ઉપરવાળું પાણીની નીચોવીને દૂર કરો.
- મસાલો બનાવવા માટે, 1/2 કપ બેસને ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી કોરો શેકી લો. પછી તેને એક વાસણમાં કાઢી લો.
- તેમાં કારેલાની છાલ, 1 ચમચી આમચૂર પાવડર, 2 ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણાજીરું, 1/2 ચમચી હળદર અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચાં ઉમેરો.
- હવે 1/4 કપ શેકેલા સીંગદાણાનો ભૂકો, 2 ચમચી તલ, 2 ચમચી ગોળ, થોડી કોથમીર અને સ્વાદ મુજબ મીઠું નાખી, 2 ચમચી જેટલું પાણી છાંટો.
- બધું બરાબર મિક્સ કરો.
- મસાલો થોડો કોરો રહેવો જોઈએ. હવે આ મસાલાને કારેલામાં ભરી દો.ત્યારપછી એક કડાઈમાં 3-4 ચમચી તેલ ગરમ કરો, તેમાં ચપટી હિંગ નાખીને ભરેલા કારેલા મૂકો.
- હવે ઢાંકણ ઢાંકીને કારેલાને ચડવા દો. કારેલાને પલટાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું.

ખાસ ટિપ્સ
વચ્ચે-વચ્ચે થોડું પાણી છાંટતા રહો જેથી કારેલા બળી ન જાય. કારેલાને મધ્યમ આંચ પર બધી બાજુથી બરાબર ચડી જાય ત્યાં સુધી પકાવો. તેને રોટલી અને દાળ-ભાત સાથે ગરમ ગરમ સર્વ કરો.
ભરેલા કારેલાનું શાક ખાવાના ફાયદા
- આંખનું સ્વાસ્થ્ય સુધારે : તેમાં બીટા-કેરોટીન અને વિટામિન એ હોય છે, જે સારી દ્રષ્ટિ માટે જરૂરી છે.
- કેન્સર વિરોધી ગુણધર્મો : કેટલાક અભ્યાસો સૂચવે છે કે કારેલા કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરી શકે છે, જોકે વધુ સંશોધનની જરૂર છે.
- રોગપ્રતિકારક શક્તિ વધારે : કારેલામાં રહેલા વિટામિન અને એન્ટીઑકિસડન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.
- કોલેસ્ટ્રોલ ઘટાડી શકે : કેટલાક સંશોધનો સૂચવે છે કે તે “ખરાબ” કોલેસ્ટ્રોલ (LDL) ના લેવલને ઘટાડવામાં ફાળો આપી શકે છે અને હૃદયના સ્વાસ્થ્યને લાભ આપી શકે છે.
- બ્લડ સુગરને નિયંત્રિત કરે : કારેલામાં એવા સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની જેમ કાર્ય કરે છે, જે બ્લડ સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે





