રીંગણ લીલા શાકભાજીમાં ટામેટા પછી સૌથી સસ્તું શાક છે. શાકમાં રીંગણનું વાવેતર ગુજરાતમાં વધું થાય છે, રીંગણ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે, શિયાળામાં આ શાક ખાવું ખુબજ ગુણકારી માનવામાં આવે છે તે શરીરને ગરમ રાખે છે, રોગપ્રતિકારક શકિત વધારે છે, નાના રીંગણ જેને રવૈયા પણ કહેવામાં આવે છે, તે પણ ખાવાની મજા આવે છે.
ભરેલા રીંગણ અથવા ભરેલા રવૈયા શાક ખુબજ ટેસ્ટી બને છે, એમાં મસાલો તૈયાર કરીને ભરીને સરળતાથી બનાવી શકાય છે, એમાં જો તમે બટાકા પણ ઉમેરો તો શાકનો સ્વાદ અદભુત થઇ જાય છે, અહીં જાણો ભરેલા રવૈયા શાક રેસીપી
ભરેલા રવૈયા શાક રેસીપી
ભરેલા રવૈયા મસાલા માટે સામગ્રી
- 1/2 કપ શેકેલા મગફળી
- 3 ચમચી તલ
- લસણની 10 થી 15 કળી
- 1 ચમચી ખાંડ
- 1 લીંબુનો રસ
- 3 સમારેલા લીલા મરચાં
- 1/2 ચમચી ગરમ મસાલો
- 1/4 કપ કોથમીર
વઘાર માટે સામગ્રી
- 2 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
- 1 ચમચી લસણની પેસ્ટ
- 1 કપ ટામેટાંની પ્યુરી
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1/2 ચમચી હળદર પાવડર
- 1 ચમચી લાલ મરચુ પાવડર
- 1 ચમચી ધાણાનો પાવડર
- 1 ચમચી જીરું પાવડર
- બાકી રહેલો સ્ટફિંગ મસાલો
- ભરેલા રીંગણ અને બટાકા
ભરેલા રવૈયાનું શાક બનાવાની રીત
- સૌ પ્રથમ શેકેલા મગફળી, તલ, લસણની કળી, ખાંડ, લીંબુનો રસ, મીઠું, ગરમ મસાલો અને કોથમીર એકસાથે મિક્ષ કરીને ગ્રાઈન્ડ કરી લો.
- તૈયાર કરેલા મસાલાને બેબી રીંગણ અને બટાકામાં ભરો. તેમને બાજુ પર રાખો.
- ભરેલા રીંગણ અને બટાકાને 12-15 મિનિટ માટે બાફી લો.
- વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરો. રાઈ, જીરું અને હિંગ ઉમેરો. તેમને તતડવા દો. લીલા મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો.
- ટામેટાંની પ્યુરી, મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા-જીરું પાવડર અને બાકી રહેલો સ્ટફિંગ મસાલો ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને મસાલાથી તેલ અલગ ન થાય ત્યાં સુધી રાંધો.
- કડાઈમાં બાફેલા સ્ટફ્ડ રીંગણ અને બટાકા ઉમેરો. તેમને મસાલાથી ઢાંકવા માટે હળવા હાથે મિક્સ કરો.
- તાજા ધાણાના પાન ઉમેરો. શાકભાજી સારી રીતે રાંધાઈ જાય અને સ્વાદ શોષાઈ જાય ત્યાં સુધી બીજી 15 મિનિટ કુક કરો અને ગરમ ગરમ શાક રોટલી સાથે સર્વ કરો.
પંજાબી સ્ટાઈલમાં બટાકા-ફૂલાવરની સબ્જી બનાવો, નોંધી લો સરળ રેસીપી
શિયાળામાં રીંગણ ખાવાના ફાયદા
- રીંગણમાં બધા પોષકતત્વો છે. વિટામીન એ, બી અને સી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શ્યમ, લોહ, ફોસ્ફરસ જેવા તત્વો છે. રીંગણમાં રહેલા વિટામિન ચામડી કોમળ અને રંગ સારો કરે છે.
- ડાયાબિટીસ અને કેન્સરના જોખમને પણ દૂર કરે છે આટલું જ નહીં રીંગણમાં જોવા મળતા પોલીફેનોલિક જેવાં પોષક તત્ત્વો ટાઈપ-2 ડાયાબિટીસ અને હાઈપરગ્લાઈસેમિયા (હાઈ બ્લડ શુગર)નું જોખમ પણ ઘટાડે છે.આયર્ન અને ફોલેટથી ભરપૂર રીંગણ ખાવાથી એનીમિયા મટે છે. રીંગણમાં કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે.
- જો તમારે વજન ઓછું કરવું હોય તો ઈમ્યુનિટી બૂસ્ટર રીંગણ ખાઓ તેમાં જોવા મળતાં ઘણાં વિટામિન અને અન્ય તત્ત્વો રીંગણને રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર બનાવે છે. જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો તમે વજન ઘટાડવા માટે મહેનત કરી રહ્યા છો, તો રીંગણ તમને મદદ કરી શકે છે. તેમાં કેલરી અને ચરબી ખૂબ જ ઓછી છે, જ્યારે ફાઈબર અને પાણીથી ભરપૂર છે. પેટ ઝડપથી ભરાય છે અને કોઈ નુકસાન નથી.





