Bhatura Recipe: મેંદો નહીં ઘઉંના લોટ માંથી બનાવો ભટુરે, હોટેલ સ્ટાઇલ દડા જેવા ફુલશે

Dhaba Style Bhatura Recipe In Gujarati : છોલે ભટુરે માટે હોટેલ જેવા દડા જેવા ફેલેલા ભટુરે ઘરે પણ બનાવી શકાય છે. અહીં મેંદો નહીં ઘઉંના લોટ માંથી હોટેલ સ્ટાઇલ દડા જેવા ફુલેલા ભટુરે બનાવવાની સરળ રેસીપી જણાવી છે.

Written by Ajay Saroya
November 19, 2025 16:21 IST
Bhatura Recipe: મેંદો નહીં ઘઉંના લોટ માંથી બનાવો ભટુરે, હોટેલ સ્ટાઇલ દડા જેવા ફુલશે
Bhature Recipe : ભટુરે બનાવવાની રીત. (Photo: Social Media)

How To Make Fluffy Bhature Recipe At Home : છોલે ભટુરે લગભગ દરેકને પસંદ આવે છે. મોટાભાગના લોકો જ્યારે બહાર જાય છે ત્યારે આ વાનગી ખાય છે. ઘણા લોકો છોલે ભટુરે ઘરે પણ બનાવે છે. જો કે, ઘણા પ્રયત્નો કર્યા પછી પણ ઘરે બનાવેલ ભટુરે ફુલતા નથી. આવી સ્થિતિમાં, અમે તમારા માટે એક ખાસ રેસીપી લાવ્યા છીએ જે અનુસરી તમે બજાર જેવા દડા જેવા ફુલેલા ભટુરા બનાવી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે, આ ભટુરે મેંદો નહીં પણ ઘઉંના લોટ માંથી બનાવ્યા છે, જે ચિંતા વગર દરેક વ્યક્તિ ખાઇ શકે છે.

ઘઉંના લોટ માંથી ભટુરે બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ – 2 કપ
  • સોજી – અડધો કપ
  • દહીં – અડધો કપ
  • ખાંડ – 1 ચમચી
  • તેલ – 1 ચમચી
  • મીઠું – અડધી ચમચી
  • બેકિંગ સોડા – 1 ચપટી
  • પાણી – જરૂર મુજબ

Bhature Recipe In Gujarati : ઘરે ફુલેલા ભટુરે કેવી રીતે બનાવવા?

પોચા અને ફુલેલા ભટુરે બનાવવા માટે, સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ, સોજી, મીઠું, ખાંડ અને બેકિંગ સોડા મિક્સ કરી લો. હવે તેમાં દહીં અને થોડુંક તેલ ઉમેરી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો. આ પછી, નવશેકા પાણીની મદદથી નરમ લોટ બાંધો. ત્યાર બાદ લોટને ઢાંકી દો અને તેને લગભગ અડધો કલાક રહેવા દો.

હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો. આ પછી મીડિયમ કદના લોટ માંથી લુઆ બનાવો, તેને પાટલી પર વેલણ વડે ગોળ ભટુરે વણી લો. હવે તેને ગરમ તેલમાં તળો. ભટુરે ગોલ્ડન અને ફુલે થાય ત્યાં સુધી બંને બાજુથી સારી રીતે તળી લો. ત્યારબાદ તેલ માંથી ભટુરે બહાર કાઢીને ટીશ્યુ પેપર પર મૂકો, તેનાથી વધારાનું તેલ સરળતાથી બહાર શોષાઇ જશે.

આ પણ વાંચો | મોંઘા ડ્રાયફૂટ્સના બદલે ઘરે બનાવો બાજરી સુખડી, શિયાળાની ઠંડીમાં શરીરને આપશે ગરમી

આ રીતે તમે ઘરે જ ભટુરે બનાવી શકો છો. તમે તેમને ચણા છોલે, અથાણાં, બટાકાની ભાજી સાથે પણ ખાઈ શકો છો. છોલે ભટુરે બાળકોના લંચ બોક્સ અને ઘરના સભ્યોના ટિફિનમાં પણ આપી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ