બિગ બોસ 9 ફેમ કીથ સિકેરા અને રોશેલે પોતાની 7 મહિનાની બાળકીને કરાવી કસરત, શું યોગ્ય છે? જાણો એક્સપર્ટ પાસેથી

બિગ બોસ 9 ફેમ કીથ સિકેરા અને રોશેલ રાવના ઘરે એક નાનકડી દિકરીનો જન્મ થયો છે. અભિનેત્રી રોશેલે પુત્રીને જન્મ આપ્યો છે. હાલમાં આ કપલે પોતાની 7 મહિનાની બાળકીને જીમમાં કસરત કરાવતો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. શું 7 મહિનાની બાળકીને કસરત કરાવવી યોગ્ય છે? આ મુદ્દે નિષ્ણાઓ પોતાનો મંતવ્ય શેર કર્યો છે. ૃ

બિગ બોસ 9 ફેમ કીથ સિકેરા અને રોશેલ રાવના ઘરે એક નાનકડી દિકરીનો જન્મ થયો છે. અભિનેત્રી રોશેલે પુત્રીને જન્મ આપ્યો છે. હાલમાં આ કપલે પોતાની 7 મહિનાની બાળકીને જીમમાં કસરત કરાવતો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. શું 7 મહિનાની બાળકીને કસરત કરાવવી યોગ્ય છે? આ મુદ્દે નિષ્ણાઓ પોતાનો મંતવ્ય શેર કર્યો છે. ૃ

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
bigg boss 9 fame keith sequeira and Rochelle

બિગ બોસ 9 ફેમ કીથ સિકેરા અને રોશેલે પોતાના 7 મહિનાના બાળકને કરાવી કસરત, યોગ્ય છે? જાણો

ટીવી કલાકારો અને બિગ બોસ 9 ફેમ કીથ સિક્વેરા અને રોશેલ રાવ હાલમાં તેમના જીવનના સૌથી સુંદર તબક્કાનો આનંદ માણી રહ્યા છે. આ દંપતીએ સાત મહિના પહેલા એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે અને હાલમાં તેઓ મોટાભાગનો સમય તેમની લાડલી સાથે વિતાવે છે. જોકે, હાલમાં જ કીથએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને નેટીઝન્સનું કહી રહ્યા છે કે, કીથ અને રોશેલ તેમની દીકરીને જન્મથી જ ટોર્ચર કરી રહ્યાં છે.

Advertisment

શું છે સમગ્ર મામલો?

ખરેખર તો વીડિયોમાં કીથ તેની 7 મહિનાની પુત્રીને જીમમાં કસરત કરતો જોવા મળે છે. હવે આ વીડિયોને લઈને નેટીઝન્સની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'પણ શા માટે?… તેને મોટી થવા દો, તેની મોટર સિસ્ટમને પહેલા વિકસવા દો', જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, 'તે તમારી પુત્રી છે… તમે તેની સાથે જે કરવા માંગો છો. ..પણ દરેક વસ્તુની યોગ્ય ઉંમર હોય છે.' આ સિવાય ઘણા યુઝર્સે તેને તેની દીકરી માટે આ માટે ટોર્ચર ગણાવ્યું છે.

તે જ સમયે, યુઝર્સની આવી ટિપ્પણીઓનો જવાબ આપતા, અભિનેતાએ લખ્યું, 'વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે 6 મહિના પછી, દેખરેખ હેઠળ બાળકોને લટકાવવાથી અથવા તેમને આવી કસરતો કરાવવાથી સ્નાયુઓ, સાંધા અને હાડકાંના વિકાસ માટે ફાયદાકારક છે. આ પદ્ધતિ અપનાવ્યા પછી અમે અમારી પુત્રીમાં ફેરફારો જોયા છે, તે પહેલા કરતાં વધુ ખુશ છે, તેની શારીરિક ક્રિયાપ્રતિક્રિયામાં વધારો થયો છે અને તેની બુદ્ધિમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેને તે જાતે કરવાનું પસંદ છે. અમે અમારી દીકરીને 6 મહિનાની ઉંમરથી આવી કસરતો કરાવવાનું શરૂ કર્યું.

Advertisment

નિષ્ણાતો શું કહે છે?

આ બાબતે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની ખાસ વાતચીત દરમિયાન, ડૉ. જગદીશ કાથવટે, કન્સલ્ટન્ટ નિયોનેટોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયન, મધરહુડ હોસ્પિટલએ જણાવ્યું હતું કે, 'જો યોગ્ય રીતે અને સુરક્ષિત રીતે કરવામાં આવે તો બાળકોમાં સ્નાયુઓના વિકાસ માટે જિમ્નેસ્ટિક્સ ફાયદાકારક બની શકે છે. બેબી જીમમાં પુલ-અપ બાર અથવા હેંગિંગ એક્સરસાઇઝ તમારા બાળકના હાથ અને ખભાને મદદ કરી શકે છે.

આ પણ વાંચો : Sadhguru Health Tips: સ્વસ્થ રહેવાના સરળ ઉપાય, શરીરની 80 ટકા બીમારી થશે દૂર, જાણો સદગુરુ પાસેથી

ડૉ. કાથવટે વધુમાં જણાવ્યું કે, 'અયોગ્ય અથવા વધુ પડતું લટકાવવાથી બાળકના સાંધા અને સ્નાયુઓ પર પણ દબાણ આવી શકે છે, તેથી આવી પ્રવૃત્તિઓ કાળજીપૂર્વક હાથ ધરવી જરૂરી છે. તમારા બાળકને આવી કસરતો ફક્ત બેબી જિમમાં ટ્રેનર્સ અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ કરાવો. માતાપિતા અને સંભાળ રાખનારાઓએ બાળકની ઉંમર અને શારીરિક વિકાસને પણ ધ્યાનમાં લેવું જોઈએ, ખાસ કરીને જ્યારે લટકાવવાની કસરતો કરતી વખતે. 'બાળકોની શક્તિ અને સંકલનનું સ્તર તેમની ઉંમર અને વ્યક્તિગત વિકાસના આધારે બદલાય છે, તેથી તેમના વિકાસના તબક્કા માટે કસરતો યોગ્ય હોવી જોઈએ.'

જીવનશૈલી