બિહારથી લઇને ઓડિશા સુધી, દેશના આ સૂર્ય મંદિરોમાં જોવા લાયક હોય છે છઠ પૂજાનો નજારો

Chhath Puja 2025: સૂર્ય ભગવાન અને છઠી મૈયાને સમર્પિત છઠ પૂજા બિહાર સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. છઠમાં ડૂબતા અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે આ દિવસે દેશના ઘણા સૂર્ય મંદિરોમાં જઇને દર્શન કરી શકો છો

Written by Ashish Goyal
October 25, 2025 23:00 IST
બિહારથી લઇને ઓડિશા સુધી, દેશના આ સૂર્ય મંદિરોમાં જોવા લાયક હોય છે છઠ પૂજાનો નજારો
Chhath Puja 2025: ઔરંગાબાદ અને કોણાર્ક સૂર્ય મંદિર. (ફોટો: પિન્ટરેસ્ટ)

Chhath Puja 2025: સૂર્ય ભગવાન અને છઠી મૈયાને સમર્પિત છઠ પૂજા બિહાર સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. જોકે હવે દેશની બહાર નેપાળ અને અમેરિકામાં પણ છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ઉપવાસમાં વ્રતી કડક નિયમોનું પાલન કરે છે. આ સમય દરમિયાન સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે વ્રતી ભગવાન સૂર્ય દેવને અર્ઘ્ય પણ અર્પણ કરે છે.

છઠ પર સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે

છઠમાં ડૂબતા અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે આ દિવસે દેશના ઘણા સૂર્ય મંદિરોમાં જઇને દર્શન કરી શકો છો. અમે કેટલાક મોટા સૂર્ય મંદિરો વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં તમે સરળતાથી મુલાકાત લઈ શકો છો. આ દિવસે સૂર્ય મંદિરની મુલાકાત લેવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

બિહારનું સૂર્ય મંદિર

બિહારમાં છઠ પૂજા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં છઠ પર એક અલગ જ રોનક જોવા મળે છે. એવામાં તમે છઠ પૂજાનું નજારો જોવા બિહાર પણ જઈ શકો છો. દેશના 12 સૂર્ય મંદિરોમાંથી 9 એકલા બિહારમાં આવેલા છે.

દેવાર્ક મંદિર, ઔરંગાબાદ

ઔરંગાબાદમાં આવેલું દેવાર્ક મંદિર ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર બિહારના ઔરંગાબાદ જિલ્લામાં દેવ નામના સ્થળે આવેલું છે અને ભગવાન સૂર્યને સમર્પિત છે. તે સમગ્ર દેશમાં આવેલા સૂર્ય મંદિરોમાં અનોખું છે કારણ કે તેના દરવાજા પૂર્વ તરફ નહીં, પરંતુ પશ્ચિમ તરફ છે.

દક્ષિણાર્ક સૂર્ય મંદિર, ગયા

બિહારના ગયામાં પણ એક પ્રસિદ્ધ સૂર્ય મંદિર છે, જેને દક્ષિણાર્ક સૂર્ય મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર પણ ભગવાન સૂર્યને સમર્પિત છે. અહીં છઠ પૂજાના સમયે ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવે છે. દૂર-દૂરથી ભક્તો સૂર્યદેવની પૂજા કરવા આવે છે. આવી સ્થિતિમાં તમે અહીં પણ જઈ શકો છો અને છઠ પૂજા જોઈ શકો છો.

આ પણ વાંચો – છઠ પર ફક્ત ઠેકુઆ જ નહીં, આ પારંપરિક પ્રસાદનું પણ છે ખાસ મહત્વ

કોણાર્ક સૂર્ય મંદિર, ઓડિશા

જો તમે છઠ પૂજાના અવસર પર બિહાર અથવા ઉત્તર પ્રદેશ ન જઈ શક્યા હોવ તો તમે ઓડિશા જઈ શકો છો. અહીં પણ છઠની જબરદસ્ત રોનક જોવા મળે છે. ઓડિશાના કોણાર્કમાં આવેલું સૂર્ય મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. આ મંદિર ભગવાન સૂર્યને સમર્પિત છે. તેની રચના એક વિશાળ રથના આકારમાં બનાવવામાં આવી છે, જેમાં 24 પૈડાં છે અને સાત ઘોડા દ્વારા ખેંચવામાં આવે છે. આ પૈડાં વર્ષના 12 મહિના અને 24 કલાકનું પ્રતીક છે.

રાંચીનું સૂર્ય મંદિર

ઝારખંડમાં પણ એક પ્રસિદ્ધ સૂર્ય મંદિર છે, જે રાજધાની રાંચીથી લગભગ 39 કિમી દૂર બુંડુ નામના સ્થળે આવેલું છે. આ મંદિર ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિર જેવું દેખાય છે. મકરસંક્રાંતિ અને છઠ પૂજા દરમિયાન અહીં ભક્તોની મોટી ભીડ જોવા મળે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ