સમગ્ર દેશમાં ઠંડી વધી રહી છે જે પોતાની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. જેમાંથી એક છે શિયાળામાં બાઇક ચલાવવાની સમસ્યા કારણ કે આ શિયાળામાં બાઇક ચાલકોને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે.
જો તમે પણ દરરોજ બાઇક ચલાવો છો અને શિયાળામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આજે અમે કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ વિશે જણાવી રહ્યા છીએ જે શિયાળામાં બાઇક રાઇડિંગ દરમિયાન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
બાઇકની સમયસર સર્વિસ કરાવો
જો તમે શિયાળાની ઋતુમાં દરરોજ બાઇક ચલાવો છો, તો તમારે તમારી બાઇકની સર્વિસ સમયસર કરાવી લેવી જોઇએ જેથી તમને બાઇક ચલાવતી વખતે કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જેમાં મુખ્યત્વે એન્જિનનું ઓઈલ બદલી લેવું અને એર ફિલ્ટર સાફ કરવું જરૂરી છે.
ફોગ લેમ્પ હેડલાઇટનો ઉપયોગ કરો
જો તમે શિયાળામાં વહેલી સવારે અથવા રાત્રે બાઇક ચલાવો છો, તો તમે તમારી બાઇકની હેડ લાઇટમાં એન્ટિ ફોગ બલ્બ લગાવી શકો છો, જે બજારમાં 200 થી 300 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ એન્ટી ફોગ બલ્બની મદદથી તમે ધુમ્મસમાં સરળતાથી બાઇક ચલાવી શકશો અને અકસ્માતની શક્યતા પણ ઘટી જશે, આમ તમારી મુસાફરી સુરક્ષિત રહેશે.
બાઇકની બેટરી ચાર્જ કરેલી રાખો
બેટરી એ બાઇકના મુખ્ય પાર્ટ્સ પૈકીનું એક છે, જેની મદદથી સેલ્ફ, હોર્ન અને લાઇટિંગ ઓપરેટ થાય છે અને શિયાળામાં બેટરી ડાઉન થવાની મોટાભાગની સમસ્યાઓ સર્જાય છે. આથી જો બાઈકની બેટરીમાં કોઈ પ્રકારની ખામી હોય અથવા તેનું ચાર્જિંગ સમાપ્ત થઈ ગયું હોય, તો તમારે તરત જ બાઇકની બેટરી બદલવી જોઈએ અથવા જ્યારે તે સંપૂર્ણપણે ડાઉન થઈ જાય ત્યારે તેની પહેલા ચાર્જ કરાવી લેવી જોઈએ.
સ્પીડ લિમિટડનું પાલન કરો
ઉનાળાની ઋતુમાં હવામાન ચોખ્ખું હોય છે, તેથી તમે હાઇ સ્પીડમાં પણ બાઇક ચલાવી શકો છો, પરંતુ શિયાળામાં, ઠંડી અને ધુમ્મસ બંનેને કારણે બાઇક ચલાવવામાં સૌથી વધુ મુશ્કેલી પડે છે. તેથી જ બાઇક ચલાવતી વખતે સ્પીડ લિમિટનું પાલન કરો, ધુમ્મસ દરમિયાન અકસ્માતો ટાળવા માટે સવાર-સાંજ બાઇકને ઓછી સ્પીડમાં ચલાવવી જોઇએ.