સારા અલી ખાન અને વિરાટ કોહલી કેમ પીવે છે Alkaline Water? જાણો શું છે બ્લેક વોટરનો ફાયદો

Alkaline Water - આલ્કાઇન વોટર આ પ્રખ્યાત હસ્તીઓને ફિટ અને તંદુરસ્ત રાખે છે. હવે સવાલ એ થાય કે અલ્કાઈન વોટર શું છે? ચાલો જાણીએ

Written by Ashish Goyal
Updated : November 03, 2022 18:12 IST
સારા અલી ખાન અને વિરાટ કોહલી કેમ પીવે છે Alkaline Water? જાણો શું છે બ્લેક વોટરનો ફાયદો
બોડીને ફિટ અને હેલ્થી રાખવા માટે પ્રખ્યાત હસ્તીઓ આલ્કાઇન વૉટર (Alkaline Water) પીવે છે (Twitter/@evocus)

બોડીને ફિટ અને હેલ્થી રાખવા માટે પ્રખ્યાત હસ્તીઓ આલ્કાઇન વૉટર (Alkaline Water) પીવે છે. હમણાં થોડા દિવસ પહેલા બોલીવૂડ અભિનેત્રી સારા અલી ખાન આલ્કાઇન વોટર પીતાં દેખાઈ હતી. ક્રિકેટર વિરાટ કોહલી, મલાઈકા અરોરા અને ફિલ્મ નિર્માતા કારણ જોહર પણ ફિટ અને હેલ્થી રહેવા માટે આ બ્લેક વોટરનું સેવન કરે છે. આલ્કાઇન વોટર આ પ્રખ્યાત હસ્તીઓને ફિટ અને તંદુરસ્ત રાખે છે. હવે સવાલ એ થાય કે અલ્કાઈન વોટર શું છે? ચાલો જાણીએ.

અલ્કાઈન વોટર શું છે?

ફોર્ટિસ હોસ્પિટલ નોઈડાના નિર્દેશક અને વિભાગાધ્યક્ષ, આંતરિક ચિકિત્સાના ડોક્ટર અજય અગ્રવાલએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અલ્કાઈન વોટર ઘણી આવશ્યક ખનીજોથી ભરપૂર છે. અલ્કાઈન વોટરનું PH લેવલ 8.8 હોય છે. NCBI માં પ્રકાશિત એક રિસર્ચ મુજબ અલ્કાઈન વોટર બોડીની ઘણી સમસ્યાને ઓછી કરે છે.

બોડીમાંથી ટોક્સિન દૂર કરવામાં પાણી ખુબજ અસરકારક છે. આ મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને ઇમ્યુનીટીને સ્ટ્રોંગ કરે છે. એમાં એન્ટી- એજિંગ ગુણ પણ સામેલ છે જે રેડીકલ્સને ફિલ્ટર કરે છે. નોર્મલ વોટરનું PH લેવલ 6થી 7 હોય છે જેમાં લગભગ કોઈ ખનીજ હોતી નથી જયારે અલ્કાઈન વોટરની PH 8થી ઉપર હોય છે.

બ્લેક વોટરના ફાયદા ક્યાં ક્યાં છે?

  • બ્લેક વોટરમાં રહેલ નેચરલ ખનીજ બધાજ પોષક તત્વોના શોષણ અને પ્રક્રિયામાં વધારો કરે છે. આ શરીરને વિભિન્ન પોષક તત્વોને તોડવામાં મદદ કરે છે.
  • એનું સેવન કરવાથી ઈમ્યૂનિટી સ્ટ્રોંગ થાય છે અને બોડી હેલ્થી રહે છે.
  • બોડીને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે, અલ્કાઈન વોટરમાં પાણીના નાના અણું કોશિકાઓ દ્વારા વધારે સરળતાથી અવશોષિત થયા છે જે નોર્મલ વોટરની તુલનામાં વધારે હાઇડ્રેટિંગ હોય છે.
  • અલ્કાઈન વોટર પાચનને તંદુરસ્ત કરે છે અને એસીડીટી અને પેપ્ટીક અલ્સરથી રાહત મળે છે.
  • આ વોટર આંતરડામાં સરળતાથી અવશોષિત થઇ જાય છે અને ઘણી બીમારી સામે લડવાની તાકાત આપે છે.
  • સ્કિન પર આ પાણીની ખુબજ અસર થાય છે. અને વધતી ઉમરના લક્ષણોને કંટ્રોલ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ