Raisins | કિસમિસ (Raisins) એ સૌથી વધુ ખાવામાં આવતા ડ્રાયફ્રુટ્સ છે. પરંતુ ઘણી વખત કિશમિશના રંગને કારણે કઈ કિસમિસ ખાવી તેની મૂંઝવણમાં પડી જઈએ છીએ. કિશમિશમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે.
કિસમિસ ઘણી જાતોમાં આવે છે. પરંતુ કાળા અને પીળા કિસમિસનો સૌથી વધુ ઉપયોગ થાય છે. કિસમિસનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓમાં થાય છે. તમને જણાવી દઈએ કે પીળી અને કાળી બંને કિસમિસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અહીં જાણો કાળી અને પીળી કિસમિસ વચ્ચે કઈ વધુ ફાયદાકારક છે.
કાળી અને પીળી કિસમિસમાં કઈ સૌથી વધુ ફાયદાયરક છે?
પીળી કિસમિસના ફાયદા (Yellow Raisins Health Benefits)
પીળી કિસમિસ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતી પણ ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. પીળી કિસમિસમાં ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે. તે વિવિધ પ્રકારની દ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં રહેલ પ્રાકૃતિક શુગર બ્લડ શુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Sesame Seeds | શિયાળામાં તલનું સેવન કરવાના અઢળક ફાયદા, તલની આ રેસીપી બીમારીઓથી તમને રાખશે દૂર
કાળા કિસમિસના ફાયદા (Black Raisin Health Benefits)
કાળી કિસમિસ લાલ અથવા કાળી દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે જેને તડકામાં અથવા ડીહાઇડ્રેટરમાં સૂકવવામાં આવે છે. તેમની સારવાર સલ્ફરડાયોક્સાઇડથી કરવામાં આવતી નથી. કાળી કિશમિશમાં કેલરી, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, પ્રોટીન, આયર્ન અને કેટલાક પોષક તત્વોનું પ્રમાણ પીળી કિસમિસ કરતા વધુ હોય છે. કાળી કિસમિસમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે. કાળી કિસમિસ શરીરને એનર્જી આપે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.